Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BJP State President : BJP અધ્યક્ષ જેપી નડ્ડાએ કર્યો મોટો ફેરફાર,આ ત્રણ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલ્યાં

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સોમવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ત્રણ રાજ્યોમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષોને બદલ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ કુમાર સિંહે ત્રણ રાજ્યોના અધ્યક્ષ બદલવાનો આદેશ જારી કર્યો છે. પુડુચેરી,...
bjp state president   bjp અધ્યક્ષ જેપી નડ્ડાએ કર્યો મોટો ફેરફાર આ ત્રણ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલ્યાં
Advertisement

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સોમવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ત્રણ રાજ્યોમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષોને બદલ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ કુમાર સિંહે ત્રણ રાજ્યોના અધ્યક્ષ બદલવાનો આદેશ જારી કર્યો છે. પુડુચેરી, નાગાલેન્ડ અને મેઘાલયના બીજેપીના પ્રદેશ અધ્યક્ષોને બદલવામાં આવ્યા છે.

Advertisement

મેઘાલયમાં રિકમેન મોમિન બન્યા ભાજપ અધ્યક્ષ
અરુણ સિંહ તરફથી જાહેર કરાયા મુજબ રિકમેન મોમિન મેઘાલય ભાજપના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે.

Advertisement

સેલ્વાગનબેથી પુડુચેરી ભાજપના અધ્યક્ષ બન્યા
BJPની જાહેરાત મુજબ પુડુચેરીમાં સેલ્વાગનબેથીને પુડુચેરીના ભાજપ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે

બેન્જામીન યેપ્થોમી બન્યા નાગાલેન્ડના BJP અધ્યક્ષ
ભાજપે નાગાલેન્ડમાં પ્રદેશ અધ્યક્ષ પણ બદલ્યા છે અને નવા બેન્જામિન યેપથોમીને જવાબદારી સોંપવામાં આવી છે. આદેશ મુજબ આ નિમણૂંકો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે. આગામી વર્ષે દેશમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનું આ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. પાર્ટી દેશના પૂર્વોત્તર રાજ્યો પર નજર રાખી રહી છે. આ ત્રણેય રાજ્યોમાં ભાજપ પોતાનો દબદબો બનાવવાનો પ્રયાસ કરી રહી છે.


ભાજપ હાલ પૂર્વોત્તર ભારતના રાજ્યો પર ખૂબ નજર રાખી રહી છે. પાર્ટી કોઈ પણ રીતે પોતાના કબજો જમાવવા માગે છે. આજે થયેલા ફેરબદલો પણ તે જ વાત પર ઈશારો કરે છે.

આ  પણ વાંચો -EDએ યુનિટેક ગ્રૂપની ₹125.06 કરોડની કિંમતની જમીન જપ્ત કરી

Tags :
Advertisement

.

×