Indigo ફ્લાઈટમાં બોમ્બની ધમકી, રાયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ
- Indigo ફ્લાઈટમાં બોમ્બની ધમકી, રાયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ
- રાયપુર એરપોર્ટ પર ઈન્ડિગો પ્લેનનું સલામત ઉતરાણ
- ફ્લાઈટ 6E812માં બોમ્બની ધમકી: 187 મુસાફરો સુરક્ષિત
- બોમ્બ ધમકીથી રાયપુરમાં ઈન્ડિગો પ્લેનનું ઉતરાણ
Bomb threat in Indigo flight : છત્તીસગઢના રાયપુરમાં નાગપુરથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 6E812 માં બોમ્બ હોવાની માહિતી મળતા ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. રાયપુરના સ્વામી વિવેકાનંદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ ફ્લાઈટનું સલામત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાનમાં કુલ 187 મુસાફરો સવાર હતા, અને તમામને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટને બોમ્બની ધમકી
પોલીસ અધિકારીઓએ માહિતી આપી હતી કે એરપોર્ટ ઓથોરિટીને ગુરુવારે સવારે 9:30 વાગ્યે બોમ્બની ધમકીની માહિતી મળી હતી. રાયપુરમાં પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થયા બાદ તમામ મુસાફરોને તરત જ પ્લેનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. રાયપુર જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક સંતોષ સિંહે જણાવ્યું હતું કે વિમાનને અંદરથી ચેક કરવામાં આવી રહ્યું છે અને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) અને સ્થાનિક પોલીસ કર્મચારીઓ આ કામમાં રોકાયેલા છે.
Chhattisgarh: A bomb threat on an Indigo flight from Nagpur to Kolkata led to an emergency landing at Raipur Airport. All passengers were evacuated and the flight was inspected. Passengers waited outside for over 40 minutes. Police investigation is ongoing pic.twitter.com/9Lb3X6F2EU
— IANS (@ians_india) November 14, 2024
સિંહે કહ્યું, "માહિતી મળતાની સાથે જ પોલીસ અને સુરક્ષા દળો એરપોર્ટ પર દોડી ગયા હતા. હાલમાં, વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. કોઈ બોમ્બ કે વિસ્ફોટક સામગ્રી હજુ સીધી મળી આવ્યા નથી જોકે તપાસ હજું ચાલુ છે. આ પહેલા 24 ઓક્ટોબરના રોજ કોલકાતાથી બિલાસપુર આવી રહેલા 'એલાયન્સ એર' પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ બિલાસપુર એરપોર્ટ પર તેની તલાશી લેવામાં આવી હતી. જોકે, બાદમાં આ માહિતી અફવા સાબિત થઈ.
મુંબઈ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી
અન્ય એક સમાચારમાં મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. મુંબઈ ડોમેસ્ટિક એરપોર્ટ (T1) પર CISF કંટ્રોલ રૂમને બુધવારે બપોરે ધમકીભર્યો કોલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે એક વ્યક્તિ મુંબઈથી અઝરબૈજાન તરફ વિસ્ફોટક સામગ્રી લઈને જઈ રહ્યો હતો. આ કોલથી એરપોર્ટ પર હલચલ મચી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. જો કે હજુ સુધી કોઈ વિસ્ફોટક સામગ્રી મળી નથી.
આ પણ વાંચો: Mumbai Airport ને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, સુરક્ષામાં વધારો


