બોમ્બે હાઈકોર્ટે ગેંગસ્ટર છોટા રાજનને આપી મોટી રાહત, આજીવન કેદની સજા નાબૂદ કરી
- છોટા રાજનને બોમ્બે હાઈકોર્ટે જામીન આપી
- તિહાર જેલમાં છોટા રાજન
- આજીવન કેદની સજા ફટકારી હતી
બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) બુધવારે ગેંગસ્ટર છોટા રાજન (Gangster Chhota Rajan) ને જામીન આપતાં મોટી રાહત આપી છે. તેને 2001માં હોટલ વ્યવસાયી જયા શેટ્ટીની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. 30 મે, 2024 ના રોજ, વિશેષ MCOCA કોર્ટે રાજનને અન્ય લોકો સાથે દોષિત ઠેરવ્યો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. મળી રહેલી માહીતી અનુસાર, બોમ્બે હાઈકોર્ટે આજીવન કેદની સજા નાબૂદ કરી છે.
છોટા રાજન તિહાર જેલમાં બંધ
છોટા રાજન (Chhota Rajan) વિરુદ્ધ ખંડણી અને સંબંધિત ગુનાઓ માટે ઘણા કેસ નોંધાયેલા છે, તેથી હોટલ વ્યવસાયીની હત્યા કેસમાં તેની અને અન્ય આરોપીઓ સામે MCOCA હેઠળ આરોપો પણ ઉમેરવામાં આવ્યા હતા. અગાઉના બે અલગ-અલગ ટ્રાયલમાં અન્ય 3 આરોપીઓને હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને એકને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. રાજન 2011માં પત્રકાર જે ડેની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે અને હાલમાં તે દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.
Bombay High Court has given bail to Gangster Chhota Rajan in the 2001 Jaya Shetty murder case. He was convicted and sentenced to life in this case earlier this year. Divisional bench of Justice Revati Mohite Dere and Justice Prithviraj Chavan has given him bail for Rs 1 lakh. pic.twitter.com/pCzVYHY8IJ
— ANI (@ANI) October 23, 2024
કેવી રીતે તેની ધરપકડ કરવામાં આવી?
દરેક વખતે કોઈને કોઈ યુક્તિ કરીને છટકી જતો છોટા રાજન (Chhota Rajan) પણ ફોન કોલના કારણે ફસાઈ ગયો હતો. છોટા રાજન હંમેશા VOIP નંબર દ્વારા ફોન કરતો હતો, પરંતુ તે દિવસે તેણે તેના એક નજીકના વ્યક્તિના સ્વાસ્થ્ય વિશે પૂછવા માટે વોટ્સએપ દ્વારા ફોન કર્યો હતો. સુરક્ષા એજન્સીઓએ આ કોલ ટેપ કર્યો અને એલર્ટ થઈ ગયા. રાજને ફોન પર કહ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયામાં સુરક્ષિત નથી, તેથી જ તે જલ્દીથી અહીંથી નીકળી જશે. આ પછી એજન્સીઓએ ઈન્ટરપોલનો સંપર્ક કર્યો જે પછી તેઓ પણ એલર્ટ થઈ ગયા હતા. 25 ઓક્ટોબર 2015ના રોજ ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસને ખબર પડી કે એક ભારતીય વ્યક્તિ બાલી જઈ રહ્યો છે, ફેડરલ પોલીસે ઈન્ટરપોલ દ્વારા બાલી ઈમિગ્રેશન વિભાગને જાણ કરી અને છોટા રાજનનું પ્લેન બાલી પહોંચતા જ તેને પકડી લેવામાં આવ્યો. ત્યારબાદ તેને ભારત લાવવામાં આવ્યો હતો. ધરપકડ સમયે રાજન ખૂબ જ ડરી ગયો હતો, તેણે પોતાના જીવ પરના ખતરા વિશે જણાવ્યું હતું, તેણે કહ્યું હતું કે ડી કંપની તેના જીવની પાછળ છે. આ પછી રાજનને તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
કોણ છે છોટા રાજન?
મુંબઈના ચેમ્બુરમાં રહેતા રાજેન્દ્ર સદાશિવ નિખલજેને અંડરવર્લ્ડે છોટા રાજન (Chhota Rajan) નામ આપ્યું હતું. શાળા છોડ્યા પછી, રાજેન્દ્ર સદાશિવે ફિલ્મની ટિકિટો બ્લેક કરવાનો ધંધો શરૂ કર્યો હતો અને ધીમે ધીમે રાજન નાયર ગેંગમાં જોડાયો હતો. રાજન નાયરને બડા રાજન કહેતા હતા. રાજને એક છોકરીના પ્રેમમાં ગેંગ શરૂ કરી હતી પરંતુ બાદમાં તેની ગર્લફ્રેન્ડે તેની ગેંગમાં રહેલા અબ્દુલ કુંજુ સાથે લગ્ન કર્યા હતા. આ પછી બડા રાજન અને કુંજુ વચ્ચે દુશ્મની થઈ અને કુંજુએ બડા રાજનની હત્યા કરાવી. આ પછી છોટા રાજનની વાર્તા શરૂ થાય છે. છોટા રાજન દાઉદ ઈબ્રાહિમના સંપર્કમાં આવ્યો અને બંનેએ સાથે મળીને મુંબઈમાં અંડરવર્લ્ડ સિન્ડિકેટને લાંબા સમય સુધી સંભાળ્યું. દાઉદે છોટા રાજનને તેની ગેંગમાં સામેલ કર્યો હતો અને છોટા રાજને મુંબઈ શહેરમાં દાઉદના નામે આતંક ફેલાવ્યો હતો. ખાસ કરીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દાઉદ ઈબ્રાહિમ અને છોટા રાજનનો ડર ખૂબ જ જોવા મળી રહ્યો હતો. છોટા રાજને મુંબઈમાં ખંડણીનો ધંધો સંભાળ્યો અને ઘણા મોટા ફિલ્મ નિર્માતાઓ પાસેથી ખંડણી પેટે મોટી રકમ વસૂલવાનું શરૂ કર્યું.
આ પણ વાંચો: Viral Video : શું ખરેખર સલમાન ખાને બિશ્નોઇને ધમકી આપી? જાણો વીડિયોની હકીકત


