Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shahi Idgah Mosque Case: જ્ઞાનવાપી મસ્જિદ બાદ મથુરાની શાહી ઈદગાહનો થશે સર્વે

મથુરાની શાહી ઈદગાહનો સર્વે કરવાનો આદેશ અલ્હાબાદ હાઈકોર્ટે મથુરાના કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી શાહી ઈદગાહ મસ્જિદનો સર્વે એડવોકેટ કમિશનર દ્વારા કરાવવાની મંજૂરી આપી હતી. આ અંગે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે કાયદાને...
shahi idgah mosque case  જ્ઞાનવાપી મસ્જિદ બાદ મથુરાની શાહી ઈદગાહનો થશે સર્વે
Advertisement

મથુરાની શાહી ઈદગાહનો સર્વે કરવાનો આદેશ

અલ્હાબાદ હાઈકોર્ટે મથુરાના કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી શાહી ઈદગાહ મસ્જિદનો સર્વે એડવોકેટ કમિશનર દ્વારા કરાવવાની મંજૂરી આપી હતી. આ અંગે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે કાયદાને મજાક બનાવી દેવામાં આવ્યો છે.

Advertisement

ઓવૈસીએ મસ્જિદ કરારનું ભાન કરાવ્યું કોર્ટને

Advertisement

હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, "અલાહાબાદ હાઈકોર્ટે શાહી ઈદગાહ મસ્જિદનો સર્વે કરવાની પરવાનગી આપી છે." બાબરી મસ્જિદ કેસના ચુકાદા પછી મેં કહ્યું હતું કે આરએસએસની પાંખો વધારે ખુલશે. ઓવૈસીએ કહ્યું કે ઘણાં વર્ષો પહેલાં મથુરા વિવાદ મસ્જિદ સમિતિ અને ટેમ્પલ ટ્રસ્ટ વચ્ચે પરસ્પર સહમતિ દ્વારા ઉકેલ મેળવી લેવામાં આવ્યો હતો. કાશી, મથુરા કે લખનૌની મસ્જિદ હોય. આ તમામ મસ્જિદોને લઈને એક કરાર નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ તાજેતરમાં એક નવું સંગઠન વિવાદો ઉભા કરી રહ્યું છે.

ગીવ એન્ડ ટેકનો ઉપદેશ મુસ્લિમો માટે કેમ ?

તેમણે વધુમાં કહ્યું હતું કે, પ્લેસ ઓફ વર્શીપ એક્ટ હજુ પણ અમલમાં છે, પરંતુ આ સંગઠન દ્વારા કાયદા અને ન્યાયિક પ્રક્રિયાની મજાક બનાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી 9 જાન્યુઆરીએ થવાની હતી, તો એવી શું ઉતાવળ હતી કે સર્વે કરાવવાનો નિર્ણય આપવો પડ્યો.

ઓવૈસીએ કહ્યું કે જ્યારે એક પક્ષ મુસ્લિમોને સતત નિશાન બનાવવામાં રસ ધરાવે છે, તો કૃપા કરીને મુસ્લિમોને ગીવ એન્ડ ટેકનો ઉપદેશ ન આપો. જેનો હેતુ મુસ્લિમોના સન્માનને ઠેસ પહોંચાડવાનો છે.

આ પણ વાંચો: મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે સર્વેની મંજૂરી આપી

Tags :
Advertisement

.

×