ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Air India ની વધુ એક ફ્લાઈટમાં સર્જાઇ ટેક્નિકલ ખામી

Air India Flight : અમદાવાદમાં ભીષણ વિમાન દુર્ઘટના બાદ સતત એર ઈન્ડિયાના વિમાનોમાં ટેક્નિકલ ખામી જણાતી હોવાના કારણે ફ્લાઈટમાં મોડું થવું અને ફ્લાઈટ કેન્સલ થવાના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે આજે સોમવારે (16 જૂન) ફરી એક વખત એર ઈન્ડિયા...
09:35 PM Jun 16, 2025 IST | Hiren Dave
Air India Flight : અમદાવાદમાં ભીષણ વિમાન દુર્ઘટના બાદ સતત એર ઈન્ડિયાના વિમાનોમાં ટેક્નિકલ ખામી જણાતી હોવાના કારણે ફ્લાઈટમાં મોડું થવું અને ફ્લાઈટ કેન્સલ થવાના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે આજે સોમવારે (16 જૂન) ફરી એક વખત એર ઈન્ડિયા...
Ranchi

Air India Flight : અમદાવાદમાં ભીષણ વિમાન દુર્ઘટના બાદ સતત એર ઈન્ડિયાના વિમાનોમાં ટેક્નિકલ ખામી જણાતી હોવાના કારણે ફ્લાઈટમાં મોડું થવું અને ફ્લાઈટ કેન્સલ થવાના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે આજે સોમવારે (16 જૂન) ફરી એક વખત એર ઈન્ડિયા એક્સપ્રેસની એકની ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. જે દિલ્હીથી રાંચી જઈ રહ્યું હતું. આ દરમિયાન વિમાનને રાંચી એરપોર્ટ પર લેન્ડ કરવાનું હતું. જોકે, ફરી તેને દિલ્હી લઈ જવામાં આવ્યું છે.

ટેક્નિકલ કારણોસર ડાયવર્ટ  કરાઇ

મળતી માહિતી મુજબ, દિલ્હીથી રાંચી જતી ફ્લાઇટ IX 1113 ને ટેક્નિકલ કારણોસર ડાયવર્ટ કરવામાં આવી છે. પ્લેન દિલ્હીથી 4:25 વાગ્યે ઉડાન ભર્યા બાદ 6:20 વાગ્યે રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર ઉતરવાનું હતું. જોકે, ટેક્નિકલ કારણોસર વિમાનને દિલ્હી તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું છે.

આ પણ  વાંચો -Mumbai ની 2 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી!

કાનપુર નજીક ટેકનિકલ ખામી સર્જાઈ

એવું કહેવામાં આવી રહ્યું છે કે એર ઈન્ડિયાની ફ્લાઈટે દિલ્હી એરપોર્ટથી રાંચી માટે ઉડાન ભરી હતી. આ દરમિયાન કાનપુર નજીક ફ્લાઈટમાં કેટલીક ટેકનિકલ ખામી અનુભવાઈ હતી. આ પછી, ફ્લાઈટના પાઈલટે ઓથોરિટી સાથે વાત કરી અને મુસાફરોને આ અંગે જાણ કરવામાં આવી. કહેવામાં આવી રહ્યું છે કે આ પછી મુસાફરોમાં હોબાળો મચી ગયો. ક્રૂ મેમ્બર્સે કોઈક રીતે મુસાફરોને સંભાળ્યા અને તેમને શાંત પાડ્યા.

આ પણ  વાંચો -Haryana: મોડલ શીતલનો મૃતદેહ સોનીપતથી મળ્યો, મોતનું ઘુંટાતુ રહસ્ય

બોઈંગ પ્લેન હોંગકોંગ પાછું મોકલવામાં આવ્યું

સોમવારે, હોંગકોંગથી દિલ્હી આવી રહેલા બોઈંગ પ્લેનને દિલ્હી આવવાને બદલે હોંગકોંગ પાછું મોકલી દેવામાં આવ્યું હતું જ્યાં તે સુરક્ષિત રીતે ઉતર્યું હતું. અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ, એર ઈન્ડિયાના વિમાનોમાં ટેકનિકલ ખામીની સમસ્યા સતત આવી રહી છે.

Tags :
Ahmedabad Plane crashAir India flightDelhiDelhi NewsRanchiranchi news
Next Article