Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AAP: રાજ્યસભામાં કોણ લેશે સાંસદ સંજય સિંહનું સ્થાન? જાણો આ 4 બેઠકો માટે ચૂંટણીની તારીખ અને સમય

આગામી વર્ષે 19 જાન્યુઆરીના રોજ રાજ્યસભાની (Rajya Sabha) ચાર બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે. આ બેઠકોમાં દિલ્હીની ત્રણ અને એક સિક્કિમની સામેલ છે. આ બેઠકોના સાંસદોનો કાર્યકાળ આગામી વર્ષ 27 જાન્યુઆરીના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. ચૂંટણી પંચે...
aap  રાજ્યસભામાં કોણ લેશે સાંસદ સંજય સિંહનું સ્થાન  જાણો આ 4 બેઠકો માટે ચૂંટણીની તારીખ અને સમય
Advertisement

આગામી વર્ષે 19 જાન્યુઆરીના રોજ રાજ્યસભાની (Rajya Sabha) ચાર બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે. આ બેઠકોમાં દિલ્હીની ત્રણ અને એક સિક્કિમની સામેલ છે. આ બેઠકોના સાંસદોનો કાર્યકાળ આગામી વર્ષ 27 જાન્યુઆરીના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું કે, આ બેઠકો પર હવે 19મી જાન્યુઆરીના રોજ વોટિંગ થશે.

જણાવી દઈએ કે, દિલ્હીની આમ આદમી પાર્ટી (AAP) નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ (Sanjay Singh), સુશીલ કુમાર ગુપ્તા (Sushil Kumar Gupta) અને નારાયણ દાસ ગુપ્તાનો (Narayan Das Gupta) છ વર્ષનો કાર્યકાળ આગામી 27 જાન્યુઆરીના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. જ્યારે સિક્કિમના હિશે લાચુંગપાનો (Hishe Lachungpa) કાર્યકાળ આગામી વર્ષે 23 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. ખાસ વાત એ છે કે દિલ્હીના દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સંજય સિંહ હાલ તિહાર જેલમાં બંધ છે. સંસદમાં અયોગ્ય વ્યવહારના કારણે 24 જુલાઈના રોજ આપ સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Advertisement

આ સમયે થશે વોટિંગ અને મત ગણતરી

Advertisement

લિકર કૌભાંડમાં સંયજ સિંહના જેલ ગયા પછી આમ આદમી પાર્ટીએ રાજ્યસભાની તેમની જવાબદારી પંજાબથી સાંસદ રાઘવ ચઢ્ઢાને (Raghav Chadha) આપી હતી. ત્યારે હવે આગામી વર્ષે યોજાનારી રાજ્યસભા ચૂંટણી માટે આપ પાર્ટીએ ઉમેદવારો અંગે નિર્ણય કરવો પડશે. ચૂંટણી પંચે કહ્યું કે, રાજ્યસભાની ખાલી ચાર બેઠકો માટે આગમી વર્ષે 19 જાન્યુઆરીના રોજ ચૂંટણી થશે. 2 જાન્યુઆરીએ નોટિફિકેશન બહાર પડવાની સાથે જ નોમિનેશન પ્રક્રિયા શરૂ થઈ જશે અને 9 જાન્યુઆરી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હશે. વોટિંગ સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી અને ગણતરી સાંજે 5 વાગ્યાથી શરૂ થશે. ચૂંટણી પંચે માહિતી આપી છે કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીને રાજ્યસભામાં ત્રણ બેઠકો ફાળવવામાં કરવામાં આવી છે.

આ પણ વાંચો - Jharkhand: ઝારખંડમાં વિદ્રોહીઓ થયાં બેકાબૂ, જાહેર સંપત્તિઓને પહોંચાડ્યું મોટું નુકસાન

Tags :
Advertisement

.

×