Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગૌ-તસ્કરોના હવે એન્કાઉન્ટર થશે, જેનું દૂધ પીધું તેની હત્યા કરનારા રાક્ષસ જ હોઇ શકે

ગાય ચોરીની ઘટનાઓ અનેક વર્ષોથી થઇ રહી છે. મે પોલીસ અધિક્ષકને કહ્યું કે, આ કોઇ પણ ભોગે અટકવું જોઇએ અને કોઇ પણ ભોગે આવું થાય તો તેને અટકાવો.
ગૌ તસ્કરોના હવે એન્કાઉન્ટર થશે  જેનું દૂધ પીધું તેની હત્યા કરનારા રાક્ષસ જ હોઇ શકે
Advertisement
  • કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં ગાયની જાહેરમાં હત્યા કરવા મામલે હોબાળો
  • જેનું દુધ પીધું તે માતા સમાન તેની હત્યા કરનારા રાક્ષસ જ હોઇ શકે
  • ગૌચોરોને કહો કર્ણાટક છોડી દે નહી તો અકારણ ઠાર મરાશે

બેંગ્લુરૂ : ગાય ચોરીની ઘટનાઓ અનેક વર્ષોથી થઇ રહી છે. મે પોલીસ અધિક્ષકને કહ્યું કે, આ કોઇ પણ ભોગે અટકવું જોઇએ અને કોઇ પણ ભોગે આવું થાય તો તેને અટકાવો.આ ખોટું છે અમે ગાયોની પુજા કરીએ છીએ.

મનકલ વૈદ્યનું મોટું નિવેદન

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં ગાય ચોરીની ઘટનાઓ વચ્ચે પ્રભારી મંત્રી મનકલ વૈદ્યે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગૌતસ્કરમાં સંડોવણી હોય તેવા વ્યક્તિઓને ખુલ્લેઆમ રસ્તાઓ પર કે ચાર રસ્તા પર ગોળી મારી દેવામાં આવશે. વૈદ્યે કહ્યું કે, જિલ્લામાં આ પ્રકારની ગતિવિધિઓ ચાલવા નહીં દઇએ. તેમણે આશ્વસ્ત કર્યા કે તંત્ર ગાયો અને ગૌપાલકોના હિતોની રક્ષા માટે તમામ જરૂરી પગલા ઉઠાવી રહ્યા છે. વૈદ્યનું આ નિવેદન હાલમાં જ હોન્નાવરની નજીક એક ગર્ભવતી ગાયના વધની ઘટના અંગે ફેલાયેલા આક્રોશ બાદ આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો : UCC: ‘ગુજરાત સરકારના નિર્ણયને આવકારીએ છીએ’ UCC મુદ્દે ધારાસભ્ય ડૉ.દર્શીતા શાહનું નિવેદન

Advertisement

પોલીસને આપવામાં આવ્યા છે કડક આદેશ

પ્રભારી મંત્રીએ કહ્યું કે, ગાયની ચોરીની ઘટનાઓ અનેક વર્ષોથી થતી રહે છે. મે પોલીસ અધિક્ષકને જણાવ્યું કે, આ અટકવું જોઇએ અને કોઇ પણ કિંમત પર તેવું ન થવું જોઇએ. આ ખોટું છે. અમે ગાયની પુજા કરીએ છીએ. અમારા માટે આ પશુ નથી. આપણે જેનું દૂધ પીને મોટા થયા હોઇએ તેનો જ વધ કરીશું? વૈદ્યએ પત્રકારોને કહ્યું કે, તેમણે પોલીસને સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે કે, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. કેટલાક મામલે ધરપકડ પણ થઇ છે.

જાહેરમાં ગોળી મારી દેવાશે

મનકરે વૈદ્યે કહ્યું કે, જો એવી ઘટનાઓ ચાલુ રહેશે તો કદાચ મને એવું ન કહેવું જોઇએ પરંતુ હું સુનિશ્ચિત કરીશ કે આરોપીઓને રસ્તા પર કે ચાર રસ્તા પર લાવીને ગોળી મારી દેવામાં આવે. કામ કરો કમાઓ અને ખાવો. અમારા જિલ્લામાં રોજગારના અનેક વિકલ્પ છે. પરંતુ અમે કોઇ પણ કિંમતે ગૌતસ્કરીને સહન નહીં કરીએ. આવી ગેંગમાં જોડાયેલા લોકો પર કાર્યવાહી કરીશું.

આ પણ વાંચો : Gujarat : UCC કાયદાથી સમાજને મોટો ફાયદો - દક્ષેશ ઠાકર

ભાજપના શાસનમાં આ લોકો બેફામ બન્યા

મંત્રીએ કહ્યું કે, આવી ઘટનાઓ પહેલા પણ થઇ ચુકી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં હતી. મંત્રીએ આ અંગે સરકારને ઘેરવા અંગે વિપક્ષી દળો પર નિશાન સાધ્યું. તેમણે સત્તામાં રહેવા દરમિયાન આ મુદ્દે ચુપકીદી સાધવા દરમિયાન આ મુદ્દે ચુપ્પી સાધવાનો આરોપ લગાવ્યો.

આ પણ વાંચો : Gujarat UCC કમિટીના ચેરમેન નિવૃત્ત જજ રંજના દેસાઇ વિશે જાણો ખાસ વાત

Tags :
Advertisement

.

×