Andhra Pradesh : ત્રીજા બાળક પર 50 હજાર ઇનામ, છોકરો હશે તો ગાય પણ મળશે; આ રાજ્યે આપી લોકોને ઓફર
- ચંદ્રબાબુ નાયડુની વધુ બાળકો પેદા કરવાની હિમાયત
- નાયડુએ ઘટતી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી
- ડિલિવરી સમયે મહિલા કર્મચારીઓ માટે પ્રસૂતિ રજા
Offer to people of Andhra Pradesh : આંધ્રપ્રદેશમાં વસ્તી વધારવા માટે રાજ્યના મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુની વધુ બાળકો પેદા કરવાની હિમાયત વચ્ચે પાર્ટીના એક સાંસદે મોટી જાહેરાત કરી છે.
આંધ્રપ્રદેશના વિજયનગરમ લોકસભા બેઠકના ટીડીપી સાંસદ કાલિસેટ્ટી અપ્પલા નાયડુએ જાહેરાત કરી કે, ત્રીજા બાળકને જન્મ આપનારી દરેક મહિલાને 50,000 રૂપિયા આપવામાં આવશે. આ સાથે, તેમણે ઓફર આપી કે, જે સ્ત્રી છોકરાને જન્મ આપશે તેને ગાય પણ ભેટમાં આપવામાં આવશે.
Andhra: TDP MP Kalisetti Appalanaidu offers incentives for third child; Rs 50,000 for girl, cow for boy
Read @ANI Story | https://t.co/EeISyPxybf#Andhra #KalisettiAppalanaidu #ThirdChild #CowForBoy #Rs50000ForGirl pic.twitter.com/wW2XR9Eq8f
— ANI Digital (@ani_digital) March 9, 2025
પોતાના પગારમાંથી મહિલાઓને રોકડ પુરસ્કાર આપશે
ટીડીપી સાંસદે કહ્યું કે તે મહિલાઓને તેમના પગારમાંથી રોકડ પુરસ્કાર આપશે. અપ્પલા નાયડુનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. ટીડીપીના નેતાઓ અને કાર્યકરો નાયડુનો આ વીડિયો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કરી રહ્યા છે. ટીડીપી નેતાઓના મતે નાયડુનું આ નિવેદન આંધ્રપ્રદેશની વસ્તી વૃદ્ધિમાં ક્રાંતિકારી પગલું સાબિત થશે. મુખ્યમંત્રી ચંદ્રાબાબુએ પણ પોતાના સાંસદના નિવેદનની પ્રશંસા કરી છે. ટીડીપી સાંસદ કાલિસેટ્ટી અપ્પલા નાયડુએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર વિજયનગરમના રાજીવ સ્પોર્ટ્સ કમ્પાઉન્ડમાં આયોજિત એક બેઠક દરમિયાન આ જાહેરાત કરી હતી.
આ પણ વાંચો : Himachal Pradesh : મંડીનો ત્સેચુ મેળો પ્રવાસીઓ માટે બન્યો આકર્ષણનુ કેન્દ્ર , લામા નૃત્ય છે મુખ્ય આકર્ષણ
નાયડુએ ઘટતી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી
તાજેતરમાં દિલ્હીની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દક્ષિણ ભારતમાં ઘટતી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વૃદ્ધ થતી વસ્તીને લઈને આવનારા પડકારોનો ઉલ્લેખ કર્યો. નાયડુએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં યુવા વસ્તી છે. તેમણે વસ્તી નિયંત્રણ કરતાં લાંબા ગાળાના વસ્તી વિષયક વ્યવસ્થાપનની જરૂરિયાત પર ભાર મૂક્યો.
ડિલિવરી સમયે મહિલા કર્મચારીઓ માટે પ્રસૂતિ રજા
આંધ્રના મુખ્યમંત્રીએ કહ્યું, 'હું પહેલા પરિવાર નિયોજનની હિમાયત કરતો હતો. હવે હું મારા વિચારો બદલી રહ્યો છું અને વસ્તી વધારવાની તરફેણમાં છું. ભારત એવો દેશ છે કે જે ડેમોગ્રાફિક ડિવિડન્ડમાં સૌથી વધુ ફાયદો ધરાવે છે. જો આપણે ભવિષ્ય માટે તેનું વધુ સારી રીતે સંચાલન કરીશું, તો ભારત અને ભારતીયો મહાન રહેશે. વૈશ્વિક સમુદાયો વૈશ્વિક સેવાઓ માટે ભારતીયો પર નિર્ભર છે.
આ ઉપરાંત, ચંદ્રબાબુ નાયડુએ શનિવારે જાહેરાત કરી હતી કે તમામ મહિલા કર્મચારીઓને ડિલિવરી સમયે પ્રસૂતિ રજા આપવામાં આવશે, પછી ભલે તેમના કેટલા પણ બાળકો હોય.
આ પણ વાંચો : PM Modi જશે મોરેશિયસ, રાષ્ટ્રીય દિવસ સમારોહમાં બનશે ચીફ ગેસ્ટ


