Bihar : શ્વાન બાદ, હવે બિલાડી કુમારનું રહેઠાણ પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું!
- Bihar માં 'બિલાડી કુમાર'ની અજીબ અરજીથી વહીવટીતંત્ર હચમચ્યું
- પિતાનું નામ 'કેટી બોસ', માતાનું 'કટિયા દેવી' — સરકારી સિસ્ટમનો દુરુપયોગ
- બિહારમાં ફરી નકલી નામોથી અરજી, કડક કાર્યવાહી શરૂ
Bihar Fake Residence Certificate Case : બિહારના રોહતાસ જિલ્લામાંથી એક અજીબોગરીબ અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક અજાણ્યા વ્યક્તિએ સરકારની ઓનલાઈન સર્ટિફિકેટ સિસ્ટમની મશ્કરી કરવાનો પ્રયાસ કર્યો છે. Bihar ના રોહતાસના નાસરીગંજ બ્લોકમાં 'બિલાડી કુમાર' નામના અરજદારે રહેણાંક પ્રમાણપત્ર માટે અરજી કરી, જેમાં પિતાનું નામ 'કેટી બોસ' અને માતાનું નામ 'કટિયા દેવી' લખવામાં આવ્યું હતું. આ ઘટનાએ જિલ્લા વહીવટીતંત્રમાં હડકંપ મચાવી દીધો છે, અને આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
અરજીની વિચિત્ર વિગતો
રોહતાસ જિલ્લાના વહીવટીતંત્રને મળેલી આ અરજીમાં અરજદારે પોતાનું નામ 'બિલાડી કુમાર' દર્શાવ્યું હતું, જ્યારે પિતા અને માતાના નામ તરીકે 'કેટી બોસ' અને 'કટિયા દેવી'નો ઉલ્લેખ કર્યો હતો. આ કિસ્સાની ખાસ વાત એ છે કે આ અરજી સાથે એક શ્વાનનો ફોટો પણ જોડવામાં આવ્યો હતો, જે 29 જુલાઈના રોજ ઓનલાઈન સબમિટ કરવામાં આવી હતી. જોકે, આ અરજીની નોંધ 10 ઓગસ્ટે લેવામાં આવી, જે બાદ વહીવટીતંત્રે તેની ગંભીરતા સમજીને તપાસ શરૂ કરી. આ ઘટનાએ સરકારી સિસ્ટમની ખામીઓ અને દુરુપયોગની સંભાવનાઓને ઉજાગર કરી છે.
Bihar વહીવટીતંત્રની તાત્કાલિક કાર્યવાહી
રોહતાસના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) ઉદિતા સિંહે આ મામલાને ગંભીરતાથી લઈને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા. તેમણે નાસરીગંજના મહેસૂલ અધિકારીને અજાણ્યા વ્યક્તિઓ સામે FRI નોંધવા અને આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાનો નિર્દેશ આપ્યો. ડીએમ સિંહે જણાવ્યું, "આ અરજી સરકારી સિસ્ટમનો દુરુપયોગ કરવાનો પ્રયાસ છે, અને અરજદાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 132, 61 (B), અને 318 (4) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે." Bihar ના નાસરીગંજ પોલીસ સ્ટેશનમાં આ ઘટના સંબંધિત FRI દાખલ થઈ ગઈ છે, અને ગુનેગારો સામે કડક કાનૂની કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે.
Rohtas, Bihar | An application has been made for obtaining a residential certificate in the name of a cat. The applicant's name is Cat Kumar, with Catty Boss as the father and Catiya Devi as the mother.
Following the instructions of Rohtas DM Udita Singh, Nasriganj Revenue… pic.twitter.com/wq599ihfLv
— ANI (@ANI) August 11, 2025
પોલીસ અને મહેસૂલ અધિકારીની ભૂમિકા
નાસરીગંજ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર રાહુલ કુમારે જણાવ્યું કે આ અરજી ઓનલાઈન સિસ્ટમમાં કેવી રીતે સ્વીકારાઈ અને તેના માટે કોણ જવાબદાર છે, તેની તપાસ શરૂ કરવામાં આવી છે. નાસરીગંજના મહેસૂલ અધિકારી કૌશલ પટેલે પુષ્ટિ કરી કે આ અરજી RTPS (Right to Public Services) ઓફિસમાં રહેણાંક પ્રમાણપત્ર માટે મળી હતી. તેમણે ઉમેર્યું કે, આ કેસમાં સરકારી કામમાં અવરોધ ઊભો કરવા, કાવતરું ઘડવા અને ટેકનોલોજીનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વહીવટીતંત્ર હવે આવા કેસો સામે વધુ સતર્ક રહેવાની યોજના બનાવી રહ્યું છે.
ભૂતકાળમાં પણ સમાન ઘટનાઓ
આ પહેલો કિસ્સો નથી કે જ્યાં બિહારમાં સરકારી સિસ્ટમનો આવી રીતે દુરુપયોગ થયો હોય. જૂનમાં ચૂંટણી પંચે SIR (Special Intensive Revision) કવાયત શરૂ કરી ત્યારથી રાજ્યમાં આવા અનેક કેસો પ્રકાશમાં આવ્યા છે. ગ્રામીણ પટના અને નવાડામાં 'ડોગ બાબુ' અને 'ડોગેશ બાબુ' નામે અરજીઓ મળી હતી, જ્યારે પૂર્વ ચંપારણમાં 'સોનાલિકા ટ્રેક્ટર' નામે ભોજપુરી અભિનેત્રીની તસવીર સાથે અરજી સબમિટ થઈ હતી. આ તમામ કેસોમાં અરજીઓ રદ કરવામાં આવી, અને સંબંધિત પોલીસ સ્ટેશનોમાં FIR નોંધાઈ. આ ઘટનાઓએ સરકારી ઓનલાઈન સિસ્ટમની નબળાઈઓને ઉજાગર કરી છે.
આ પણ વાંચો : Prayagraj Viral Video : ઘરમાં ઘૂસ્યું પૂરનું પાણી, મા ગંગા સમજી પોલીસ અધિકારીએ કરી પૂજા


