Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Buldhana Hair Loss:હાય લા...રોટલીના કારણે વાળ કેવી રીતે ખરવા લાગ્યા?

મહારાષ્ટ્રમાં ઘઉં ખાવાથી લોકો થયા ટાલિયા તપાસ થયો ચોંકાવનારો ખુલાસો અધિકારીઓ દ્વારા આ મુદ્દે તપાસ કરવામાં આવી Buldhana Hair Loss:ઘઉં ખાવાથી માથે ટકો થઈ જાય, એમ કોઈ કહે તો ‘ટાઢા પહોરના ગપ્પા’ જેવું લાગે ને? લાગે જ, તોય હકીકત...
buldhana hair loss હાય લા   રોટલીના કારણે વાળ કેવી રીતે ખરવા લાગ્યા
Advertisement
  • મહારાષ્ટ્રમાં ઘઉં ખાવાથી લોકો થયા ટાલિયા
  • તપાસ થયો ચોંકાવનારો ખુલાસો
  • અધિકારીઓ દ્વારા આ મુદ્દે તપાસ કરવામાં આવી

Buldhana Hair Loss:ઘઉં ખાવાથી માથે ટકો થઈ જાય, એમ કોઈ કહે તો ‘ટાઢા પહોરના ગપ્પા’ જેવું લાગે ને? લાગે જ, તોય હકીકત છે કે એકલ-દોકલ નહીં, લોકોના એક સમૂહ સાથે આવી દુર્લભ ઘટના ઘટી છે. વાત છે મહારાષ્ટ્રના બુલઢાણા (Maharashtra Villages)જિલ્લાની જ્યાંના અસંખ્ય રહેવાસીઓના વાળ (Buldhana Hair Loss)અચાનક ખરવા લાગ્યા છે. નિષ્ણાતો અને આરોગ્ય અધિકારીઓ દ્વારા આ મુદ્દે તપાસ કરવામાં આવી છે, જેના પરિણામસ્વરૂપ ઘઉંને ખલનાયક ઠેરવવામાં આવ્યા છે.

તપાસ થયો ચોંકાવનારો ખુલાસો

જ્યારે આ બાબતે તપાસ કરવામાં આવી છે. એક મહિનાના અભ્યાસને અંતે તેમણે કહ્યું છે કે, અસરગ્રસ્ત લોકો એવા ઘઉંનું સેવન કરી રહ્યા છે, જેમાં ઝેરી તત્ત્વો ભળેલા છે, જેને લીધે તેમના વાળ ખરી રહ્યા છે.

Advertisement

સપાટાબંધ ટકલા કરી દેતું સેલેનિયમ

સેલેનિયમ એટલું ઝેરી તત્ત્વ છે કે વાળ ખરવાની શરૂઆત થાય એ પછીના ત્રણથી ચાર જ દિવસમાં આખે આખું માથું સફાચટ થઈ જાય છે! આટલી ઝડપે વાળ ખરવા એ ચિંતાનું કારણ છે. બુલઢાણા જિલ્લામાં બે-ચાર નહીં, સેંકડોની સંખ્યામાં લોકો આ તકલીફનો ભોગ બની ચૂક્યા છે.

Advertisement

આ પણ  વાંચો -Delhi Assembly Sessionમાં CAGના બે રિપોર્ટ રજૂ ,થયા મોટા ખુલાસા

રક્ત, પેશાબ અને વાળમાં મળ્યું સેલેનિયમ

ઘઉંના નમૂનાઓની તપાસ થાણેની વર્ની એનાલિટીકલ લેબમાં કરવામાં આવી હતી, જેમાં સેલેનિયમનું સ્તર પ્રતિ કિલોગ્રામે 14.52 મિલિગ્રામ નોંધાયું છે. સામાન્ય રીતે સેલેનિયમનું પ્રમાણ પ્રતિ કિલોગ્રામે 1.9 મિલિગ્રામ હોય છે. એ હિસાબે જોતાં બુલઢાણાના લોકો જે ઘઉં આરોગી રહ્યા છે એ ખતરનાક હદે ઝેરી છે. પીડિત લોકોના રક્ત, પેશાબ અને વાળના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં સેલેનિયમના પ્રમાણમાં અનુક્રમે 35 ગણો, 60 ગણો અને 150 ગણો વધારો જોવા મળ્યો છે. સેલેનિયમની નકારાત્મક અસર એવી વ્યક્તિઓમાં વધુ હતી જેમના શરીરમાં ઝિંકનું પ્રમાણ ઓછું હતું.

આ પણ  વાંચો -Kerala Crime : કેરળની રાજધાની તિરુવનંતપુરમમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી

સામાજિક શરમનું કારણ બની ટાલ

બુલઢાણા જિલ્લાના 18 ગામોના લગભગ 300 લોકો આ સમસ્યાનો ભોગ બન્યા છે. એમાંના ઘણા તો કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓ છે! અમુકને માથે વાળ એકદમ ઓછા થઈ ગયા છે તો અમુક સાવ એટલે સાવ ટકલા થઈ ગયા છે. અમુક બાળકોને પણ એની અસર થઈ છે. 8 વર્ષના બાળકથી લઈને 72 વર્ષના વૃદ્ધ સુધીના લોકોને ટાલ પડી ગઈ છે. ખરતા વાળને લીધે શરમ અનુભવતા બાળકો-યુવાનોએ શાળા-કોલેજ જવાનું પણ બંધ કરી દીધું છે. અચાનક વાળ ગુમાવી બેસવાથી અમુક યુવા-યુવતીઓની સગાઈ પણ ફોક થઈ છે. આ દિશામાં હવે મહારાષ્ટ્ર સરકાર કેવા પગલાં લેશે, એના પર સૌની નજર રહેશે. અકાળે ટાલનો ભોગ બનેલા લોકો માટે વાળ-વિહોણી આ સ્થિતિ કાયમી હશે કે પછી આધુનિક મેડિકલ સાયન્સ એમની વહારે આવશે?

Tags :
Advertisement

.

×