Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amit Shah : કેન્દ્રિય ગૃહ મંત્રીનો આદેશ, દરેક રાજ્યમાંથી પાકિસ્તાની નાગરિકોને ઓળખીને પરત મોકલો

ભારતના દરેક રાજ્યના મુખ્યમંત્રીઓને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) એ કડક આદેશ આપ્યા છે કે, દરેક રાજ્યમાંથી પાકિસ્તાની નાગરિકો (Pakistani citizens) ને ઓળખો, શોધો અને પાકિસ્તાન પરત મોકલો. વાંચો વિગતવાર.
amit shah   કેન્દ્રિય ગૃહ મંત્રીનો આદેશ  દરેક રાજ્યમાંથી પાકિસ્તાની નાગરિકોને ઓળખીને પરત મોકલો
Advertisement
  • કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah નો દરેક રાજ્યના મુખ્યમંત્રીઓને કડક આદેશ
  • દરેક રાજ્યમાંથી Pakistani citizens ને ઓળખો, શોધો અને પતર મોકલો
  • સિંધુ જળ સંધિ મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah ના નિવાસ સ્થાને અગત્યની બેઠક

Amit Shah : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ભારતે જડબાતોડ જવાબ આપવાનું નક્કી કર્યુ છે. જે અંતર્ગત સિંધ જળ સંધિ કરાર રદ, અટારી બોર્ડર બંધ, પાકિસ્તાનીઓના વિઝા રદ વગેરે જેવા આકરા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ શ્રેણીમાં વધુ એક આકરો નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah એ ભારતના દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓને કડક આદેશ કર્યો છે કે, દરેક રાજ્યમાંથી Pakistani citizens ને ઓળખો, શોધો અને પાકિસ્તાન પરત મોકલો.

દરેક રાજ્યના મુખ્યમંત્રીને કડક આદેશ

કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah એ દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓને તેમના રાજ્યોમાં Pakistani citizens ની ઓળખ કરીને તેમને પાછા મોકલવા જણાવ્યું છે. ગૃહ મંત્રી શાહે શુક્રવારે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી અને તેમને તેમના રાજ્યોમાં રહેલા તમામ Pakistani citizens ની ઓળખ કરવા કહ્યું હતું. આ સાથે તેમણે એ પણ સુનિશ્ચિત કરવા કહ્યું કે તમામ પાકિસ્તાની નાગરિકોને તેમના દેશમાં પાછા મોકલવામાં આવે.

Advertisement

આ પણ વાંચોઃ  Pahalgam Terrorist Attack : દિલ્હીના જામા મસ્જિદથી પાકિસ્તાનને જવાબ

Advertisement

સિંધુ જળ સંધિ મુદ્દે બેઠક

કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah ના નિવાસસ્થાને સિંધુ જળ સંધિ (Indus Water Treaty) પર એક બેઠક પણ યોજશે. ગૃહ મંત્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટિલ ઉપરાંત, અન્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓ આ બેઠકમાં હાજરી આપશે. ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરવા અંગે પાકિસ્તાનને લેખિતમાં ઔપચારિક રીતે જાણ કરી છે. ભારતે સંધિમાં સુધારા માટે નોટિસ જારી કરી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકારે Pakistan Govt. ને સંધિમાં સુધારો કરવા માટે નોટિસ આપી છે. નોટિસ અનુસાર સંધિના ઘણા મૂળભૂત પાસાઓ બદલાઈ ગયા છે અને તેના પર પુનર્વિચારની જરૂર છે.

ભારતે પાકિસ્તાનને શું કહ્યું ?

ભારતે તેના પત્રમાં જણાવ્યું હતું કે સંધિમાં ઉલ્લેખિત વસ્તી પરિવર્તન, સ્વચ્છ ઉર્જાના વિકાસ અને પાણી વિતરણ સંબંધિત વિવિધ પરિબળો બદલાયા છે. ભારતે કહ્યું છે કે કોઈપણ સંધિનો અમલ સદ્ભાવનાથી થવો જોઈએ, પરંતુ પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારતે પાકિસ્તાન સરકારને નોટિસ મોકલીને સંધિની કલમ XII (3) હેઠળ સિંધુ જળ સંધિ, 1960 (સંધિ) માં સુધારો કરવાની માંગ કરી છે. પત્રમાં જણાવાયું છે કે સંધિના અમલ પછી પરિસ્થિતિઓમાં મૂળભૂત ફેરફારો માટે સંધિના વિવિધ લેખો હેઠળ જવાબદારીઓનું પુનર્મૂલ્યાંકન જરૂરી છે.

આ પણ વાંચોઃ Air India અને Indigo ના ભાડા વધી શકે છે, પાકિસ્તાન એરસ્પેસ બંધ, ટ્રાવેલ એડવાઇઝરી જારી

Tags :
Advertisement

.

×