Chhattisgarh : એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 16 થી વધુ નક્સલીઓને ઠાર માર્યા
- એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 16 થી વધુ નક્સલીઓને ઠાર માર્યા
- નક્સલી જયરામ ઉર્ફે ચલપતિ માર્યો ગયો
- જયરામના માથા પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું
Chhattisgarh : છત્તીસગઢના ગારિયાબંદમાં થયેલા મોટા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 16 થી વધુ નક્સલીઓને ઠાર કર્યા છે. આ એન્કાઉન્ટર રવિવારથી ચાલી રહ્યું છે અને આ એન્કાઉન્ટરમાં ખતરનાક નક્સલીઓનો પણ સમાવેશ છે. નક્સલીઓમાંથી એક ખતરનાક નક્સલી પણ હતો, જેના માથે 1 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ આ એન્કાઉન્ટરમાં મોટા પ્રમાણમાં હથિયાર અને દારૂગોળા જપ્ત કર્યા છે.
જયરામ ઉર્ફે ચલપતિ ઠાર
આ એન્કાઉન્ટર દરમિયાન જયરામ ઉર્ફે ચલપતિને સુરક્ષા દળોએ ઠાર કર્યો છે. ચલપતિ નક્સલવાદીઓની સેન્ટ્રલ કમિટીના સભ્ય હતો અને તેની ગણતરી દેશના સૌથી ખતરનાક નક્સલવાદી કમાન્ડરોમાં થતી હતી.ચલપતિ ઓડિશા કેડરનો નક્સલવાદી હતો, જેને છત્તીસગઢમાં ઠાર કરવામાં આવ્યો હતો. આ ઘટના નક્સલવાદના ઇતિહાસમાં એક મહત્વની કહેવાય છે, કારણ કે આ પહેલીવાર છે જ્યારે સીસી સભ્યને ઠાર કરવામાં આવ્યો છે. ચલપતિના પરાક્રમને કારણે તેના માથે 1 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું. ગારિયાબંદના એસપી નિખિલ રાખેચાએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 16 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. એ સાથે, SLR રાઇફલ જેવા ઓટોમેટિક હથિયારો અને અન્ય દારૂગોળા મળી આવ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદીઓ સામેની કાર્યવાહીને મોટી સફળતા ગણાવી છે. શાહે ટ્વીટ કર્યું, 'નક્સલવાદ પર વધુ એક મોટો ફટકો. આપણા સુરક્ષા દળોએ નક્સલ મુક્ત ભારત બનાવવા તરફ મોટી સફળતા મેળવી છે. ઓડિશા-છત્તીસગઢ સરહદ પર સંયુક્ત કાર્યવાહીમાં CRPF, SOG ઓડિશા અને છત્તીસગઢ પોલીસે 14 (પાછળથી વધીને 16) નક્સલીઓને ઠાર કર્યા. નક્સલ મુક્ત ભારત માટેના અમારા સંકલ્પ અને અમારા સુરક્ષા દળોના સંયુક્ત પ્રયાસોને કારણે, નક્સલવાદ આજે અંતિમ શ્વાસ લઈ રહ્યો છે.
Another mighty blow to Naxalism. Our security forces achieved major success towards building a Naxal-free Bharat. The CRPF, SoG Odisha, and Chhattisgarh Police neutralised 14 Naxalites in a joint operation along the Odisha-Chhattisgarh border. With our resolve for a Naxal-free…
— Amit Shah (@AmitShah) January 21, 2025
સંયુક્ત ઓપરેશનની વિગતો
આઈજી અમરેશ મિશ્રાએ જણાવ્યું હતું કે ગારિયાબંદ ઓપરેશન ગ્રુપ E30, કોબ્રા 207, CRPF ની 65 અને 211 બટાલિયન અને SOG નુઆપાડાની સંયુક્ત ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ઓડિશાના નુઆપાડા જિલ્લાની સરહદથી લગભગ 5 કિમી દૂર છત્તીસગઢના કુલહાડીઘાટ રિઝર્વ ફોરેસ્ટમાં મોટી સંખ્યામાં માઓવાદીઓની હાજરીની માહિતીના આધારે 19 જાન્યુઆરીની રાત્રે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 1000 સૈનિકોએ 60 થી વધુ નક્સલીઓને ઘેરી લીધા હતા. એન્કાઉન્ટર સ્થળ પરથી મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો અને 'સેલ્ફ-લોડિંગ' રાઇફલ મળી આવી હતી. નક્સલવાદીઓનો લેન્ડમાઇન પણ મળી આવ્યો હતો.
આ પણ વાંચો : છત્તીસગઢ: ગારિયાબંદમાં એન્કાઉન્ટર દરમિયાન બે નક્સલીઓના મોત, અત્યાર સુધીમાં 28 નક્સલીઓ ઠાર


