26 કલાકમાં 3 આતંકીઓ ઠાર, સેનાએ હેલિકોપ્ટર અને ડ્રોનની મદદથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું
- જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો ખાતમો, 3 આતંકવાદીઓ ઠાર!
- આતંકવાદીઓએ સેનાના એક વાહન પર ગોળીબાર કર્યો હતો
- સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો અને 3 આતંકીઓને ઠાર કર્યા
સુરક્ષા દળો (Security forces) એ આજે જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) ના અખનૂરમાં ત્રીજા આતંકી (Terrorist) ને પણ ઠાર કર્યો છે. જણાવી દઈએ કે સોમવારે સવારે લગભગ 7.30 વાગ્યે જમ્મુ ક્ષેત્રના અખનૂર સેક્ટરમાં આતંકવાદીઓએ સેનાના એક વાહન પર ગોળીબાર કર્યો હતો. આ પછી આતંકીઓ ભાગી ગયા હતા, પરંતુ સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી કરીને સમગ્ર વિસ્તારને ઘેરી લીધા હતા અને આતંકીઓની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન સુરક્ષાદળોએ સાંજ સુધીમાં 3 આતંકીઓને ઠાર કર્યા હતા. જ્યારે 2 આતંકીઓ નાસી છૂટ્યા હતા.
સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો
સુરક્ષાદળો દ્વારા ચલાવવામાં આવી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન સોમવારે આતંકીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. જેનો સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો અને 3 આતંકીઓને ઠાર કર્યા. જ્યારે બાકીના 2 આતંકવાદીઓની શોધખોળ ચાલુ છે. જેમને આજે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, બાકીના 2 આતંકવાદીઓને શોધવા માટે સુરક્ષા દળો સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. દરમિયાન મંગળવારે સવારે ફરી એકવાર એન્કાઉન્ટર શરૂ થયું હતું. જેમાં એક આતંકી માર્યો ગયો હતો, થોડા સમય બાદ જવાનોએ ત્રીજા આતંકીને પણ ઠાર કર્યો હતો.
26 કલાકમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા
અખનૂરમાં આતંકીઓને ખતમ કરવા સેનાએ મોટું ઓપરેશન શરૂ કર્યું છે. મંગળવારે વહેલી સવારે એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સેનાએ 26 કલાકમાં આ ઓપરેશનને સફળ બનાવ્યું હતું. આ અથડામણમાં સેનાને વધુ નુકસાન થયું નથી. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી AK-47 રાઈફલ્સ અને મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા છે. વ્હાઇટ નાઈટ કોર્પ્સે આ વાતની પુષ્ટિ કરી છે. જણાવી દઇએ કે, સુરક્ષા દળોએ મંગળવારે સવારે લગભગ 7 વાગે ખૌરના ભટ્ટલ એરામાં છુપાયેલા આતંકવાદીઓ પર હુમલો કર્યો, ત્યારબાદ ફરીથી એન્કાઉન્ટર શરૂ થયું. અધિકારીઓએ જણાવ્યું કે ભીષણ ગોળીબાર બાદ જોરદાર વિસ્ફોટો સંભળાયા. આ પછી સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા. છુપાયેલા આતંકવાદીઓને શોધવા માટે હેલિકોપ્ટર અને ડ્રોન પણ તૈનાત કરવામાં આવ્યા હતા.
#UPDATE | White Knight Corps tweets, "After round-the-clock surveillance throughout the night, an intense firefight unfolded today morning resulting in a significant victory for our forces. Relentless operations and tactical excellence have led to the elimination of three… https://t.co/ak0DEVQwSw pic.twitter.com/TMD2HExNZi
— ANI (@ANI) October 29, 2024
મંદિરમાં આતંકીઓ છુપાયેલા હતા
મળતી માહિતી મુજબ, ખૌરના જોગવાન ગામમાં આસન મંદિર પાસે આતંકવાદીઓ છુપાયા હતા, મંગળવારે સવારે 2 વિસ્ફોટના અવાજ સંભળાયા, ત્યારબાદ ભીષણ ગોળીબાર થયો હતો. ઓપરેશન દરમિયાન ગોળી વાગતાં 4 વર્ષનો બહાદુર આર્મી ડોગ ફેન્ટમનું મોત થયું હતું. તે પછી, સેનાએ મોનિટરિંગ કર્યું અને હુમલાની જગ્યાની આસપાસ કોર્ડન મજબૂત કર્યું, આ સાથે સેનાએ 4 BMP-II પાયદળ લડાયક વાહનોનો પણ ઉપયોગ કર્યો. વિસ્તારના જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવા માટે હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા હતા.
ગયા અઠવાડિયે બારામુલામાં હુમલો થયો હતો
જણાવી દઈએ કે તાજેતરના કેટલાક મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં ઘણા આતંકી હુમલા થયા છે. ગયા અઠવાડિયે પણ બારામુલ્લામાં આતંકીઓએ સેનાના વાહનો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 2 જવાન શહીદ થયા હતા. તેના થોડા દિવસો પહેલા, ગાંદરબલના ગગનગીર વિસ્તારમાં એક સુરંગ નિર્માણ સ્થળ પર આતંકવાદીઓ દ્વારા એક સ્થાનિક ડૉક્ટર અને 6 બિન-સ્થાનિક મજૂરોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: J&K : અખનૂરમાં આતંકી હુમલા બાદ સેનાની મોટી કાર્યવાહી, એનકાઉન્ટરમાં 3 આતંકવાદીઓ ઠાર


