Rohtak Murder : કોંગ્રેસ કાર્યકર્તા હિમાની નરવાલની હત્યા, સુટકેસમાંથી મળી લાશ
- મૃતદેહની ઓળખ કોંગ્રેસ નેતા હિમાની નરવાલ તરીકે થઈ
- સૂટકેસમાંથી મળેલી લાશ કોંગ્રેસના કાર્યકરની
- હત્યાની તપાસ માટે SIT ની માંગ
Rohtak Murder : હરિયાણાના રોહતકમાં શનિવારે સવારે એક યુવતીનો મૃતદેહ સુટકેસમાંથી મળી આવ્યો હતો. હવે કોંગ્રેસના ધારાસભ્ય ભારત ભૂષણ બન્નાએ કહ્યું કે સૂટકેસમાંથી મળેલી લાશ કોંગ્રેસના કાર્યકરની છે. તે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પણ સામેલ થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્યએ આ ઘટનાની SIT તપાસની માંગ કરી છે.
હિમાનીનો મૃતદેહ સુટકેસમાંથી મળી આવ્યો
હરિયાણાના રોહતકમાં મળી આવેલા સૂટકેસમાંથી મળેલા મૃતદેહની ઓળખ થઈ ગઈ છે. મૃતદેહની ઓળખ કોંગ્રેસ નેતા હિમાની નરવાલ તરીકે થઈ છે. હિમાનીનો મૃતદેહ સુટકેસમાંથી મળી આવ્યો છે. ભારત જોડો યાત્રામાં હિમાની રાહુલ ગાંધી સાથે હરિયાણવી પોશાક પહેરેલી જોવા મળી હતી. ત્યારબાદ તેમણે રાહુલ ગાંધી સાથેનો પોતાનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન, હિમાનીએ રોહતકમાં દીપેન્દ્ર હુડ્ડા અને ભૂપેન્દ્ર હુડ્ડા માટે પ્રચાર પણ કર્યો હતો. આ ઘટના અંગે, રોહતકના કોંગ્રેસના ધારાસભ્ય બીબી બત્રાએ હત્યાની તપાસ માટે SIT ની માંગ કરી છે.
સાંપલા નગરમાંથી પસાર થતા ફૂલ રોડ નજીક આજે સવારે એક બંધ સૂટકેસમાંથી હાથ પર મહેંદી લગાવેલી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. તે સમયે, છોકરીના મૃતદેહની ઓળખ થઈ શકી ન હતી, જેના કારણે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અને ઓળખ માટે રોહતક પીજીઆઈમાં રાખ્યો હતો.
આ પણ વાંચો : '15 વર્ષ સુધી મુખ્યમંત્રી રહેશે નીતીશ કુમાર', સમ્રાટ ચૌધરીના દાવા પર રાજકીય હલચલ તેજ
યુવતી કોંગ્રેસની સક્રિય કાર્યકર હતી
હવે, યુવતીના મૃતદેહ અંગે, રોહતકના કોંગ્રેસના ધારાસભ્ય ભારત ભૂષણ બત્રાએ પોતે કહ્યું કે યુવતી કોંગ્રેસની સક્રિય કાર્યકર હતી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી શરૂ કરીને કોંગ્રેસના ઘણા નેતાઓના ચૂંટણી પ્રચારમાં તેણીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારત ભૂષણ બત્રાએ કહ્યું કે, છોકરીની હત્યાની તાત્કાલિક SIT બનાવીને તપાસ થવી જોઈએ.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ
કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ છે, તેથી સરકારે ગુનેગારોના મનમાં ભય પેદા કરવો જોઈએ જેથી તેઓ ગુના ન કરે. મૃતક યુવતીએ એક દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે એક લગ્ન સમારોહમાં જોવા મળી હતી.
આજે સવારે 11 વાગ્યાની આસપાસ સાંપલા પાસેથી પસાર થતા ફ્લાયઓવર પાસે એક સૂટકેસમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જોકે પોલીસ આ મામલે પત્રકારોના સવાલોના જવાબ આપવામાં ખચકાઈ રહી છે, પરંતુ રોહતકના કોંગ્રેસ ધારાસભ્યએ યુવતીની હત્યા માટે SITની માંગ કરી છે.
આ પણ વાંચો : UP : AMU કેમ્પસમાં ધોળા દિવસે ગોળીબાર, એક વિદ્યાર્થીનું મોત


