Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Budget 2024: મોદી સરકાર 3.0 ની આ 9 પ્રાથમિકતાઓ પર થશે વિકાસ, નાણાંમંત્રીએ કરી જાહેરાત

Budget 2024: મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ પહેલું પૂર્ણ બજેટ (Budget 2024) રજૂ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે આ બજેટની નવ ખાસ યોજનાઓ પર ખાસ ભાર આપ્યું હોવાનું જણાવ્યું છે. નોંધનીય છે કે, 2024 ના બજેટ...
budget 2024  મોદી સરકાર 3 0 ની આ 9 પ્રાથમિકતાઓ પર થશે વિકાસ   નાણાંમંત્રીએ કરી જાહેરાત
Advertisement

Budget 2024: મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ પહેલું પૂર્ણ બજેટ (Budget 2024) રજૂ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે આ બજેટની નવ ખાસ યોજનાઓ પર ખાસ ભાર આપ્યું હોવાનું જણાવ્યું છે. નોંધનીય છે કે, 2024 ના બજેટ ભાષણની શરૂઆત કરતા રહ્યું કે, ગરીબો, મહિલાઓ અને અન્નદાતાઓ પર ખાસ વાત કરી હતી. તેમમે કહ્યું હતું કે, આ વખતે ગરીબ કલ્યાણ અન્ન યોજનાને હજી પણ પાંચ વર્ષ માટે લંબાવી દેવામાં આવી છે. નોંધનીય છે કે, આ યોજનાનો અત્યારે 80 કરોડ લોકોને લાભ મળી રહ્યો છે.

જાણો કઈ 9 પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી

  1. કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા અને સ્થિતિસ્થાપકતા

  2. રોજગાર અને કૌશલ્ય વિકાસ

  3. સમાવિષ્ટ માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય

  4. ઉત્પાદન અને સેવાઓ

  5. શહેરી વિકાસ

  6. ઊર્જા સુરક્ષા

  7. ઈન્ફ્રાસ્ટ્રક્ચર

  8. નવીનતા, સંશોધન અને વિકાસ

  9. નેક્સ્ટ જનરેશનના સુધારા

નોંધનીય છે કે, અત્યારે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષ અને આગામી વર્ષો માટે બજેટમાં 9 પ્રાથમિકતાઓ નક્કી કરી છે. જે આગામી પાંચ વર્ષમાં ખાસ ધ્યાને લેવામાં આવશે અને તેના પર કામ કરવામાં આવશે,

Advertisement

મહિલાઓના વિકાસ માટે 3 લાખ કરોડ ફાળવાયા

ઉલ્લેખનીય છે કે, મહિલાના વિકાસ માટે પણ આ વખતે બજેટમાં વાત કરવામાં આવી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે, જેમ કે વચગાળાના બજેટમાં કહ્યું હતું, અમે ગરીબો, મહિલાઓ, યુવાઓ અને ખેડૂતો પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવાની આવશ્યકતાઓ છે. મહિલાઓના વિકાસ માટે આ બજેટમાં 3 લાખ કરોડથી વધુ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. અમારી સરકાર મહિલાઓની ભૂમિકા નક્કી કરવા માટે પ્રતિબદ્ધ છે.’

Advertisement

રોજગાર અને કૌશલ્ય વિકાસ માટે પણ ખાસ બજેટ

વર્ષ 2024 નું બજેટ (Budget 2024) રજૂ કરતા વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ‘વર્ષ 2024-25 ના બજેટમાં શિક્ષા, રોજગાર અને કૌશલ્ય માટે 1.48 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.’ વધુમાં તેમણે કહ્યું કે, ‘30 લાખ યુવાનોને રોજગારની તક મળશે અને નોકરીદાતા અને કર્મચારીઓ બંનેને મદદ કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે પાંચ વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયાની ફાળવણીથી 4.1 કરોડ યુવાનોને રોજગાર મળશે અને તેમની કુશળતામાં વધારો થશે.’

આ પણ વાંચો: NIRMALA SITHARAMAN એ બજેટ રજૂ કરતા જ બનાવ્યો ઇતિહાસ, બજેટ બાદ કરશે આ કામ!

આ પણ વાંચો: Nirmala Sitharaman Budget Look: દરેક બજેટમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણની સાડી હોય છે વિશેષ

આ પણ વાંચો: BUDGET 2024 : શું લોકોને મળશે રાહત? બજેટમાં સોનું થશે સસ્તું!

Tags :
Advertisement

.

×