અતુલ સુભાષની પત્ની નિકિતા સિંઘાનિયા સહિત પરિવારને મળ્યા જામીન
- અતુલ સુભાષે વીડિયો બનાવીને કરી હતી આત્મહત્યા
- પત્ની, તેના ભાઇ અને સાસુ પર લગાવ્યા હતા ગંભીર આક્ષેપ
- બેંગ્લુરૂ કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓને જામીન આપવામાં આવ્યા
નવી દિલ્હી : બેંગ્લુરૂના AI એન્જીનિયર અતુલ સુભાષ કેસમાં ધરપકડ કરીને તેની પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા અને સાળા અનુરાગ સિંઘાનિયાને સિટી સિવિલ કોર્ટે જામીન આપી દીધા છે. આ ત્રણેયને પોલીસે પ્રયાગરાજ અને ગુરૂગ્રામથી ધરપકડ કરી હતી.
નિકિતા સિંઘાનિયાના પરિવારને જામીન
બેંગ્લુરૂના એઆઇ એન્જિનિયર અતુલ સુભાષ કેસમાં ધપકડ તેની પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા અને સાળા અનુરાગ સિંઘાનિયાને સિટી સિવિલ કોર્ટે જામીન આપી દીધા છે. આ ત્રણમાં નિકિતાને પોલીસે ગુરૂગ્રામ અને તેના માં-ભાઇને પ્રયાગરાજથી ધરપકડ કરી હતી. નિકિતા અને તેના પરિવાર પર અતુલે પ્રતાડિત કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલે પોતાના મોતની પહેલા અતુલે 27 પેજની સુસાઇડ નોટ લખી હતી. આ સાથે જ એક વીડિયો પણ બનાવ્યો હતો.
આ પણ વાંચો : Jamnagar: શહેરના ગેરકાયદેસર બાંધકામ પર ફરી વળ્યું બુલડોઝર
બેંગ્લુરૂ કોર્ટ દ્વારા સમગ્ર પરિવારના જામીન મંજૂર કરાયા
બેંગ્લુરૂ કોર્ટના આદેશ બાદ નિકિતા, નિશા અને અનુરાગ સિંઘાનિયાને ન્યાયીક હિરાસતમાં મોકલી દીધા હતા. ત્યાર બાદ તેમણે પોતાના વકીલ દ્વારા કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. બેંગુલુરૂ પોલીસે તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108, 3(5) હેઠળ કેસ દાખલ કર્યો છે.આ બંન્ને કલમો હેઠળ 10 વર્ષ સુધીની સજા સમગ્ર પરિવારને થઇ શકે છે.
મહિલાલક્ષી કાયદામાં ફેરફારની ઉઠી હતી માંગ
અત્રે ઉલ્લેખનીય છે કે, અતુલ સુભાષની આત્મહત્યા સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની હતી. જે પ્રકારે મહિલાઓ વિવિધ કાયદાઓના દુરૂપયોગ કરે છે તેના અંગે ફરી એકવાર ચર્ચાઓ ચાલુ થઇ હતી. ત્યાર બાદ મહિલાઓ દ્વારા ઉત્પીડનના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. પત્ની પીડિત પુરૂષો દ્વારા આ કાયદો બદલવામાં આવે અથવા તો હળવા કરવામાં આવે તેવી માંગણીઓ પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે Khel Mahakumbh 3.0 નો આજથી પ્રારંભ, 71 લાખ ખેલાડીઓ મેદાનમાં બતાવશે જોમ


