પરિવારના સન્માનના નામે ક્રૂરતા! ભાઈએ બહેનની રસ્તા વચ્ચે કરી કરપીણ હત્યા
- તેલંગાણામાં ઓનર કિલિંગ: મહિલા કોન્સ્ટેબલની હત્યા
- ભાઈએ પ્રેમ લગ્નના કારણે બહેનની નિર્દય હત્યા કરી
- પરિવારના સન્માન માટે ભાઈએ બહેનનો જીવ લીધો
- નાગમણી હત્યા કેસ: પ્રેમ લગ્ન સામે ભાઈનો આક્રોશ
- તેલંગાણામાં ઓનર કિલિંગનો હ્રદયદ્રાવક કિસ્સો
- પ્રેમ લગ્નના વિરોધમાં ભાઈએ બહેનને મોતને ઘાટ ઉતારી
- ભાઈએ તિક્ષ્ણ હથિયારથી બહેનની હત્યા કરી
- તેલંગાણામાં મહિલા કોન્સ્ટેબલની નિર્દય હત્યાનો કિસ્સો
Telangana Woman Police Constable Murder : તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં એક હ્રદયસ્પર્શી ઘટના બની છે, જ્યાં ઓનર કિલિંગના કારણે એક મહિલા પોલીસ કોન્સ્ટેબલની હત્યા થઈ છે. મળતી માહિતી અનુસાર, આ હત્યાનો આરોપ તેના પોતાના ભાઈ પરમેશ પર છે, જે બહેનના પ્રેમ લગ્નના નિર્ણયથી વિરોધ હતો. આ ઘટના વિશે જેણે પણ સાંભળ્યું તો ચોંકી ગયો કે સગો ભાઈ બહેન સાથે આવું કેવી રીતે કરી શકે.
ઓનર કિલિંગની આશંકા
આ ઘટના રંગા રેડ્ડી જિલ્લાના ઇબ્રાહિમપટ્ટનમ વિસ્તારની છે. અહીં મહિલા પોલીસ કોન્સ્ટેબલ નાગમણીની તેના ભાઈ પરમેશ દ્વારા નિર્દયતાથી હત્યા કરી દીધી હતી. સોમવારે નાગમણી સ્કૂટી પર રાયપોલથી મન્નેગુડા જઈ રહી હતી. આ દરમિયાન તેના ભાઈ પરમેશે તેને પોતાની કારથી ટક્કર મારી હતી. નાગમણી કારની ટક્કરથી નીચે પડી ગઈ, અને પરમેશે તિક્ષ્ય હથિયાર વડે તેના પર હુમલો કરી દીધો અને તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. પોલીસે જાણકારી આપી છે કે આ ઘટના પ્રેમ લગ્નને કારણે થઈ હોય તેવું લાગી રહ્યું છે, જે પરિવારની મરજી વિરુદ્ધ થોડા જ મહિના પહેલા થયા હતા.
Telangana: Constable Nagamani from Hayathnagar police station was murdered while riding her scooter in Rangareddy district. She had recently married Srikanth, from an SC family. Authorities suspect caste-related motives. Police are investigating, and further details are awaited pic.twitter.com/68aUXmniIn
— IANS (@ians_india) December 2, 2024
ઘટનાસ્થળે જ મોત
તિક્ષ્ણ હથિયારના ઘા વાગવાના કારણે નાગમણીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ હિંસક ઘટનાના પગલે પોલીસે કેસની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, નાગમણીના ભાઈ પરમેશ તેમની બહેનના લગ્નના સખત વિરોધમાં હતા. તેના નિર્ણયને કારણે ભાઈ ખુબ નારાજ હતો અને આ તેના કારણે આ હિંસક પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આરોપી ફરાર અને પોલીસની તપાસ
મહિલા પોલીસ કોન્સ્ટેબલની હત્યા પછી પરમેશ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. પોલીસે પરમેશને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને દોષીને કાયદાના આડે લાવવા પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટના માત્ર વ્યક્તિગત નહીં પરંતુ સમાજ માટે પણ ચિંતાનો વિષય છે. પરિવારના સન્માનના નામે કોઈના જીવન સાથે રમત કરવાનો કોઈ હક્ક નથી. આ પ્રકારની ઘટનાઓ પ્રેમ અને સંબંધો સામેની નકારાત્મક માનસિકતાને બહાર લાવે છે, જે સમાજ માટે ચિંતાજનક છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં ઇસ્કોન ધર્મગુરુઓની ધરપકડ બાદ મમતા બેનર્જીની PM મોદીને અપીલ!


