મને મારી પત્નીને જોયા કરવાનું ખુબ જ પસંદ છે, કામ કલાકના આધારે નહીં આઉટપુટના આધારે ચાલે છે
- માણસ વાંચશે નહી વિચારશે નહી પ્રેમ કરશે નહી માત્ર કામ જ કરશે?
- કોઇ પણ વ્યક્તિનું કામ કલાકના આધારે નહી આઉટપુટના આધારે
- મારી પત્નીને કલાકો સુધી જોતી રહેવી મને ખુબ જ પસંદ છે
નવી દિલ્હી : એક કાર્યક્રમમાં આનંદ મહિન્દ્રાએ કહ્યું કે, આ વિવાદ ખોટી દિશામાં જઇ રહ્યો છે. અહીં કલાકોની ગણતરી ન થવી જોઇએ. પરંતુ કામનું આઉટપુટ આપવું જોઇએ. પછી તે 40 કલાક હોય કે 90 કલાક હોય. સવાલ છે કે, તમારુ આઉટપુટ કેટલું છે? જો તમે ઘર પરિવાર કે મિત્રોની સાથે સમય નથી વિતાવી રહ્યા, વાંચી નથી રહ્યા કે કંઇ વિચારી નથી રહ્યા તો પછી તમે સાચા નિર્ણયો કઇ રીતે લેશો?
અઠવાડીયામાં 90 કલાક કામની કરી હતી વાત
લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન એસએન સુબ્રહ્મણ્યને અઠવાડીયામાં 90 કામ કરવાનાં નિવેદન પર હાલ વિવાદ ખુબ જ વકરી ચુક્યો છે. સુબ્રહ્મણ્યને હાલમાં જ પોતાના કર્મચારીઓ સાથે ઓનલાઇન વાતચીત માટેની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, જો શક્ય હોય તો કંપની તમને રવિવારે પણ કામ કરાવતી હોત.
આ પણ વાંચો : Ahmedabad: શહેરમાં લુખ્ખા તત્વોએ ફરી બન્યા બેફામ, સરાજાહેર મચાવ્યો આતંક
આનંદ મહિન્દ્રાએ કહ્યું કલાકોના આધારે નહી આઉટપુટના આધારે કામ
સુબ્રહમણ્યને આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર નારાજગી જોવા મળી હતી. બીજી તરફ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પોતાનું મંતવ્ય આપીને મામલો ગરમાવી દીધો છે. તેમણે કામની ગુણવત્તાને પ્રાથમિકતા આપવાની વાત કરી અને કહ્યું કે, કલાકો અનુસાર નહીં પરંતુ આઉટપુટ અનુસાર કામ કરવું જોઇએ. આઉટપુટ પર ધ્યાન આપવું જોઇએ.
કલાકો કરતા આઉટપુટ વધારે મહત્વનું
એક કાર્યક્રમમાં આનંદ મહિન્દ્રાએ કહ્યું કે, આ વિવાદ ખોટી દિશામાં જઇ રહ્યો છે. કલાકોની ગણતરી નહીં પરંતુ કામના આઉટપુટના આધારે ગણતરી થવી જોઇએ. પછી તે 40 કલાક હોય કે 90 કલાક તમે આઉટપુટ શું આપો છો તે મહત્વનું છે. જો તમે ઘર પરિવાર કે મિત્રો સાથે સમય નથી વિતાવી રહ્યા, વાંચી નથી રહ્યા, વિચારી નથી રહ્યા તો યોગ્ય નિર્ણય કઇ રીતે લઇ શક્શો? સારુ જીવન અને સાચા નિર્ણય લેવા માટે જ સંતુલિત જીવન ખુબ જ જરૂરી છ. તમે હંમેશા એક જ સુરંગમાં રહી શકતા નથી.
આ પણ વાંચો : Bhavnagar: કળસાર સદભાવના હોસ્પિટલમાં ડૉક્ટરની બેદરકારીના કારણે મહિલાનું મોત, મામલો પોલીસ મથકે
મારી પત્ની ખુબ જ સુંદર તેને જોતી રહેવી મને ગમે છે
મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર પોતાની સક્રિયતાના સવાલમાં કહ્યું કે, મને ઘણી વાર પુછવામાં આવે છે કે, હું સોશિયલ મીડિયા પર કેટલો સમય પસાર કરુ છું. હું લોકોને કહીશ કે હું X અથવા સોશિયલ મીડિયા પર એટલા માટે નથી કે હું એકલો છું. મારી પત્ની સારી છે, મને તેને જોયા કરવામાં ખુબ જ આનંદ આવે છે. હું અહી મિત્રો બનાવવા માટે નહીં પરંતુ સોશિયલ મીડિયાને એક બિઝનેસ ટુલ તરીકે ઉપયોગ કરવા માટે આવ્યો છું.
સુબ્રહ્મણ્યનના નિવેદનથી હોબાળો
અગાઉ એલએન્ડટીના ચેરમેન સુબ્રહણ્યને પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તમે ઘરે બેસીને શું કરશો? ક્યાં સુધી પોતાની પત્નીને જોતા રહેશો પત્નીઓ પોતાના પતિઓને ક્યાં સુધી જોયા કરશે. ઓફીસ પહોંચો અને કામ શરૂ કરો. તેમના આ નિવેદન બાદ ભારે વિવાદ થયો હતો. અનેક નેતાઓથી માંડીને અધિકારીઓએ પણ સમગ્ર મામલે નારાજગી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : Gujarat: અરવલ્લી જિલ્લામાં ખાખી ફરી એકવાર શર્મસાર થઇ


