Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બિહારમાં ચૂંટણી પહેલા CM નીતીશકુમારનું શિક્ષકોની બમ્પર ભરતીનું એલાન

બિહારમાં ચૂંટણી પહેલા શિક્ષક નિયુક્તિ માટે ડોમિસાઇલ નીતિ લાગૂ કરવા માટે સીએમ નીતીશ કુમારે આદેશ આપ્યા છે
બિહારમાં ચૂંટણી પહેલા cm નીતીશકુમારનું શિક્ષકોની બમ્પર ભરતીનું એલાન
Advertisement
  • બિહારમાં CM નીતીશ કુમારની મોટી જાહેરાત
  • બિહારના લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે.
  • TRE-4થી લાગૂ કરવામાં આવશે

 Bihar : બિહારમાં ચૂંટણી (Bihar Assembly Election) પહેલા શિક્ષક નિયુક્તિ માટે ડોમિસાઇલ (DOMICILE) નીતિ લાગૂ કરવા માટે સીએમ નીતીશ કુમારે (CM NitishKumar)આદેશ આપ્યા છે. જેમાં બિહારના લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. આ TRE-4થી લાગૂ કરવામાં આવશે. TRE-5 અને STET પણ આયોજીત કરવામાં આવશે. આ નીતિ દ્વારા યોગ્ય ઉમેદવારને તક મળી રહેશે.

Advertisement

Advertisement

બિહારના યુવાઓ માટે ખુશ ખબર

ચૂંટણી વર્ષમાં બિહારના યુવાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સીએમ નીતીશ કુમારે રાજ્યમાં શિક્ષક નિયુક્તિ માટે ડોમિસાઇલ (DOMICILE) )નીતિ એટલે કે સ્થાનીય નિવાસી નીતિ લાગૂ કરવા માટે આદેશ આપ્યા છે. આ નીતિ હેઠળ બિહારના સ્થાનિકોને શિક્ષક ભરતી માટે પ્રાથમિકતા આપવામાં આવશે. નવી વ્યવસ્થા TRE-4 એટલે કે Teacher Recruitment Examination-4થી જ લાગૂ કરવામાં આવશે. સરકારે આ માટે શિક્ષણ વિભાગને આવશ્યક નિયમ સંશોધન માટેના નિર્દેશ પણ આપ્યા છે. સીએમ નીતીશ કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મન X પર પોસ્ટ પણ મુકી છે. તેઓએ લખ્યુ છે કે, નવેમ્બર 2005માં સત્તા સંભાળ્યા બાદ તેમની સરકારે શિક્ષણ વિભાગમાં સુધારા કરવા માટે તમામ પ્રયાસ હાથ ધર્યા છે. હવે આમા બિહારના યુવાઓને પ્રાથમિકતા આપવામાં આવશે.

આ પણ  વાંચો -દેશમાં કંઇક મોટું થવા જઈ રહ્યું છે; PM મોદી- અમિત શાહની તાબડતોબ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

શું છે ડોમિસાઇલ નીતિ ?

બિહાર સરકારે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે, વર્ષ 2025માં TRE-4 અને વર્ષ 2026માં TRE-5નું પણ આયોજન કરવાનું નક્કી કર્યુ છે. સાથે જ TRE-5 પહેલા STET એટલે કે Secondary Teacher Eligibility Test આયોજિત કરવા જણાવ્યુ છે. જેના કારણે યોગ્ય ઉમેદવારને તક મળી શકે. ડોમિસાઇલ નીતિ હેઠળ બિહારના યુવાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. રાજ્યના યુવાઓને વધુ તક મળશે. આ નીતિ લાગૂ કરવા માટે લાંબા સમયથી માગ કરવામાં આવી હતી. જેને હવે નીતિશ કુમારની સરકારે અમલમાં મુકી છે.

આ પણ  વાંચો -તમને કેવી રીતે ખબર પડી કે ચીને જમીન ઝડપી લીધી? રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર

બિહારમાં ચૂંટણી ક્યારે યોજાશે?

બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચ ટૂંક સમયમાં બિહારમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે. આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં બિહાર વિધાનસભા ચૂંટણી યોજાવાની શક્યતા છે. આ ચૂંટણીઓ કુલ 243 બેઠકો માટે થશે અને બહુમતી માટે 122 બેઠકોની જરૂર પડશે. આ વખતે ચૂંટણીમાં મુકાબલો ભાજપ,જેડીયુ, એલજેપી (રામ વિલાસ), જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીના એનડીએ ગઠબંધન અને આરજેડી, કોંગ્રેસ અને કેટલાક અન્ય પક્ષોના મહાગઠબંધન વચ્ચે છે. આ ઉપરાંત, પ્રશાંત કિશોરના જન સૂરજ અને ઓવૈસીના એઆઈએમઆઈએમ પણ ચૂંટણી મેદાનમાં છે.

Tags :
Advertisement

.

×