Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પૈસાદાર SC-ST ને નહીં મળે અનામત? સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વપુર્ણ ચુકાદો

Supreme Court about Reservation : એસસી-એસટી એક્ટમાં પણ ક્રીમી લેયરનો સિદ્ધાંત લાગુ કરવા અને એવું નહીં થાય ત્યાં સુધી મધ્યપ્રદેશમાં IAS-IPS અધિકારીઓના બાળકોને અનામતથી વંચીત કરવા
પૈસાદાર sc st ને નહીં મળે અનામત  સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વપુર્ણ ચુકાદો
Advertisement
  • એસસી-એસટી વર્ગમાં પણ ક્રિમિલેયર જેવી સિસ્ટમ લાવવા માંગ
  • સુપ્રીમ કોર્ટે કહ્યું આ નીતિગત વિષય છે અમે હસ્તક્ષેપ ન કરી શકીએ
  • ઉચ્ચ અધિકારીઓના લાભ લઇ લેવા જોઇએ તેવી કરવામાં આવી માંગ

Supreme Court about Reservation : એસસી-એસટી એક્ટમાં પણ ક્રીમી લેયરનો સિદ્ધાંત લાગુ કરવા અને એવું નહીં થાય ત્યાં સુધી મધ્યપ્રદેશમાં IAS-IPS અધિકારીઓના બાળકોને અનામતથી વંચીત કરવા માટેની માંગ કરવામાં આવી હતી.

એસસી-એસટી અનામતનો લાભ આઇએએસ અને આઇપીએસ અધિકારીઓના બાળકોને ન આપવાની માંગ સાંભળવાથી સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે, અનામત અંગે નીતિ બનાવવી સરકારનું કામ છે. કોર્ટ તેને ક્યારેય પણ નક્કી કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં એસસી એસટીમાં પણ ક્રીમીલેયરના સિદ્ધાંતને લાગુ કરવા અને એવું ન થતા સુધીમાં મધ્યપ્રદેશમાં આઇએએસ-આઇપીએસ અધિકારીઓના બાળકોને અનામતથી વંચિત કરાની માંગ કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો : બાળકો મોબાઇલથી દૂર રહે તે માટે બનાવાશે પોલીસી, વાલી-શિક્ષકોને પણ ફોનથી રખાશે દુર

Advertisement

IAS-IPS ના બાળકોને અનામતથી બહાર કરવાની માંગ

મધ્યપ્રદેશના રહેવાસી અરજદાર સંતોષ માલવીયના વકીલ મૃગાંક પ્રભાકર દ્વારા અરજી દાખલ કરી હતી. જેમાં કહેવાયું કે, ગત્ત વર્ષે સુપ્રીમ કોર્ટે પંજાબ વિરુદ્ધ દેવિંદર સિંહના કેસમાં ચુકાદામાં અનુસૂચિત જાતી-જનજાતી અનામતમાં ઉપવર્ગીકરણની પરવાનગી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે, આ વર્ગોમાં પણ જે જાતિય વધારે પછાત થઇ રહ્યો છે. તેમના સુધી અનામતનો લાભ પહોંચાડવા માટે ઉપવર્ગીકરણ જરૂરી છે. કેટલાક રાજ્યોએ આ ચુકાદા અનુસાર પગલું ઉઠાવવા માટે શરૂ કર્યા છે, જો કે મધ્ય પ્રદેશમાં હજી સુધી આવું થયું નથી.

મધ્યપ્રદેશ સરકારને કરાઇ હતી ભલામણ

અરજદારો તરફથી માંગ કરવામાં આવી કે, સુપ્રીમ કોર્ટ મધ્યપ્રદેશ સરકારને અનુસૂચિત જાતી-જનજાતી માંથી ક્રીમીલેયરની ઓળખ કરવા અને તેને સરકારી નોકરી અને ઉચ્ચ શિક્ષણમાં અનામત આપવાની નીતિ બનાવવા માટે જણાવે. જ્યા સુધી રાજ્ય સરકાર એવી નીતિ નથી બનાવી લેતી, ત્યા સુધી રાજ્યમાં કમ સે કમ આઇએએસ આઇપીએસ અધિકારીઓને અનામતમાંથી હટાવવામાં આવે.

આ પણ વાંચો : ઈમરજન્સીના વિવાદોથી થાકી Kangana Ranaut! ક્યારેય રાજકીય ફિલ્મ ન બનાવવાનો કર્યો નિર્ણય

અનામત આપવું સરકારનો નિર્ણય

ગુરૂવારે આ મામલો જસ્ટિસ બી.આર ગવઇ અને ઓગસ્ટિન જોર્જ મસીહની બેંચે સુનાવણી ચાલી રહી હતી. બેંચના અધ્યક્ષ જસ્ટિસ ગવઇએ અરજદારના વકીલને કહ્યું કે, ગત્ત વર્ષે 7 જજોની બેંચે આ જ ચુકાદો આપ્યો હતો કે, એસસી એસટી અનામતમાં પેટા વર્ગીકરણ કરવામાં આવી શકે છે, જો કે અમે તેને ફરજીયાત નહોતું કહ્યું. આ અંગે વિવેક પુર્વક નિર્ણય સરકારો પર છોડ્યો હતો. જસ્ટિસ ગવઇએ કહ્યું કે, કોને અનામત આપવી અને કોને નહીં તે નીતિગત વિષય છે. તેનો નિર્ણય સરકાર જ કરી શકે છે. તે માટે ધારાસભા, લોકસભા અને રાજ્યસભા જેવી અનેક વ્યવસ્થાઓ છે.

આ પણ વાંચો : પહેલા સગીરને ફાંસીની સજા આપી, હવે સુપ્રીમ કોર્ટે પોતાની ભૂલ સુધારી, 25 વર્ષ પછી મુક્ત થયો આરોપી

Tags :
Advertisement

.

×