Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કોગ્રેસની આ પોસ્ટને લઇને કર્યા પ્રહાર

રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા G-20 સમિટના ડિનર માટેની આમંત્રણ પત્રિકા ‘પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા’ બદલે ‘પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા’ના નામે મોકલવામાં આવતા રાજકીય વિવાદ શરૂ થઇ ગયો છે. આ મામલે ભારતીય જનતા પાર્ટી (BJP) અને વિપક્ષી પાર્ટીઓ સામસામે આવી ગઇ છે અને...
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કોગ્રેસની આ પોસ્ટને લઇને કર્યા પ્રહાર
Advertisement

રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા G-20 સમિટના ડિનર માટેની આમંત્રણ પત્રિકા ‘પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા’ બદલે ‘પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા’ના નામે મોકલવામાં આવતા રાજકીય વિવાદ શરૂ થઇ ગયો છે. આ મામલે ભારતીય જનતા પાર્ટી (BJP) અને વિપક્ષી પાર્ટીઓ સામસામે આવી ગઇ છે અને એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે.

Advertisement

આ દરમિયાન ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસની એક પોસ્ટ શેર કરી છે, જેમાં બંધારણની પ્રસ્તાવના લખવામાં આવી છે. ભાજપના અધ્યક્ષે આ પોસ્ટને લઇને કોગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર લખ્યું હતું કે શું આપણે એ પાર્ટી પાસે કોઇ અપેક્ષા રાખી શકીએ છીએ જે ભારતની પ્રસ્તાવના પણ નથી જાણતી. કોગ્રેસને બંધારણ અને ડોક્ટર આંબેડર પ્રત્યે સન્માન નથી.

Advertisement

કોંગ્રેસને દેશના સન્માન સાથે કેમ વાંધો છે?

અગાઉ મંગળવારે (5 સપ્ટેમ્બર) તેમણે પૂછ્યું હતું કે, "કોંગ્રેસને દેશના સન્માન અને ગૌરવ સાથે જોડાયેલા દરેક વિષય પર આટલો વાંધો કેમ છે? ભારત જોડોના નામે રાજકીય યાત્રા કરનારાઓને 'ભારત માતા કી જય'ના નારા સાથે નફરત કેમ છે?"

કોંગ્રેસને દેશ માટે કોઈ સન્માન નથી - જેપી નડ્ડા

તેમણે આરોપ લગાવ્યો હતો કે આ સ્પષ્ટ છે કે કોંગ્રેસના મનમાં દેશ પ્રત્યે, દેશના બંધારણ પ્રત્યે, બંધારણની સંસ્થાઓ પ્રત્યે કોઇ સન્માન નથી. તેને માત્ર ચોક્કસ પરિવારના વખાણ કરવાનો મતલબ છે. કોગ્રેસના દેશ વિરોધી અને બંધારણ વિરોધી ઇરાદાઓ સારી રીતે જાણે છે.બીજી તરફ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ભાજપને પ્રશ્ન પૂછ્યો કે રિપબ્લિક ઓફ ભારત કહેવાની શું જરૂર છે? આ નામ તો અંગ્રેજી ભાષામાં છે. તેમને કેમ લાગે છે કે અડધું અંગ્રેજી અને અડધું ભારતીય બોલવું સારું છે? મને લાગે છે કે પીએમ મોદી ઇન્ડિયા નામથી ડરે છે.

રાષ્ટ્રનું નામ હિન્દુસ્તાન પડ્યું
અહીં, ઈતિહાસકારોના મતે, મધ્યકાલીન કાળમાં જ્યારે તુર્ક અને ઈરાનીઓ ભારતમાં આવ્યા ત્યારે તેઓ સિંધુ ખીણમાં પ્રવેશ્યા હતા. તેઓ “S” નો ઉચ્ચાર “H” કરતા હતા અને આમ તેઓ સિંધુને હિંદુ કહેતા હતા અને આગળ આ રાષ્ટ્રનું નામ હિન્દુસ્તાન પડ્યું હતું. અહીં તર્ક એ હતો કે તેઓ ભારતમાં રહેતા લોકોને હિંદુ કહે છે અને આ જગ્યાને હિન્દુસ્તાન કહે છે. જમણેરી રાજનીતિના આધારસ્તંભ એવા વીર સાવરકરે તેમના પુસ્તક “હિન્દુત્વ”માં પણ આનો ઉલ્લેખ કર્યો છે, જેનો ઉલ્લેખ વરિષ્ઠ પત્રકાર પ્રભાષ જોશીએ તેમના પુસ્તક હિંદુ હોને કો ધર્મમાં પણ કર્યો છે. જ્યાં તેઓ સાવરકરના હિન્દુત્વની વ્યાખ્યા કરે છે.
Tags :
Advertisement

.

×