રેલવે કર્મચારીઓને કેન્દ્ર સરકારની દિવાળી ભેટ, 11.72 લાખ કર્મીઓને મળશે આટલા દિવસનું બોનસ
- રેલવે કર્મચારીઓને બોનસ
- દિવાળી પહેલા મોદી કેબિનેટના મોટા નિર્ણયો
- કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવાની જાહેરાત કરી
Bonus to Railway Employees : હરિયાણા વિધાનસભાની ચૂંટણીને હવે બે દિવસ બાકી રહ્યા છે તે પહેલા મોદી કેબિનેટે (Modi Cabinet) ઘણા મોટા નિર્ણયોની જાહેરાત કરી છે. જેમા ખાસ રેલવે વિભાગના કર્મચારીઓને ફાયદો થયો છે. ભારત સરકારના રેલવે મંત્રાલયે આ વર્ષે કર્મચારીઓને આપવામાં આવનાર બોનસની જાહેરાત કરી છે. રેલવે મંત્રાલયે આ વર્ષે તેમના કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવાની જાહેરાત કરી છે.
રેલવે કર્મચારીઓને ભેટ
રેલવે મંત્રાલયના આ નિર્ણયથી 11,72,240 રેલવે કર્મચારીઓને ફાયદો થશે. રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના બોનસની જાહેરાત કરતા કેન્દ્રીય રેલવે મંત્રીએ કહ્યું કે, કર્મચારીઓને ઉત્પાદકતાના આધારે કુલ 76 દિવસનું બોનસ આપવાનું હતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મહત્વપૂર્ણ કેબિનેટ બેઠકમાં રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના બોનસને મંજૂરી આપવામાં આવી હતી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, કુલ 11,72,240 રેલ્વે કર્મચારીઓને 78 દિવસના બોનસ તરીકે કુલ 2029 કરોડ રૂપિયા આપવામાં આવશે. રેલવે મંત્રીએ કહ્યું કે, આ કર્મચારીઓને આપવામાં આવતું પ્રોડક્ટિવીટી લિંક્ડ બોનસ (PLB) હશે. રેલવે કર્મચારીઓ સાથે સંબંધિત ડેટા વિશે માહિતી આપતાં અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, નાણાકીય વર્ષ 2023-24માં કુલ 1,19,952 લોકો રેલવેમાં જોડાયા હતા. આ ઉપરાંત હાલમાં 58,642 કર્મચારીઓની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 31 માર્ચ, 2024 સુધી રેલવે કર્મચારીઓની કુલ સંખ્યા 13,14,992 હતી.
#WATCH | Union Minister Ashwini Vaishnaw says, "The biggest decision that was taken today in the cabinet meeting relates to increasing farmers' income and ensuring food security to the middle-class people... It has two pillars - 'PM Rashtra Krishi Vikas Yojana' and 'Krishonnati… pic.twitter.com/5x0UIqL72z
— ANI (@ANI) October 3, 2024
કર્મચારીઓને બોનસ ક્યારે ચૂકવવામાં આવશે?
રેલવે મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 2029 કરોડ રૂપિયાની આ રકમ રેલવે કર્મચારીઓના વિવિધ વર્ગો જેમ કે ટ્રેક મેઈન્ટેનર, લોકો પાયલટ, ટ્રેન મેનેજર (ગાર્ડ), સ્ટેશન માસ્ટર, સુપરવાઈઝર, ટેક્નિશિયન, ટેકનિશિયન હેલ્પર, પોઈન્ટ્સમેન, વગેરેને આપવામાં આવશે. મિનિસ્ટ્રીયલ સ્ટાફ અને અન્ય ગ્રુપ 'C' કર્મચારીઓને આપવામાં આવશે. રેલવે મંત્રાલયે કહ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ દુર્ગા પૂજા/દશેરાની રજાઓમાંથી કર્મચારીઓને બોનસ ચૂકવવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે રેલવે કર્મચારીને 78 દિવસ માટે મહત્તમ બોનસની રકમ 17,951 રૂપિયા છે.
આ પણ વાંચો: Delhi : કાલકાજી મંદિરમાં મોટી દુર્ઘટના, રેલીંગમાં કરંટ ફેલાતા 1નું મોત; 7 ઈજાગ્રસ્ત


