PM મોદીની ઝેરોક્ષ કોપી છે અરવિંદ કેજરીવાલ, બંન્ને ખોટા વચનો અને દાવાઓ કરે છે
- ઇન્ડિયાના ઘટક દળોના એક બીજા પર પ્રહારો
- રાહુલ ગાંધીએ સભા સંબોધીને દિલ્હી ચૂંટણીના શ્રીગણેશ કર્યા
- કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છો
Delhi Assembly Elections 2025: રાહુલ ગાંધીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પોતાની પહેલી જનસભા સંબોધિ હતી. જેમાં તેમણે વચન આપ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસની સરકાર બનશે તો તેઓ જાતીગત વસ્તીગણતરી કરાવશે.
Delhi Assembly Elections 2025:લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, બંન્ને ખોટા દાવાઓ કરે છે. અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન મોદીની જેમ જ પ્રચાર પ્રસાર કરે છે અને ખોટા વચનો આપે છે.
આ પણ વાંચો : માર્ક ઝુકરબર્ગનો મોટો દાવો 2024 માં મોદી સરકાર હારી હતી, અશ્વિની વૈષ્ણવ આવ્યા બચાવમાં
રાહુલ ગાંધીએ દિલ્હી વિધાનસભાના શ્રીગણેશ કર્યા
રાહુલ ગાંધીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પોતાની પહેલી જનસભાને સંબોધિત કરવાનું વચન આપ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસની સરકાર બનશે તો જાતીગત વસ્તીગણતરી કરવામાં આવશે. રાહુલ ગાંધીએ કેજરીવાલની અનામતની સીમા વધારવા અને જાતિગત વસ્તીગણતરીના વિષય અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે પડકાર ફેંક્યો હતો.
દિલ્હીના સીલમપુરમાં હતી જનસભા
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંન્ને વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના ઘટ છે. દિલ્હીના સીલમપુર વિસ્તારમાં આયોજિત જનસભામાં કોંગ્રેસ નેતાએ તેમ પણ કહ્યું કે, કોઇ પણ જાતિ અને ધર્મના વ્યક્તિની વિરુદ્ધ હિંસા થશે તો તેઓ તેની સાથે ઉભેલા હશે.
આ પણ વાંચો : Japan ના ક્યૂસૂમાં આવ્યો 6.9 તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામી માટે એલર્ટ જાહેર
મોદી-કેજરીવાલ એકબીજાની કાર્બન કોપી સમાન છે
રાહુલ ગાંધીએ અરવિંદ કેજરીવાલને પડકાર ફેંકતા કહ્યું કે, કેજરીવાલ જાહેર રીતે અનામતની સીમા વધારવા અને જાતીગત વસ્તીગણતરી અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરે. દિલ્હીમાં અમારી સરકાર આવશે તો અમે વસ્તીગણતરી જરૂર કરાવીશું. આ ક્રાંતિકારી કામ હશે. દેશમાં સરકાર આવશે તો દેશમાં પણ આમ કામ કરશું. જે પ્રકારે નરેન્દ્ર મોદી ખોટા વચનો, ખોટા દાવાઓ કરે છે અને તેમની જે રણનીતિ હોય છે. કેજરીવાલ પણ આવી જ રણનીતી પર કામ કરે છે. મોદી અને કેજરીવાલમાં કોઇ જ ફરક નથી. કેજરીવાલે દિલ્હીને પેરિસ બનાવવા અને ભ્રષ્ટાચાર ખતમ કરવાના વચનો આપ્યા હતા પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા છે.
આ પણ વાંચો : Gondal: 6 લાખની મુદ્દલ સામે 28 લાખનું વ્યાજ ચૂકવ્યું છતાં વ્યાજખોર આપતો હતો ધમકી, પોલીસે કરી ધરપકડ


