હિમાચલમાં ભાંગની ખેતીને મંજૂરી, જાણો કેબિનેટના નિર્ણયની મુખ્ય બાબતો
- હિમાચલ પ્રદેશમાં ભાંગની ખેતીને મંજૂરી
- રોહરુ ડિગ્રી કોલેજનું નામ બદલીને રાજા વીરભદ્ર સિંહ સરકારી ડિગ્રી કોલેજ કરવાનો નિર્ણય
- વીરભદ્ર સિંહ ચાર વખત હિમાચલના મુખ્યમંત્રી બન્યા હતા
Cannabis cultivation in Himachal : હિમાચલ પ્રદેશની સુખવિંદર સિંહ સુખુ સરકારે શુક્રવારે (24 જાન્યુઆરી) એક મોટો નિર્ણય લીધો છે. મંત્રીમંડળે સૈદ્ધાંતિક રીતે ભાંગની ખેતીને મંજૂરી આપી છે. ઉપરાંત, રોહરુ ડિગ્રી કોલેજનું નામ બદલીને રાજા વીરભદ્ર સિંહ સરકારી ડિગ્રી કોલેજ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રી હર્ષવર્ધન ચૌહાણે આ નિર્ણય વિશે પ્રેસને માહિતી આપી છે.
Dharamshala, Himachal Pradesh: CM Sukhvinder Singh Sukhu-led Himachal Pradesh government has given in-principle approval for hemp cultivation in a cabinet meeting. Minister Harshwardhan Chauhan briefed the press about this decision pic.twitter.com/URg8W2bFEK
— IANS (@ians_india) January 24, 2025
હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહનું 27 ડિસેમ્બર 2017 ના રોજ અવસાન થયું હતુ. તેમના પુત્ર વિક્રમાદિત્ય સિંહ હાલમાં સુખુ કેબિનેટમાં મંત્રી છે. સિંહના પત્ની હિમાચલ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ છે. વીરભદ્ર સિંહ ચાર વખત હિમાચલના મુખ્યમંત્રી બન્યા હતા.
સિંહ પરિવાર સીએમ સુખુથી નારાજ
થોડા સમય પહેલા જ્યારે સિંહ પરિવાર સીએમ સુખુથી નારાજ થયો હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે, વીરભદ્ર સિંહને યોગ્ય સન્માન મળ્યું નથી. વિક્રમાદિત્ય સિંહે તેમના પિતાના સ્મારક માટે જમીનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો, ત્યારબાદ હાઇકમાન્ડના હસ્તક્ષેપ બાદ, બંને વચ્ચે સમજૂતી થઈ.
કેબિનેટના નિર્ણયની મુખ્ય બાબતો
કેબિનેટે હિમાચલ પ્રદેશમાં હોમ સ્ટે નીતિને પણ મંજૂરી આપી છે. કુલ્લુ જિલ્લાના ટાંડીમાં આગમાં નાશ પામેલા ઘરોને 7 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આંશિક રીતે બળી ગયેલા ઘર માટે 1 લાખ રૂપિયા અને ગૌશાળા માટે 50 હજાર રૂપિયા આપવાની મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચો : મત ખરીદનારા ભાજપને મત ન આપશો! અરવિંદ કેજરીવાલે આપ્યું મોટું નિવેદન
બસ, બોલેરો અને બાઇક ખરીદવાની મંજૂરી
મંત્રીમંડળે 24 નવી VS6 વોલ્વો બસો ખરીદવાની મંજૂરી આપી છે. સુખુ સરકારે પીડબ્લ્યુડી વિભાગ માટે 50 બોલેરો વાહનો ખરીદવાની મંજૂરી આપી છે. આ સાથે, એક્સાઇઝ વિભાગમાં ફિલ્ડ ઇન્સ્પેક્ટરો માટે 100 બાઇક ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે.
રોબોટિક સર્જરી માટે મશીનો ખરીદવામાં આવશે
આ સાથે, સરકારે IGMC હોસ્પિટલ, TMC અને ચમિયાણામાં રોબોટિક સર્જરી માટે મશીનો ખરીદવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત, મત્સ્યઉદ્યોગ વિભાગમાં 28 જગ્યાઓ અને બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરની 9 જગ્યાઓ ભરવાની મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચો : મધ્યપ્રદેશના આ 17 ધાર્મિક સ્થળોએ દારૂ પર પ્રતિબંધ, સીએમ યાદવે કરી જાહેરાત


