Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુસ્સો આવ્યો અને OLA નો શો-રૂમ જ ફૂંકી માર્યો, જુઓ Video

કર્ણાટકમાં OLA ઈલેક્ટ્રિકના શોરૂમમાં આગ મોહમ્મદ નદીમે ગુસ્સામાં આવી ફૂંકી માર્યું શોરૂમ એક મહિના પહેલા લીધું હતું OLA નું સ્કૂટર કર્ણાટકના કલાબુર્ગીમાં OLA ઈલેક્ટ્રિકના શોરૂમમાં એક વ્યક્તિએ આગ લગાવી દીધી હતી. આ વ્યક્તિનું નામ મોહમ્મદ નદીમ (Mohammad Nadeem) છે,...
ગુસ્સો આવ્યો અને ola નો શો રૂમ જ ફૂંકી માર્યો  જુઓ video
Advertisement
  • કર્ણાટકમાં OLA ઈલેક્ટ્રિકના શોરૂમમાં આગ
  • મોહમ્મદ નદીમે ગુસ્સામાં આવી ફૂંકી માર્યું શોરૂમ
  • એક મહિના પહેલા લીધું હતું OLA નું સ્કૂટર

કર્ણાટકના કલાબુર્ગીમાં OLA ઈલેક્ટ્રિકના શોરૂમમાં એક વ્યક્તિએ આગ લગાવી દીધી હતી. આ વ્યક્તિનું નામ મોહમ્મદ નદીમ (Mohammad Nadeem) છે, જેનો આરોપ છે કે તેણે પોતાના નવા ઇલેક્ટ્રિક સ્કૂટર (New Electric Scooter) માટે યોગ્ય સર્વિસ ન મળવા પર ગુસ્સામાં આવીને શોરૂમમાં આગ (Fire in Showroom) લગાવી દીધી હતી. નદીમે એક મહિના પહેલા ₹1.40 લાખનું સ્કૂટર ખરીદ્યું હતું, પરંતુ તેનું સ્કૂટર થોડા દિવસોમાં જ સમસ્યા થવા લાગી હતી. અનેક વાર શોરૂમમાં જઈને પણ તેણે સમસ્યાઓ વિશે કહ્યું હતું.

ઘટનાનો વીડિયો સામે આવ્યો

તમે જ્યારે કોઇ વાહન ખરીદવા માટે જાઓ છો ત્યારે સેલ્સમેન તમને પોતાની કંપનીના વાહનની ખાસિયતો વિશે જણાવતા હોય છે અને તેમની સર્વિસ ખૂબ સારી હોય છે તેવું કહેતા હોય છે. ઘણી કંપનીઓમાં કસ્ટમરને વાહન ખરીદ્યા બાદ સર્વિસ સારી મળતી હોય છે પણ ક્યારેક એટલી ખરાબ સર્વિસ મળતી હોય છે કે કસ્ટમર પરેશાન થઇ જાય છે અને કઇંકત એવું કરી દે છે જે ચર્ચામાં આવી જાય છે. આવી જ એક ઘટના તાજેતરમાં બની હતી જેમા કર્ણાટકના કલાબુર્ગીમાં એક શખ્સે ગુસ્સો આવતા OLA ઈલેક્ટ્રિકનો શોરૂમ જ ફૂંકી માર્યો હતો. શખ્સનું નામ મોહમ્મદ નદીમ છે. વાસ્તવમાં, નદીમે એક મહિના પહેલા 1.40 લાખ રૂપિયાનું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદ્યું હતું, પરંતુ એક-બે દિવસ પછી તેને સમસ્યા થવા લાગી હતી. તે ઘણી વખત શોરૂમમાં ગયો હતો, પરંતુ તેની સમસ્યાનો ઉકેલ આવ્યો ન હતો. આવી સ્થિતિમાં તેણે ગુસ્સામાં આવીને શોરૂમને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

Advertisement

પેટ્રોલ નાખી શોરૂમ સળગાવ્યો

પ્રાથમિક તબક્કે આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું હતું. જોકે, આગમાં નદીમની ભૂમિકા સામે આવ્યા બાદ તેની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. તેમજ પુછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, આ ઘટના 10 સપ્ટેમ્બરની છે. મોહમ્મદ નદીમ તેના નવા ઇલેક્ટ્રિક સ્કૂટરથી નારાજ હતો. તેમાં ઘણી ખામી હતી. શોરૂમના સ્ટાફને અનેક વખત ફરિયાદ કરવા છતાં કોઈ મદદ મળી ન હતી. તેઓએ શોરૂમમાં ગ્રાહક સેવા અધિકારીઓ સાથે બોલાચાલી પણ કરી હતી અને પેટ્રોલ રેડી શોરૂમને આગ ચાંપી દીધી. આ આગમાં 6 વાહનો અને કોમ્પ્યુટર સિસ્ટમ બળીને રાખ થઈ ગયા હતા. નદીમ વ્યવસાયે મિકેનિક છે. તેણે એક મહિના પહેલા જ 1.4 લાખ રૂપિયામાં ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદ્યું હતું. 2 દિવસની અંદર, કારમાં તેની બેટરી અને સાઉન્ડ સિસ્ટમમાં ટેકનિકલ સમસ્યા આવવા લાગી હતી.

લાખો રૂપિયાનું નુકસાન

આગમાં આખો શોરૂમ બળીને ખાખ થઈ ગયો હતો. દુકાનમાંથી ધુમાડો આવતો જોવા મળ્યો હતો. આ ઘટનામાં અંદાજે 8.5 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. પોલીસે કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોતી કારણ કે તે સમયે શોરૂમ બંધ હતો. જો કે આગના કારણે અંદાજે રૂ.8.5 લાખનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

ગત મહિને વધુ એક વીડિયો વાયરલ

થોડા દિવસો પહેલા વધુ એક વીડિયો વાયરલ થયો હતો જેમા એક વ્યક્તિ OLA સ્કૂટર લઈને સર્વિસ સેન્ટરની સામે ઊભો હતો. વીડિયોમાં જોઇ શકાય છે કે, OLA સ્કૂટર પર ફૂલોની માળા મૂકવામાં આવી છે. તે માઈક સાથે 'તડપ તડપ કે ઇસ દિલ સે આહ નીકલતી રહી' ગીત ગાતો જોવા મળ્યો હતો. આ વીડિયો ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી મળી નથી, પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ વીડિયો પર ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી પ્રતિક્રિયા આવી હતી.

એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે, OLA ને પ્રેમ કરનારાઓની આ હાલત છે. એકે લખ્યું કે, વિરોધ વ્યક્ત કરવાની આ રીત પણ સારી છે. એકે લખ્યું કે આ પદ્ધતિ શાનદાર છે પરંતુ તે કામ કરી રહી છે કે નહીં તે જાણવું પણ જરૂરી છે. એકે લખ્યું છે કે OLA માં કંઈ ખોટું નથી, તે માત્ર એટલું જ છે કે કેટલાક લોકો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરતા નથી. હું તેને 1 વર્ષથી ચલાવી રહ્યો છું અને મને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી.

આ પણ વાંચો:  અમેરિકાની શોધ ભારતીયોએ કરી હતી, જાણો કોણે આપ્યું આવું ચોંકાવનારું નિવેદન

Tags :
Advertisement

.

×