Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bengaluru : RCB,ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની અને કર્ણાટક ક્રિકેટ બોર્ડ સામે નોંધાઈ FIR

Bengaluru Stampede : બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બુધવારે થયેલી ભાગદોડના (Bengaluru Stampede)કેસમાં પોલીસે આઈપીએલ ટીમ આરસીબી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ RCB,ઈવેન્ટ કંપની DNA નેટવર્ક્સ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન સામે ગંભીર કલમો હેઠળ...
bengaluru   rcb ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની અને કર્ણાટક ક્રિકેટ બોર્ડ સામે નોંધાઈ fir
Advertisement

Bengaluru Stampede : બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બુધવારે થયેલી ભાગદોડના (Bengaluru Stampede)કેસમાં પોલીસે આઈપીએલ ટીમ આરસીબી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ RCB,ઈવેન્ટ કંપની DNA નેટવર્ક્સ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન સામે ગંભીર કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે.

પોલીસે ગંભીર કલમો હેઠળ FIR  નોંધી

પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 105 (હત્યા નહીં પરંતુ હત્યા દ્વારા અપરાધ), કલમ 125(12) (અન્ય લોકોના જીવન અથવા વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકવી), કલમ 142 (ગેરકાયદેસર રીતે ભેગા કરવાં), કલમ 121 (અપરાધમાં ઉશ્કેરવાની વૃત્તિ) અને કલમ 190 (ગેરકાયદેસર રીતે ભેગા થયેલા સભ્ય દ્વારા કરવામાં આવેલા ગુનાઓ માટે જવાબદારી) હેઠળ FIR નોંધી છે.

Advertisement

CM અને RCB ખેલાડીઓ સામે પણ ફરિયાદ

આ સિવાય એક વકીલ નટરાજ શર્માએ પણ આ કેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર, KSCAના અધિકારીઓ અને આરસીબી ખેલાડીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમને આરોપ લગાવ્યો છે કે આ બધાએ કાર્યક્રમના આયોજન અને ભીડ વ્યવસ્થાપનમાં ગંભીર બેદરકારી દાખવી હતી, જેના કારણે આ દુર્ઘટના બની હતી.

Advertisement

આ પણ  વાંચો -'મેં બાળકોને દમ તોડતા જોયા', બેંગલુરુમાં થયેલી ભાગદોડ અંગે ડીકે શિવકુમાર ભાવુક થયા

ભાગદોડમાં 11 લોકોના મોત, અનેક ઘાયલ

તમને જણાવી દઈએ કે બુધવારે આ અકસ્માત ત્યારે થયો હતો જ્યારે હજારો લોકોની RCBના 18 વર્ષ પછી IPL ટ્રોફી જીતના જશ્ન માટે સ્ટેડિયમમાં ભેગી થઈ થયા હતા. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની વિક્ટ્રી પરેડ યોજાવાની હતી, આમાં સામેલ થવા માટે લોકો માટે ત્યાં પહોંચ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ જીતના જશ્નમાં દરમિયાન સ્ટેડિયમની બહાર અને અંદર ભીડ અચાનક બેકાબૂ બની ગઈ, જેના કારણે અફરાતફરી મચી ગઈ. ઘણા લોકો કચડાઈ ગયા અને કેટલાક લોકો ઘાયલ થયા.

આ પણ  વાંચો -Dholpur-Agra Expressway: 4612 કરોડના ખર્ચે બની રહેલા એક્સપ્રેસથી આ ત્રણ રાજ્યોને થશે મોટો ફાયદો

કેવી રીતે થયો અકસ્માત ?

હજારોની સંખ્યામાં RCB ફેન્સ પોતાની ટીમનો ચિયર કરવા અને વિનર ખેલાડીઓની એક ઝલક જોવા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન એક મોટી ભીડ ગટર પર મૂકવામાં આવેલા કામચલાઉ સ્લેબ પર ઉભી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્લેબ લોકોના વજનને સહન કરી શક્યો નહીં અને અચાનક તૂટી ગયો, જેના કારણે ભાગદોડ મચી ગઈ. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે તૂટેલા સ્લેબ સાથે ઘણા લોકો નીચે પડી ગયા અને ભીડમાં કચડાઈ ગયા.

Tags :
Advertisement

.

×