કુમાર વિશ્વાસને કોંગ્રેસ નેતાનો જડબાતોડ જવાબ, સોનાક્ષી સિંહાના લગ્ન પર કરી હતી ટીકા
- કુમાર વિશ્વાસનું વિવાદાસ્પદ નિવેદન: સોનાક્ષી સિંહાના લગ્ન પર કરી ટીકા
- સુપ્રિયા શ્રીનેતનું કુમાર વિશ્વાસ પર શાબ્દિક હુમલો
- કુમાર વિશ્વાસની ટિપ્પણીથી સોશિયલ મીડિયા પર ગુસ્સો
- શત્રુઘ્ન સિંહાના પરિવાર પર કુમાર વિશ્વાસનો કટાક્ષ
- કુમાર વિશ્વાસના નિવેદન પર કોંગ્રેસ અને સુપ્રિયા શ્રીનેતનો વિરોધ
Kumar Vishwas controversial statement : કવિ કુમાર વિશ્વાસ હાલમાં એક મોટા વિવાદમાં ઘેરાઇ ગયા છે. સોનાક્ષી સિંહાના આંતર-ધાર્મિક લગ્નને લક્ષ્ય કરીને કરેલી ટિપ્પણીના કારણે તેઓ ન માત્ર સોશિયલ મીડિયા પર ટીકા સહન કરી રહ્યા છે, પરંતુ રાજકીય પક્ષોના નિશાન પર પણ આવી ગયા છે. ‘X’ પર કોંગ્રેસની પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે અને વિશ્વાસની ટીકા કરી છે.
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે નિશાન સાધ્યું
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે આ નિવેદનને લઈને કુમાર વિશ્વાસ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ સાંસદે સોશિયલ મીડિયા પર લાંબુ ભાષણ લખ્યું છે. સુપ્રિયા શ્રીનેતે કુમારના આ નિવેદનને અભિનેત્રી સોનાક્ષી સિંહાની સસ્તી મજાક ગણાવી છે. સુપ્રિયા શ્રીનેતે X પર પોતાનો ગુસ્સો ઠાલવતા લખ્યું, 'તમારા પોતાના ઘરમાં દીકરી હોય તો શું તમે બીજાની દીકરી પર સસ્તી ટિપ્પણી કરીને સસ્તી તાળીઓ મેળવશો? આમ કરવાથી, તમે પહેલેથી જ કલ્પના કરી શકો છો કે કેટલી હદે નીચે પડ્યા છો. તેમણે આગળ લખ્યું કે, કુમાર વિશ્વાસ જી, તમે સોનાક્ષી સિન્હાના આંતર-ધાર્મિક લગ્નની માત્ર સસ્તી મજાક જ નથી કરી પરંતુ તમે મહિલાઓ માટે તમારી વાસ્તવિક વિચારસરણીનો પણ પર્દાફાશ કર્યો છે. તમારા શબ્દો ‘નહીંતર તમારા ઘરમાંથી શ્રી લક્ષ્મીને કોઈ અન્ય છીનવી લેશે’. શું છોકરી કોઈ એવી વ્યક્તિ જેવી છે જેને કોઈ ઉપાડીને લઈ જાય? તમારા જેવા લોકો ક્યાં સુધી સ્ત્રીને તેના પિતા અને પછી તેના પતિની મિલકત માનતા રહેશે?
अगर आपके अपने घर में एक बेटी हो तो क्या आप किसी और की बेटी पर भद्दी टिप्पणी करके सस्ती तालियाँ बटोरेंगे?
