Indian Navy : ભારતીય નૌસેનામાં રચાયો ઈતિહાસ,આસ્થા પુનિયા બન્યા પ્રથમ મહિલા ફાઇટર પાયલટ
- ભારતીય નૌસેનામાં રચાયો ઈતિહાસ
- આસ્થા પુનિયા બન્યા પ્રથમ મહિલા ફાઇટર પાયલટ
- સબ-લેફ્ટનન્ટ આસ્થા પુનિયા તરીકે ઓળખાશે
Indian Navy : ભારતીય મહિલાઓ હાલ દરેક ક્ષેત્રે (first female fighter pilot)પુરુષો સમોવડી બની રહી છે અને દરેક ક્ષેત્રમાં પુરુષો જેટલુજ પોતાનું યોગદાન આપી રહી છે. ત્યારે હવે ભારતીય નૌકાદળમાં (Indian Navy)એક નવો ઇતિહાસ રચાયો છે . આસ્થા પુનિયાએ (Aastha Punia)નૌકાદળની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ બનીને આ નવા ઇતિહાસમાં કંકુ પગલાં કર્યા છે.
નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ
સબ-લેફ્ટનન્ટ આસ્થા પુનિયા (sub-lieutenant aastha punia,)એ હવે એક માત્ર નામ નથી પરંતું નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. ભારત દેશ અને સમગ્ર વિશ્વને ગર્વ થાય એવી એક પહેલ ભારતીય નૌકાદળ તરફથી કરવામાં આવી છે. આસ્થા પુનિયા ભારતની દીકરી હવે સબ-લેફ્ટનન્ટ આસ્થા પુનિયા તરીકે ઓળખાશે કેમકે આસ્થા હવે ભારતીય નૌકાદળની પ્રથમ મહિલા ફાઇટર બની છે. સબ-લેફ્ટનન્ટ આસ્થા પુનિયા હવે ભારતીય નૌકાદળ તરફથી ઘાતક મિગ-29 જેવા ફાઇટર જેટ ઉડાડશે.
Indian Navy celebrated the graduation of the Second Basic Hawk Conversion Course at INS Dega, Visakhapatnam. On 03 July 2025, Lieutenant Atul Kumar Dhull and Sub Lieutenant Astha Poonia received the prestigious ‘ Wings of Gold ’ from Rear Admiral Janak Bevli, ACNS (Air). SLt… pic.twitter.com/7O9u4Avc4u
— ANI (@ANI) July 4, 2025
આ પણ વાંચો -Sri Krishna Janmbhoomi Mathura : મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં હિન્દુ પક્ષને ઝટકો!
ભારતીય નૌકાદળમાં નવો ઇતિહાસ
સબ લેફ્ટનન્ટ આસ્થા પુનિયાને નૌકાદળની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ બનીને માત્ર એક ઇતિહાસ નથી રચ્યો, પણ આસ્થાએ તેના નામ મુજબ સાબિત પણ કર્યું કે મહેનત તરફ સાચી દિશામાં પોતાની શક્તિ પર આસ્થા સાથે આગળ વધવાથી મોટા મોટા શિખરો સર કરી શકાય છે. આસ્થાએ સૌથી પહેલા વિશાખાપટ્ટનમના INS દેગા ખાતે બેઝિક 'હોક કન્વર્ઝન કોર્સ' સફળતાપૂર્વક પૂર્ણ કર્યો, ત્યારબાદ આસ્થાને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી.
આ પણ વાંચો -Uttarakhandની હિમનદીઓ ઝડપથી પીગળી રહી છે, પર્વતો તૂટી રહ્યા છે, 25 તળાવો બની ગયા છે ખતરનાક!
આસ્થા પુનિયાની અનોખી સિદ્ધિ
ભારતીય નૌકાદળ તરફથી આસ્થા પુનિયાની આ અનોખી સિદ્ધિ માટે એક સુંદર નિવેદન પણ સામે આવ્યું છે. ભારતીય નૌકાદળે કહ્યું કે આસ્થા પુનિયાની આ સિદ્ધિ નારી શક્તિ અને લિંગ સમાવેશકતાના ઉત્થાન તરફ એક મજબૂત પગલું છે. સબ લેફ્ટનન્ટ આસ્થા પુનિયાને નૌકાદળની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ બનવાનું ગૌરવ મળ્યું છે અને આ ગૌરવ આજે ન માત્ર ભારતીય નેવી માટે પરંતુ વિશ્વના દરેક ખૂણામાં રહેલ માનવ જાત માટે એક ગર્વ લેવા જેવી બાબત છે. અત્યાર સુધી ભારતીય નૌકાદળમાં મહિલાઓ મરીન રિકોનિસન્સ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરમાં પાઇલટ અને નેવલ એર ઓપરેશન્સ ઓફિસર તરીકે સેવા આપી રહી હતી, પરંતુ આ પહેલી વાર છે જ્યારે કોઈ મહિલાને ફાઇટર સ્ટ્રીમમાં સામેલ કરવામાં આવી છે.


