Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bihar: તેજસ્વી યાદવ પિતા બનતા ખુશખુશાલ થયા તેજ પ્રતાપ, જાણો શું કહ્યું?

તેજપ્રતાપ યાદવની એક પોસ્ટને લઇને વિવાદમાં યાદવ પરિવારમાં એક નવા સભ્યની એન્ટ્રી થઇ કોલકાતા હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો Bihar: બિહારમાં (Bihar)વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તેવામાં તેજપ્રતાપ યાદવની (Tej Pratap Yadav)એક પોસ્ટને લઇને વિવાદ શરૂ થયો.પરિણામ એ આવ્યુ છે...
bihar  તેજસ્વી યાદવ પિતા બનતા ખુશખુશાલ થયા તેજ પ્રતાપ  જાણો શું કહ્યું
Advertisement
  • તેજપ્રતાપ યાદવની એક પોસ્ટને લઇને વિવાદમાં
  • યાદવ પરિવારમાં એક નવા સભ્યની એન્ટ્રી થઇ
  • કોલકાતા હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો

Bihar: બિહારમાં (Bihar)વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તેવામાં તેજપ્રતાપ યાદવની (Tej Pratap Yadav)એક પોસ્ટને લઇને વિવાદ શરૂ થયો.પરિણામ એ આવ્યુ છે તેજ પ્રતાપને પાર્ટી અને પરિવારમાંથી કાઢી મૂક્યો. આ બાબતને લઇને યાદવ પરિવારમાં અંદરોઅંદર ખૂબ નિવેદનબાજી થઇ. તેજ પ્રતાપની પૂર્વ પત્નીએ પણ યાદવ પરિવાર પર આક્ષેપો કર્યા. ત્યારે હવે યાદવ પરિવારમાં એક નવા સભ્યની એન્ટ્રી થઇ છે.

તેજ પ્રતાપે શું કહ્યું?

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના નાના પુત્ર તેજસ્વી યાદવ પિતા (Tejashwi yadav Son,)બન્યા છે. તેમની પત્ની રાજશ્રીએ એક પુત્રને જન્મ આપ્યો. તેમની પર અત્યારે શુભકામનાનો વરસાદ થઇ રહ્યો છે. જેમાંથી એક તેજસ્વી યાદવના મોટા ભાઈ તેજ પ્રતાપ યાદવ પણ છે. આવો જાણીએ તેજ પ્રતાપે ભાઇના દીકરાનો જન્મ થતા શું કહ્યું ?

Advertisement

Advertisement

તેજસ્વીને અભિનંદન આપતાં તેજ પ્રતાપ યાદવે કહ્યું કે શ્રી બાંકે બિહારીજીની અપાર કૃપા અને આશીર્વાદથી પુત્રરત્નની પ્રાપ્તિ થઇ છે અને મને મોટા પપ્પા બનવાનું સૌભાગ્ય મળ્યુ છે. નાના ભાઇ તેજસ્વી યાદવ તથા રાજશ્રી યાદવને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. ભત્રીજાને મારા સ્નેહભર્યા આશીર્વાદ અને ખૂબ પ્રેમ.

બીજી વખત બન્યો પિતા

તમને જણાવી દઈએ કે પારિવારિક ઝઘડા વચ્ચે તેજ પ્રતાપે તેજસ્વીને અભિનંદન પાઠવ્યા છે. તેજસ્વી બીજી વખત પિતા બન્યા છે. તેમની પત્ની રાજશ્રીએ એક પુત્રને જન્મ આપ્યો. આ દરમિયાન લાલુ યાદવે પહેલી વાર તેમના પૌત્રને વીડિયો કોલ પર જોયો. મહત્વનું છે કે રાજશ્રીએ કોલકાતા હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો.

બાબુને ખૂબ પ્રેમ અને આશીર્વાદ આપ્યા.

તેજસ્વીની માતા અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ પણ તેમના પૌત્ર પર પ્રેમ વરસાવ્યો અને બાબુને ખૂબ પ્રેમ અને આશીર્વાદ આપ્યા. આ પહેલા 2023 માં રાજશ્રીએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2021 માં તેજસ્વીએ રાજશ્રી સાથે લગ્ન કર્યા હતા. રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં યોજાયેલા આ લગ્ન સમારોહમાં ખૂબ જ ચર્ચા થઈ હતી.

Tags :
Advertisement

.

×