India Pakistan:પાક.હાઈ કમિશનના એક અધિકારીને 24 કલાકમાં દેશ છોડવા આદેશ!
- ભારત સરકારની પાક સામે વધુ કાર્યવાહી
- એક પાક .અધિકારીને 'પર્સોના નોન ગ્રેટા' જાહેર
- દેશ છોડવાનો આદેશ આપ્યો
India Pakistan: ભારત સરકારે પાકિસ્તાન હાઈ કમિશનમાં (Pakistan High Commission)કામ કરતા વધુ એક પાકિસ્તાની અધિકારીને 'પર્સોના નોન ગ્રેટા' જાહેર કરીને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આ અધિકારી પર ભારતમાં તેમના સત્તાવાર દરજ્જા મુજબ વર્તન ન કરવાનો આરોપ છે. સરકારી આદેશ મુજબ, અધિકારીને 24 કલાકની અંદર ભારત છોડવાનું કહેવામાં આવ્યું છે.
બંને દેશો વચ્ચેના સંબંધો પહેલાથી જ તણાવપૂર્ણ
ભારત સરકારે આ પગલું એવા સમયે લીધું છે જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધો પહેલાથી જ તણાવપૂર્ણ છે. બુધવારે પાકિસ્તાન હાઈ કમિશનના ચાર્જ ડી'અફેર્સને બોલાવવામાં આવ્યા હતા અને એક ડિમાર્ચ (રાજદ્વારી વિરોધ પત્ર) સોંપવામાં આવ્યો હતો. તેમાં સ્પષ્ટ સૂચનાઓ આપી હતી કે, ભારતમાં તૈનાત કોઈપણ પાકિસ્તાની રાજદ્વારી કે અધિકારી પોતાના વિશેષાધિકારો અને દરજ્જાનો દુરુપયોગ ન કરે.
આ પણ વાંચો -India Anti Naxal Operation: સાડાત્રણ દાયકાથી પોલીસના નાકે દમ લાવનારો નક્સલી ઠાર ?
રાજદ્વારી સ્તરે ગંભીર પ્રતિક્રિયા માનવામાં આવી
જણાવી દઈએ કે, 'પર્સોના નોન ગ્રેટા' એવી પરિસ્થિતિ છે જેમાં કોઈપણ વિદેશી રાજદ્વારીને અનિચ્છનીય જાહેર કરવામાં આવે છે, જેમાં તેને તાત્કાલિક યજમાન દેશ છોડવાનું કહેવામાં આવે છે. રાજદ્વારી સ્તરે આ ખૂબ જ કડક અને ગંભીર પ્રતિક્રિયા માનવામાં આવે છે.
આ પણ વાંચો -Drone activity : કોલકાતાના આકાશમાં રહસ્યમય ડ્રોન! સુરક્ષા એજન્સીઓ ચિંતિત
પાકિસ્તાની અધિકારીને અનિચ્છનીય જાહેર કરાયા
મોદી સરકારે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનમાં કામ કરતા એક અધિકારીને 'પર્સોના નોન ગ્રેટા' (અનિચ્છનીય વ્યક્તિ) જાહેર કર્યા છે. પાકિસ્તાની અધિકારી પર આરોપ છે કે તે તેમના સત્તાવાર દરજ્જા માટે અયોગ્ય પ્રવૃત્તિઓમાં સામેલ છે અને તેમને આગામી 24 કલાકમાં દેશ છોડી દેવાનું કહેવામાં આવ્યું છે.
પર્સોના નોન ગ્રેટા શું છે?
'પર્સોના નોન ગ્રેટા' એ લેટિન વાક્ય છે જેનો અર્થ 'અનિચ્છનીય વ્યક્તિ' અથવા 'સ્વાગત નથી' થાય છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે રાજદ્વારીઓ અને સરકારી અધિકારીઓના સંબંધમાં થાય છે, જ્યારે એક દેશ બીજા દેશના રાજદ્વારી અધિકારીને તેના દેશમાં પર્સોના નોન ગ્રેટા જાહેર કરે છે. 'પર્સોના નોન ગ્રેટા' એવી પરિસ્થિતિ છે જેમાં કોઈપણ વિદેશી રાજદ્વારીને અનિચ્છનીય જાહેર કરવામાં આવે છે, જેમાં તેને તાત્કાલિક યજમાન દેશ છોડવાનું કહેવામાં આવે છે. રાજદ્વારી સ્તરે આ ખૂબ જ કડક અને ગંભીર પ્રતિક્રિયા માનવામાં આવે છે. જોકે, આ પહેલો કિસ્સો નથી, આ પહેલા 13 મેના રોજ પણ ભારતે એક પાકિસ્તાની અધિકારીને દેશ છોડવાનો આદેશ આપ્યો હતો.