ऐसा करने पर आप किस हद तक गिरे हुए हैं, इसका तो अंदाज़ा लग ही गया है
कुमार विश्वास जी आपने सोनाक्षी सिन्हा के अंतरधार्मिक विवाह पर तो घटिया तंज किया ही पर आपने अपने अंदर…
— Supriya Shrinate (@SupriyaShrinate) December 22, 2024
સુપ્રીયા શ્રીનેતે કુમાર પર છોડ્યા શાબ્દિક તીર
સુપ્રિયા શ્રીનેતે લખ્યું, લગ્ન અને લગ્નજીવનનો પાયો સમાનતા, પરસ્પર વિશ્વાસ અને પરસ્પર પ્રેમ છે. કોઈ કોઈને ક્યાંય લઈ જતું નથી અને 2024 ના ભારતમાં, જો તમે તમારી સ્વતંત્ર ઇચ્છાથી લગ્ન કરો છો તો તમે ઉછેર પર પ્રશ્ન કરી રહ્યા છો!?? શું છોકરીને તેની રીતે લગ્ન કરવાનો અધિકાર નથી? કે પછી ધર્મના સ્વ-ઘોષિત ઠેકેદારો નક્કી કરશે કે કોણ શું ખાશે, શું પહેરશે, કોને પ્રેમ કરશે, કેવી રીતે લગ્ન કરશે? જોકે, તમારી સાથે આવેલો બાઉન્સર કોઈ ચુનંદા ડૉક્ટરને મારતો હોય તો પણ ઉછેર પર કોઈ પ્રશ્ન ન હોવો જોઈએ - તમે ત્યાં હોવ ત્યારે તમારો સ્ટાફ આવું કરે એ તમારી ભૂલ છે. શત્રુઘ્ન સિન્હાજી કે તેમની સફળ પુત્રી સોનાક્ષીને તમારા પ્રમાણપત્રની જરૂર નથી, પરંતુ તમારાથી 17 વર્ષ નાની છોકરી વિશેની તમારી ટિપ્પણી ચોક્કસપણે તમારી નાની વિચારસરણીને છતી કરે છે. આ રીતે આગળ સુપ્રીયા શ્રીનેતે કુમાર વિશ્વાસને પોતાના શાબ્દિક તીર છોડ્યા હતા.
શું કહ્યું હતું કુમાર વિશ્વાસે?
ઉત્તર પ્રદેશના મેરઠમાં એક કવિ સંમેલન દરમિયાન કવિ કુમાર વિશ્વાસે કંઈક એવું કહ્યું જેના પછી વિવાદ ઊભો થયો છે. પોતાના નિવેદનમાં કુમાર વિશ્વાસે કથિત રીતે બોલિવૂડ એક્ટર શત્રુઘ્ન સિંહાનું નામ લીધા વિના તેમના પરિવાર પર નિશાન સાધ્યું હતું. વિશ્વાસે તેમની પુત્રી અભિનેત્રી સોનાક્ષી સિંહાના લગ્ન પર કટાક્ષ કરતા કહ્યું કે, તમારા બાળકોને રામાયણ વાંચવાની ટેવ પાડો. એવું ન થવું જોઈએ કે ઘરનું નામ રામાયણ હોય અને તમારા ઘરમાંથી લક્ષ્મી કોઈ બીજો લઈ જાય. મીડિયામાં આવેલા સમાચાર અનુસાર, ઉત્તર પ્રદેશના મેરઠમાં કવિ સંમેલન દરમિયાન કુમાર વિશ્વાસે કહ્યું, “તમારા બાળકોને સીતાજીની બહેનો વિશે કહો. ભગવાન રામના ભાઈઓના નામ યાદ કરાવો. હું સંકેત દ્વારા એક વાત કહું છું, જે સમજે છે તેમણે તાળીઓ પાડવી જોઈએ. વિશ્વાસે આગળ કહ્યું, "એવું ન થવું જોઈએ કે તમારા ઘરનું નામ 'રામાયણ' હોય... કોઈ બીજું તમારા ઘરની શ્રીલક્ષ્મીને લઈ જાય."
આ પણ વાંચો: UP : 4 બાળકોની માતાને થયો 33 વર્ષ નાના યુવક સાથે પ્રેમ


