Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Accident : પૂર્વ કેન્દ્રીય મંત્રીના પુત્રને નડ્યો અકસ્માત, પુત્રવધૂનું ઘટના સ્થળે મોત

Accident: દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર નૌગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહની પુત્રવધૂ અને પૂર્વ સાંસદ માનવેન્દ્ર સિંહની પત્ની ચિત્રા સિંહનું મોત નીપજ્યું હતું, જ્યારે માનવેન્દ્ર સિંહ અને તેમનો પુત્ર...
accident   પૂર્વ કેન્દ્રીય મંત્રીના પુત્રને નડ્યો અકસ્માત  પુત્રવધૂનું ઘટના સ્થળે મોત
Advertisement

Accident: દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર નૌગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહની પુત્રવધૂ અને પૂર્વ સાંસદ માનવેન્દ્ર સિંહની પત્ની ચિત્રા સિંહનું મોત નીપજ્યું હતું, જ્યારે માનવેન્દ્ર સિંહ અને તેમનો પુત્ર હમીર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંનેની અલવરની સોલંકી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્માતમાં માનવેન્દ્ર સિંહની કારનો ડ્રાઈવર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેની બરોડાદેવ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ તેને પણ સારવાર માટે અલવર રિફર કરવામાં આવ્યો છે. માનવેન્દ્ર સિંહ કાર ચલાવી રહ્યા હતા અને તેમની બાજુની સીટ પર તેમની પત્ની ચિત્રા સિંહ બેઠી હતી. માનવેન્દ્રનો પુત્ર હમીર સિંહ અને ડ્રાઈવર પાછળની સીટ પર બેઠા હતા.

Advertisement

પરિવાર દિલ્હીથી જયપુર જઈ રહ્યો હતો
બાડમેરના પૂર્વ સાંસદ માનવેન્દ્ર સિંહ તેમની પત્ની ચિત્રા અને પુત્ર હમીર સિંહ સાથે દિલ્હીથી જયપુર જઈ રહ્યા હતા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર 82.8 કિમી રસગન અને ખુશપુરી વચ્ચે, વાહને અચાનક તેનું સંતુલન ગુમાવ્યું અને પુલની દિવાલ સાથે અથડાયું. આ અકસ્માતમાં માનવેન્દ્ર સિંહની પત્ની ચિત્રા સિંહનું મોત નીપજ્યું હતું. જ્યારે માનવેન્દ્ર સિંહ અને તેમના પુત્રની હાલત ગંભીર છે. તેને તાત્કાલિક અલવરની સોલંકી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તબીબે ચિત્રા સિંહને મૃત જાહેર કર્યા હતા. જે બાદ ચિત્રા સિંહના મૃતદેહને રાજીવ ગાંધી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે. જ્યારે માનવેન્દ્ર સિંહ, તેમના પુત્રની હોસ્પિટલના ICUમાં સારવાર ચાલી રહી છે.

Advertisement

અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ ચાલુ છે.
એડિશનલ એસપી તેજપાલ સિંહે કહ્યું કે અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની માહિતી મળતા જ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અલવર લાવવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરે ચિત્રા સિંહને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય લોકોની હાલત નાજુક છે. કાર ચલાવનાર ચાલક બરોડામાં સારવાર હેઠળ છે. પરંતુ તેને પણ અલવર ખસેડવામાં આવી રહ્યો છે. મામલાની માહિતી મળતાં જ ભાજપ અને કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક અને અન્ય વહીવટી અધિકારીઓ પણ ઉપસ્થિત છે.

આ  પણ  વાંચો  - Budget 2024 : બજેટમાં નહીં થાય કોઈ મોટી જાહેરાત! પણ આ મુદ્દાઓ રહેશે Hot Favorite !

Tags :
Advertisement

.

×