Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારત સાથે સંબંધોમાં ખટાશ બાદ બાંગ્લાદેશ ચીનના શરણે, કરી આ માંગ

શેખ હસીનાના પ્રત્યાર્પણ મામલે ભારત સાથે વિવાદ વચ્ચે બાંગ્લાદેશની નજકીદી ચીન સાથે વધતી જઇ રહી છે. સોમવારે બાંગ્લાદેશના વિદેશ મંત્રી તૌહીદ હુસૈન ચીનની મુલાકાતે પહોંચ્યા હતા.
ભારત સાથે સંબંધોમાં ખટાશ બાદ બાંગ્લાદેશ ચીનના શરણે  કરી આ માંગ
Advertisement

ઢાકા : શેખ હસીનાના પ્રત્યાર્પણ મામલે ભારત સાથે વિવાદ વચ્ચે બાંગ્લાદેશની નજકીદી ચીન સાથે વધતી જઇ રહી છે. સોમવારે બાંગ્લાદેશના વિદેશ મંત્રી તૌહીદ હુસૈન ચીનની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ચીની વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન ચીનના શી જિનપિંગ સરકાર તરફથી બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારને મોટી રાહત પહોંચાડનારો એક નિર્ણય લેવામાં આવ્યો છે.

ચીની સરકારે લોનનો સમયગાળો વધાર્યો

ચીની સરકારના નિર્ણય અનુસાર બાંગ્લાદેશને અપાયેલા ચુકાદાની અવધી વધારી દેવામાં આવી છે. ચીનના શી જિનપિંગ સરકાર તરફથી બાંગ્લાદેશ લોન ચુકાવવા માટે 20 વર્ષના બદલે 30 વર્ષની મોહલત આપવામાં આવી છે. બીજી તરફ ચીન સરકાર તરફથી દેવાના વ્યાજ દરોને ઘટાડવા માટેનું વચન પણ આપવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો : મુખ્યમંત્રીએ કાંકરેજ બનાસકાંઠામાં રહેશે તેવુ આશ્વાસન આપ્યુ છે: કિર્તીસિંહ

Advertisement

બાંગ્લાદેશ માટે મહત્વપુર્ણ મુલાકાત

આ સાથે જ આ મુલાકાતમાં બંન્ને દેશો તરફથી ચીનના મહત્વકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ યોજના માટે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે આ બાબતે અધિકારીક નિવેદન પણ ઇશ્યું કર્યું છે.

વ્યાજદર ઘટાડીને 1 ટકા કરવા માંગ કરી

નિવેદનમાં જણાવાયું કે, તૌહીદ હુસૈને ચીન પાસેથી દેવાના વ્યાજ દરનો 2-3 ટકાથી ઘટાડીને 1 ટકા કરવા, કમિટમેન્ટ ફી માફ અને લોન ચુકવવાનો સમય 20 વર્ષથી વધીને 30 કરવાની અપીલ કરી હતી. દેવું ચુકવવામાં અમારુ ગત્ત સારો રેકોર્ડને જોતા ચીને અવધિને વધારવાની અપીલ સ્વીકાર કરી લીધો અને વ્યાજ દર ઘટાડવાનો પ્રયાસ કરવાનું વચન પણ આપ્યું હતું.

આ પણ વાંચો : Champions Trophyમાં ભારતની જર્સી પર લખાશે પાકિસ્તાન? BCCIનો આશ્ચર્યજનક નિર્ણય

તૌહીદ હુસૈન સાથે મળીને ચીની વિદેશ મંત્રીએ કહી વાત

બાંગ્લાદેશના વિદેશ મંત્રી સાથે મુલાકાત દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે, તેઓ બાંગ્લાદેશના આર્થિક અને સામાજિક વિકાસ માટે પોતાનું સમર્થન ચાલુ રાખવા માંગે છે. ચીનના વિદેશ મંત્રીએ કહ્યું કે, ચીન હંમેશા બાંગ્લાદેશની રાષ્ટ્રીય સ્વતંત્રતા, સંપ્રભુતા અને રાષ્ટ્રિય ગરીમાને જાળવી રાખવા માટેનું પોતાનું સમર્થન ચાલુ રાખશે. તેની સાથે જ વિકાસ કરવા માટે એક એવો રસ્તો શોધશે જે હાલની સ્થિતિ અનુસાર બાંગ્લાદેશના હિતમાં હોય.

ચીની વિદેશ મંત્રીએ આગળ કહ્યું કે, ચીની સરકાર પારંપરિક દોસ્તીને ચાલુ રાખવા, રણનીતિ સંવાદને મજબુત કરવા, વ્યવહારિક સહયોગને ગાઢ કરવા અને બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ યોજના સહિત અનેક વિકાસ યોજનાઓને સંયુક્ત રીતે પૂર્ણ કરવા માટે બાંગ્લાદેશની સાથે કામ કરવા માંગે છે.

આ પણ વાંચો : એક તરફ પુલ અને બીજી તરફ ટ્રેન… કેવી રીતે એક અફવાએ 11 લોકોના જીવ લીધા, પુષ્પક અકસ્માતની સંપૂર્ણ કહાની

બાંગ્લાદેશ પર છે ચીનનો કરજો

અત્રે ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશે વિકાસ યોજનાઓ માટે ચીનથી પીબીસી અને જીસીએલ એગ્રીમેન્ટ અંતર્ગત લોન લીધી છે. અત્યાર સુધી કોન્ટ્રાક્ટ અનુસાર બાંગ્લાદેશ પાસે તેને ચુકવવા માટે 20 વર્ષનો સમય હતો અને 5 વર્ષનો ગ્રેસ પીરિયડ હતો.

બાંગ્લાદેશને ચીને જે લોન જીસીએલ એગ્રીમેન્ટ અંતર્ગત આપી હતી, તેના વ્યાજ દર 2 ટકા છે અને જે દેવું પીબીસી એગ્રીમેન્ટ અંતર્ગત આપ્યું છે, તેનો વ્યાજદર 3 ટકા છે. ઇકોનોમિક રિલેશન્સ ડિવિઝન અનુસાર બાંગ્લાદેશની માથે ચીનનો 5.57 ખબર ડોલરનું ભારે દેવું છે. તે બાંગ્લાદેશ પર રહેલા કૂલ દેવાના 9 ટકા છે. સાથે જ ચીન તેવો ચોથો દેશ છે જેમાં અત્યાર સુધી બાંગ્લાદેશનો સૌથી વધારે દેવું છે.

આ પણ વાંચો : ED પર હાઇકોર્ટ લાલઘુમ ફટકાર્યો 1 લાખનો દંડ, તમે સોપારી કિલરની જેમ કામ કરશો!

Tags :
Advertisement

.

×