મોટી ફાંદ વાળા પોલીસ કર્મીઓ થઈ જાઓ સાવધાન, નહીંતર થઈ જશે ટ્રાન્સફર
હરિયાણાના ગૃહ અને આરોગ્ય પ્રધાન અનિલ વિજે ગુરુવારે વધુ વજનવાળા પોલીસકર્મીઓ જ્યાં સુધી તેઓ ફરીથી ફિટ ન થાય ત્યાં સુધી પોલીસ લાઇન્સમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. જણાવી દઈએ કે હરિયાણામાં પોલીસકર્મીઓની સંખ્યા 75,000 છે.
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને લેખિત સૂચના આપતા વિજે જણાવ્યું હતું કે, વિભાગમાં ઘણા પોલીસ કર્મચારીઓનું વજન વધી ગયું છે અને તેમની બદલી પોલીસ લાઇનમાં કરવામાં આવે. તેમને પોલીસ લાઇનમાં ટ્રાન્સફર કરવામાં આવે જેથી તેઓ ત્યાં કસરત કરી શકે અને ફિટ બની શકે.
તેમને વધુમાં જણાવ્યું કે, એવું જોવામાં આવ્યું છે કે પોલીસ વિભાગમાં ઘણા પોલીસ કર્મચારીઓનું વજન વધ્યું છે અને સમયની સાથે તેમનું વજન વધુ વધી રહ્યું છે.' 'પોલીસ અધિકારીઓ/કર્મચારીઓને ફિટ રાખવા માટે હું ઈચ્છું છું કે, વજનવાળા તમામ પોલીસ અધિકારીઓ/કર્મચારીઓની પોલીસ લાઈનમાં બદલી કરવામાં આવે અને જ્યાં સુધી તેઓ ડ્યૂટી માટે ફિટ ન થાય ત્યાં સુધી તેમને કસરત કરાવવામાં આવે.'
આ પણ વાંચો : હિંડનબર્ગ કેસમાં અદાણી ગ્રુપને મોટી રાહત,SCની સમિતિને કોઇ પુરાવા ના મળ્યા



