દિલ્હીના CM Rekha Gupta પર જનસુનાવણી દરમિયાન હુમલો!
- દિલ્હીના મુખ્યમંત્રી Rekha Gupta પર હુમલો
- પથ્થર જેવી વસ્તુઓ મુખ્યમંત્રી પર ફેંકાઈ
- જનસુનાવણી દરમિયાન બની હુમલાની ઘટના
- BJPએ રેખા ગુપ્તા પર હુમલાની નિંદા કરી
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા (Delhi Chief Minister Rekha Gupta) પર આજે બુધવારે સવારે એક ચોંકાવનારી ઘટના બની. તેઓ પોતાના નિવાસસ્થાને જનસુનાવણી કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ અચાનક હુમલો કર્યો. આ હુમલાની જાણ થતાં જ સુરક્ષા તંત્ર હરકતમાં આવી ગયું અને આરોપીને તરત જ કાબૂમાં લેવામાં આવ્યો.
મુખ્યમંત્રી Rekha Gupta પર હુમલો
ભારતની રાજધાની દિલ્હી કેટલું સુરક્ષિત છે તેનું એક ઉદાહરણ આજે સવારે સામે આવ્યું, જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા (Delhi Chief Minister Rekha Gupta) પર એક વ્યક્તિએ હુમલો કર્યો. મુખ્યમંત્રી જનસુનાવણી કરી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. જોકે, પોલીસે તેમના પર હુમલો કરવાના આરોપમાં 35 વર્ષીય વ્યક્તિની અટકાયત કરી છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, જનસુનાવણીમાં હાજર એક વ્યક્તિએ મુખ્યમંત્રી રેખા ગુપ્તા (Chief Minister Rekha Gupta) ને થપ્પડ મારી હતી અને તેમના વાળ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં, પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. આ ઘટનાથી જનસુનાવણી સ્થળ પર અરાજકતા ફેલાઈ ગઈ હતી. જોકે, હુમલાનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી.
Delhi ના CM Rekha Gupta પર હુમલો | Gujarat First
જનસુનાવણી દરમિયાન હુમલાની ઘટના
મુખ્યમંત્રી રેખા ગુપ્તાને શખ્સે થપ્પડ મારી
હુમલો કરનારા આરોપીની કરાઈ અટકાયત
હાથમાં કાગળ લઈને પહોંચ્યો હતો શખ્સ
ભાજપે મુખ્યમંત્રી પર હુમલાની કરી નિંદા #Delhi #DelhiCM #CMRekhaGupta #Attack #BJP… pic.twitter.com/b8HpoRIjIs— Gujarat First (@GujaratFirst) August 20, 2025
CM Rekha Gupta ની સુરક્ષામાં મોટી ચૂક
આ ઘટના ત્યારે બની જ્યારે સવારે મુખ્યમંત્રીના કેમ્પ ઓફિસમાં મોટી સંખ્યામાં લોકો પોતાની ફરિયાદો લઈને આવ્યા હતા. જ્યા આવીને હુમલાખોરે પહેલા જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું અને પછી મુખ્યમંત્રીને થપ્પડ મારી અને ઝપાઝપી શરૂ કરી દીધી. આને કારણે ત્યાં હાજર લોકોમાં હડકંપ મચી ગયો હતો. આ હુમલાએ પોલીસની સુરક્ષામાં મોટી ચૂક હોવાની વાતને પણ ઉજાગર કરી દીધી છે. સવાલ એ છે કે આરોપી સુરક્ષાની કડક વ્યવસ્થા હોવા છતાં અંદર કેવી રીતે પ્રવેશી ગયો અને સીધા મુખ્યમંત્રી રેખા ગુપ્તાની નજીક કેવી રીતે પહોંચ્યો. આ હુમલા પછી મુખ્યમંત્રી નિવાસસ્થાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હી પોલીસ કમિશનર, ઉત્તર જિલ્લા DCP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.
ડોક્ટરો દ્વારા તબીબી તપાસ
હુમલા બાદ રેખા ગુપ્તાની તબીયતની તપાસ કરવા માટે ડોક્ટરોને બોલાવવામાં આવ્યા છે. ભાજપના દિલ્હીના પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ આ હુમલાની કડક નિંદા કરી છે અને જણાવ્યું છે કે તેઓ પણ નિવાસસ્થાને જઈ રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, હુમલાખોર કોર્ટ કેસ સંબંધિત મુદ્દાનો ઉલ્લેખ કરી રહ્યો હતો. જનસુનાવણી માટે દૂર દૂરથી આવેલા લોકોને આ ઘટનાના કારણે નિરાશાનો સામનો કરવો પડ્યો. તેઓએ જણાવ્યું કે આવી અશાંતિપૂર્ણ પરિસ્થિતિએ તેમની મુશ્કેલીઓ વધારી દીધી છે, કારણ કે પોતાની ફરિયાદ રજૂ કર્યા વિના જ તેમને ખાલી હાથે પાછા ફરવું પડ્યું.
આ પણ વાંચો : અમદાવાદ : સેવન્થ ડે શાળાના વિદ્યાર્થી ઉપર છરીથી જીવલેણ હુમલો


