લો બોલો! MP ના મુખ્યમંત્રીના કાફલાની 19 ગાડીઓ રસ્તા વચ્ચે અચાનક બંધ, કારણ ચોંકાવી દેશે
- મધ્ય પ્રદેશના CM ના કાફલાના 19 વાહનો અચાનક થયા બંધ
- વાહનોમાં ડીઝલને બદલે પાણી ભરવામાં આવ્યું
- વહીવટીતંત્રમાં ખળભળાટ
- પેટ્રોલ પંપ સીલ
Madhya Pradesh : મધ્યપ્રદેશના રતલામમાં શુક્રવારે યોજાઈ રહેલા 'એમપી રાઇઝ 2025' પ્રાદેશિક કોન્ક્લેવની તૈયારીઓ ચાલી રહી હતી, જેમાં મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવની હાજરીની અપેક્ષા હતી. પરંતુ, ગુરુવારે રાત્રે એક અણધારી ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું. મુખ્યમંત્રીના કાફલા માટે ખાસ ગોઠવવામાં આવેલી 19 ઇનોવા કારોમાં ડીઝલને બદલે પાણી ભરાયું હોવાનું બહાર આવ્યું, જેના કારણે વાહનો ચાલતાં બંધ થઈ ગયાં. આ ઘટનાએ વહીવટીતંત્રમાં હડકંપ મચાવી દીધો.
ઘટનાની વિગતો
ગુરુવારે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ રતલામના ધોસી ગામ નજીક આવેલા ભારત પેટ્રોલિયમના શક્તિ ફ્યુઅલ પેટ્રોલ પંપ પર મુખ્યમંત્રીના કાફલાની 19 ઇનોવા કારો ડીઝલ ભરવા માટે રોકાઈ. આ વાહનો ઇન્દોરથી ખાસ કોન્ક્લેવ માટે મંગાવવામાં આવ્યા હતા. ડીઝલ ભર્યા બાદ વાહનો થોડું અંતર કાપી શક્યા, પરંતુ અચાનક એક પછી એક બધા વાહનો રસ્તા પર જ બંધ પડી ગયા. ડ્રાઇવરોએ તરત જ આ અંગે પેટ્રોલ પંપ પર ફરિયાદ કરવામાં આવી, જેના કારણે ઘટના પ્રકાશમાં આવી.
VIDEO | Ratlam, Madhya Pradesh: As many as 19 vehicles of CM Mohan Yadav's convoy had to be towed after water was reportedly filled instead of diesel in them. The petrol pump was later sealed over fuel contamination.#MPNews #MadhyaPradeshNews
(Full video available on PTI… pic.twitter.com/IQV9aE2Jfc
— Press Trust of India (@PTI_News) June 27, 2025
તપાસ અને આશ્ચર્યજનક ખુલાસો
જ્યારે મુખ્યમંત્રીના કાફલાની ગાડીઓમાં ખામીની માહિતી વહીવટી અધિકારીઓને મળી, તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા. નાયબ તહસીલદાર આશિષ ઉપાધ્યાય, ખાદ્ય અને પુરવઠા અધિકારી આનંદ ગોર અને અન્ય અધિકારીઓએ વાહનોની ડીઝલ ટાંકીઓનું નિરીક્ષણ કર્યું. જ્યારે ટાંકીઓમાંથી ડીઝલ ખાલી કરવામાં આવ્યું, ત્યારે તેમાંથી મોટા પ્રમાણમાં પાણી નીકળ્યું. દરેક વાહનમાં 20 લિટર ડીઝલ ભરવામાં આવ્યું હતું, જેમાંથી 10 લિટર પાણી હોવાનું જાણવા મળ્યું. આ જ રીતે, એક ટ્રકમાં ભરાયેલા 200 લિટર ડીઝલમાં પણ પાણીનું પ્રમાણ મળી આવ્યું, જેના કારણે તે પણ થોડું ચાલીને બંધ થઈ ગયું.
પેટ્રોલ પંપ પર હડકંપ
આ ઘટનાથી પેટ્રોલ પંપ પર હડકંપ મચી ગયો. વાહનોની ટાંકીઓ ખોલવાથી ગેરેજ જેવી સ્થિતિ સર્જાઈ, અને અન્ય ટ્રક ડ્રાઇવરોએ પણ સમાન ફરિયાદો સાથે પેટ્રોલ પંપ પર ધસારો કર્યો. ભારત પેટ્રોલિયમના પ્રાદેશિક મેનેજર શ્રીધરને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા. પેટ્રોલ પંપના કર્મચારીઓએ દલીલ કરી કે વરસાદને કારણે ડીઝલ ટાંકીમાં પાણી લીક થઈ ગયું હશે. જોકે, આ ઘટનાએ પેટ્રોલ પંપની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા કર્યા.
વહીવટી પગલાં
આ ગંભીર ઘટનાને પગલે વહીવટીતંત્રે તાત્કાલિક પેટ્રોલ પંપને સીલ કરી દીધો અને તપાસ શરૂ કરી. મુખ્યમંત્રીના કાફલા માટે ઇન્દોરથી અન્ય વાહનોની વ્યવસ્થા કરવામાં આવી, જેથી કોન્ક્લેવનું આયોજન નિયત સમયે થઈ શકે. આ ઘટનાએ વહીવટી ગોઠવણોની ખામીઓને પણ ઉજાગર કરી, કારણ કે મુખ્યમંત્રીના કાફલાને જો આ પ્રકારની તકલીફો પડી શકે છે તો સામાન્ય નાગરિકોને થતી તકલીફોની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
આ પણ વાંચો : No Fuel For Old Vehicles: 1 જુલાઈથી આ વાહનોને પેટ્રોલ-ડીઝલ નહીં મળે, નો-ફ્યુઅલ નીતિ લાગુ થાય તે પહેલા હોબાળો


