Bhopal: વધુ એક વિવાદમાં ફસાયા રાહુલ ગાંધી, BJP મંત્રીએ કહ્યું-આ ઇટલીની સંસ્કૃતિ!
- રાહુલ ગાંધી ભોપાલના પ્રવાસે
- એક વીડિયો સામે આવ્યો
- ચંપલ પહેરી દાદી પુષ્પાંજલિ કરી
Bhopal : કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (rahul gandhi)ભોપાલ(Bhopal )ના પ્રવાસે હતા. આ દરમિયાન તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે રાહુલગાંધી પીસીસી મુખ્યાલયમાં ચંપલ પહેરીને દાદી ઇંદિરા ગાઁધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. જેને લઇને ભાજપે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર બરાબરનો પ્રહાર કર્યો છે.
રાહુલ ગાંધીએ દાદીનું અપમાન કર્યુ : મંત્રી
મધ્યપ્રદેશ (madhya pradesh)સરકારમાં મંત્રી વિશ્વાસ સારંદએ કહ્યું કે રાહુલ ગાંધીએ દાદીનું અપમાન કર્યુ છે. કોઇ પણ મહાપુરુષ કે દિવગંતને પુષ્પાંજલિ અર્પણ કરો તો ચંપલ કાઢવા તે ભારતની પરંપરા છે. રાહુલ ગાંધીએ ઇન્દિરા ગાંધીના ફોટો પર પુષ્પ અર્પણ નથી કર્યા પરંતુ ફેંક્યા છે. આ ઇટલીની સંસ્કૃતિ છે. તેમણે વધુમાં કહ્યું તે ભારતના સંસ્કાર હજુ રાહુલ ગાંધી નથી શીખી શક્યા. દાદીમાનું અપમાન કરી દીધું. રાહુલ ગાંધી શું પોલિટિક્સ ટુરિઝમ માટે ભોપાલ આવ્યા હતા. રાહુલ ગાંધીએ ભોપાલ છોડવા પહેલા આ મામલે માફી માગે.
આ પણ વાંચો -Maharashtra: દેશભક્તિ અને અનુશાસન માટે મહારાષ્ટ્ર સરકારની મોટી પહેલ
ભોપાલ કેમ ગયા હતા રાહુલ ગાંધી ?
મહત્વનું છે કે રાહુલ ગાંધી મંગળવારે એમપી કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનનો શુભારંભ કર્યો હતો. જે અંતર્ગત તેમણે ભોપાલમાં આવેલા ઇન્દિરા ભવનની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે વરિષ્ઠ નેતાઓ સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી હતી. આ અભિયાનનો ઉદ્દેશ્ય કાર્યકર્તાઓને મોટી લડાઇ માટે તૈયાર કરવાનો અને સંગઠનને સશક્ત અને મજબૂત બનાવવાનો છે.
આ પણ વાંચો -Operation Sindoor: ભારત ન્યૂક્લિયરની ધમકી સહન નહી કરે, CDSનું મોટુ નિવેદન
ભારતની સંસ્કૃતિની જાણકારી નથી : મોહન યાદવ
રાહુલ ગાંધી બાબતે તો મધ્યપ્રદેશના સીએમ ડૉ. મોહન યાદવે (Mohan Yadav)કહ્યુ કે આ સંસ્કારોની વિરુદ્ધ છે. તેમણે ચંપલ ઉતારી દેવા જોઇએ. તો બીજેપી પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ કહ્યું કે રાહુલ ગાંધીએ ચંપલ પહેરીને , ફૂલ ફેંકીને જે રીતે પુષ્પાંજલિ અર્પણ કરી. તેમના વિચાર અને સંસ્કાર સ્પષ્ટ દેખાઇ રહ્યા છે. જેમાં પૂર્વજો પ્રત્યે શ્રદ્ધા નથી દેખાઇ રહી છે. ભારતની સંસ્કૃતિની જાણકારી નથી. આવા વ્યક્તિ માટે કોંગ્રેસ પીએમ બનાવવાનો સપના જોવે છે.