Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકી ઠાર, 2 AK-47 સહિતના હથિયાર જપ્ત

ઉત્તર પ્રદેશના પીલીભીતમાં આજે થયેલા એન્કાઉન્ટરમાં 3 ખાલિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા. પંજાબ અને ઉત્તર પ્રદેશ પોલીસની જોડાયેલી ટીમ સાથેની અથડામણમાં આ ત્રણેય આતંકીઓ ઠાર કરવામાં આવ્યા હતા.
ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકી ઠાર  2 ak 47 સહિતના હથિયાર જપ્ત
Advertisement
  • ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના ત્રણ આતંકી ઠાર
  • પંજાબ અને ઉત્તરપ્રદેશ પોલીસની સંયુક્ત કાર્યવાહી
  • ઉત્તર પ્રદેશના પીલીભીતમાં આતંકીઓનો ખાત્મો
  • ગુરદાસપુર પોલીસ ચોકી પર હુમલામાં હતી સંડોવણી
  • ઘટના સ્થળે બે AK-47 સહિતના હથિયાર જપ્ત

Khalistani Terrorists Encounter : ઉત્તર પ્રદેશના પીલીભીતમાં આજે થયેલા એન્કાઉન્ટરમાં 3 ખાલિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા. પંજાબ અને ઉત્તર પ્રદેશ પોલીસની જોડાયેલી ટીમ સાથેની અથડામણમાં આ ત્રણેય આતંકીઓ ઠાર કરવામાં આવ્યા હતા. આ આતંકવાદીઓ પંજાબના ગુરદાસપુરમાં આવેલ એક પોલીસ ચોકી પર થયેલા ગ્રેનેડ હુમલામાં સામેલ હતા. આ એન્કાઉન્ટર પીલીભીતના પુરનપુર કોતવાલી વિસ્તારમાં થયો હતો, જ્યાં પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે યુદ્ધભેદી અથડામણ થઈ હતી.

આતંકવાદીઓના હાથમાં ખતરનાક શસ્ત્રો

એન્કાઉન્ટરની ઘટનામાં માર્યા ગયેલા ત્રણેય આતંકવાદીઓ ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના સભ્ય હોવાનું જાણવા મળ્યું છે. તેમની પાસેથી 2 AK રાઈફલ, 2 ગ્લોક પિસ્તોલ અને મોટી માત્રામાં કારતુસ મળી આવ્યા છે. આ લોકોએ એક મહિનામાં પંજાબમાં થયેલા ગ્રેનેડ હુમલામાં ભાગ લીધો હતો, જે ખાલિસ્તાની આતંકવાદી સંગઠનો દ્વારા ચલાવાયાં હતા. ત્રણેય આતંકવાદીઓના મૃતદેહને કબજે લેવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓની ઓળખ ગુરુદેવ સિંહના પુત્ર ગુરવિંદર સિંહ, ઉંમર આશરે 25 વર્ષ, મોહલ્લા કલાનૌર પોલીસ સ્ટેશન કલાનૌર જિલ્લા ગુરદાસપુરના રહેવાસી, વીરેન્દ્ર સિંહ ઉર્ફે રવિ પુત્ર રણજીત સિંહ ઉર્ફે જીતા ઉમર 23 વર્ષ રહેવાસી ગ્રામ અગવાન સ્ટેશન કલાનૌર દિલ્લા ગુરુદાસપુર અને જસન પ્રીત સિંહ ઉર્ફ પ્રતાપ સિંહ ઉંમર લગભગ 18 વર્ષ રહેવાસી ગ્રામ નિક્કા સૂર સ્ટેશન કલાનૌરજિલ્લા ગુરુદાસપુર તરીકે થઇ.

Advertisement

Advertisement

ગુરદાસપુરમાં 48 કલાકમાં 2 ગ્રેનેડ હુમલા થયા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંજાબના ગુરદાસપુર જિલ્લામાં ડિસેમ્બર મહિનામાં 2 વખત હુમલા થયા હતા. આ જિલ્લો ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલો છે. 19 ડિસેમ્બરે, આ જિલ્લાના કલાનૌર શહેરમાં બક્ષીવાલ ચોકી પર જપ્ત કરાયેલી ઓટો પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. પોસ્ટ એક મહિના પહેલા બંધ કરી દેવામાં આવી હોવા છતાં જપ્ત કરાયેલા વાહનો ત્યાં પાર્ક કરવામાં આવ્યા હતા. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ફોરેન્સિક ટીમ પાસેથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેનો રિપોર્ટ પોલીસ વિભાગને સુપરત કરવામાં આવ્યો હતો. આ હુમલાની જવાબદારી ખાલિસ્તાની આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ (KZF)એ લીધી હતી. સોશિયલ મીડિયા પર આ માટે એક પોસ્ટ લખવામાં આવી હતી.

ગુરદાસપુરના કલાનૌર જિલ્લામાં 48 કલાકમાં બે ગ્રેનેડ હુમલા

આ પછી 21 ડિસેમ્બરે બંગા વડાલા ગામના પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલો થયો હતો. આ હુમલાની જવાબદારી ખાલિસ્તાન તરફી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને આપી હતી. ગુરદાસપુરના કલાનૌર જિલ્લામાં 48 કલાકમાં બે ગ્રેનેડ હુમલા થયા. 28 દિવસમાં, સમગ્ર પંજાબમાં 8 ગ્રેનેડ હુમલા થયા હતા, જેમાંથી 7 વિસ્ફોટ થયા હતા અને એક બોમ્બ વિસ્ફોટ થાય તે પહેલા અજનાલા પોલીસ સ્ટેશનમાંથી મળી આવ્યો હતો.

આ પણ વાંચો:  દિલ્હીમાં કેનેડિયન દુતાવાસ બહાર પ્રદર્શન, બેરીકેડ્સ તોડ્યા, બ્રેમ્પટન ઘટનાના પડઘા

Tags :
Advertisement

.

×