Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

7 વર્ષના બાળકને શાળામાં બેગ ભૂલી જવાની મળી તાલિબાની સજા

શાળામાં બેગ ન લઇ જવાની બાળકને મળી તાલિબાની સજા શિક્ષકે બાળકને ખૂબ માર્યો માર શિક્ષકે બાળકને ખુરસીમાં બાંધી આપ્યા ઇલેક્ટ્રિક શોક 7-year-old boy Stripped : બાળકોને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. તેમના માસૂમ ચહેરાને જોઇ ગુસ્સામાં આવેલો કોઇ પણ...
7 વર્ષના બાળકને શાળામાં બેગ ભૂલી જવાની મળી તાલિબાની સજા
Advertisement
  • શાળામાં બેગ ન લઇ જવાની બાળકને મળી તાલિબાની સજા
  • શિક્ષકે બાળકને ખૂબ માર્યો માર
  • શિક્ષકે બાળકને ખુરસીમાં બાંધી આપ્યા ઇલેક્ટ્રિક શોક

7-year-old boy Stripped : બાળકોને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. તેમના માસૂમ ચહેરાને જોઇ ગુસ્સામાં આવેલો કોઇ પણ શખ્સનો ગુસ્સો શાંત થઇ જાય છે. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે કે જેઓ માસૂમ બાળકો પર પોતાનો ગુસ્સો ઠાલવતા સહેજ પણ વિચાર કરતા નથી. આવું જ કઇંક ઉત્તર પ્રદેશના અલીગઢમાં થયું હતું. જ્યા એક શાળામાં શિક્ષણની ક્રૂરતા જોવા મળી છે. જ્યા એક યુકેજીના વર્ગમાં અભ્યાસ કરી રહેલા 7 વર્ષનું બાળક તેની બેગ ઘરે ભૂલ ગયો જે કારણોસર શિક્ષકે તેને તાલિબાની સજા આપી હતી.

7 વર્ષના બાળકના ઉતાર્યા કપડા

ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક બાળક કે જે હજુ 7 વર્ષનું છે તેને શાળામાં આવતા પહેલા ઘરે બેગ ભૂલી જવાની એવી સજા મળી જે વિશે તમે વિચારીને પણ ચોંકી જશો. બેગ ભૂલી જવાના કારણે શિક્ષકે સૌ પ્રથમ તેને ખૂબ માર માર્યો હતો અને તે પછી તેના કપડા ઉતરાવી દીધા હતા, અને તે પછી તેને એક ખુરશી પર બેસાડવામાં આવ્યો હતો અને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યો હતો. બાળક શાળાથી જ્યારે છુટ્યો ત્યારે તે રડતો રડતો પોતાના ઘરે પાછો ગયો ત્યારે તેણે તેની માતાને આ વિશે જણાવ્યું અને કહ્યું કે, તે શાળાએ નહીં જાય. આ પછી જ્યારે માતાએ તેની પાછળનું કારણ પૂછ્યું તો બાળકે પોતાની સાથે જે થયું તે બધુ જ જણાવ્યું. ત્યારબાદ બાળકના માતા-પિતા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જે બાદ પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ પોલીસે આ ફૂટેજ પોતાના કબજામાં લઈ આ મામલે તપાસ શરૂ કરી છે.

Advertisement

Advertisement

પોલીસે ગુનો નોંધ્યો

બાળકના પરિવારજનોએ તાત્કાલિક શાળામાં જઈને વિરોધ નોંધાવ્યો હતો અને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. ફરિયાદ બાદ લોધા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજવીર સિંહ પરમાર અને તેમની ટીમ સ્કૂલે પહોંચી અને તપાસ શરૂ કરી. DSP રંજન શર્માએ કહ્યું, 'અમે શાળાના સ્ટાફ અને સંચાલકોની પૂછપરછ શરૂ કરી છે અને 'લેખિત ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવશે.' આરોપોને ફગાવી દેતાં શાળાના આચાર્યએ કહ્યું કે, 'બાળકને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવી રહી હોવાની ફરિયાદો ખોટી છે. અમે CCTV ફૂટેજ બતાવવા તૈયાર છીએ. તમામ આરોપો પાયાવિહોણા છે.

આ પણ વાંચો:  Defamation Case : સંજય રાઉતને 15 દિવસની જેલની સજા

Tags :
Advertisement

.

×