Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi Election Results 2025 : કોંગ્રેસ પાર્ટીના સૂપડા સાફ, જાણો શું છે કારણ

Delhi Election Results 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મત ગણતરીના શરૂઆતના વલણો દર્શાવે છે કે આમ આદમી પાર્ટી મોટી હાર તરફ આગળ વધી રહી છે. બીજી તરફ ભાજપ જીત તરફ અગ્રેસર જોવા મળી રહી છે.
delhi election results 2025   કોંગ્રેસ પાર્ટીના સૂપડા સાફ  જાણો શું છે કારણ
Advertisement
  • દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીત તરફ અગ્રેસર
  • આમ આદમી પાર્ટી એક મોટી હાર તરફ જોવા મળી રહી છે
  • કોંગ્રેસ પાર્ટીના એકવાર ફરી સૂપડા સાફ થઇ ગયા છે

Delhi Election Results 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મત ગણતરીના શરૂઆતના વલણો દર્શાવે છે કે આમ આદમી પાર્ટી મોટી હાર તરફ આગળ વધી રહી છે. બીજી તરફ ભાજપ જીત તરફ અગ્રેસર જોવા મળી રહી છે. વળી જો કોંગ્રેસ પાર્ટીની વાત કરવામાં આવે તો તેના એકવાર ફરી સૂપડા સાફ થઇ ગયા છે. તાજા જાણકારી અનુસાર, ભારતીય જનતા પાર્ટી 46 બેઠકો પર આગળ છે અને આમ આદમી પાર્ટી 24 બેઠકો પર આગળ છે. જ્યારે કોંગ્રેસના પૂરી રીતે સૂપડા સાફ થઇ ગયા છે.

કોંગ્રેસ પાર્ટી દિલ્હીની ગાદીથી ફરી દૂર

આમ આદમી પાર્ટી દિલ્હીમાં છેલ્લા 10 વર્ષથી સત્તા પર છે. તેટલા જ વર્ષથી કોંગ્રેસ પાર્ટી દિલ્હીની ગાદીથી દૂર છે. છેલ્લે કોંગ્રેસ તરફથી શીલા દિક્ષિત દિલ્હીના મુખ્યમંત્રી હતા, તેમના બાદ કોંગ્રેસની હાલત સતત કફોડી થઇ છે. છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસ પાર્ટી માટે દિલ્હીવાસીઓ સિવાય નિરાશા કઇ જ આપ્યું નથી. વળી આમ આદમી પાર્ટીનો પ્રચાર, તેમની સ્ટ્રેટર્જી અને દિલ્હીવાસીઓનો તેમના પર ભરોષો કોંગ્રેસ માટે રાજધાનીથી બહાર નિકાળવાનું મુખ્ય કારણ બન્યું હતું.

Advertisement

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કોઈ ગઠબંધન નહીં

એવું કહેવાય છે કે, બે લોકોના ઝઘડામાં હંમેશા ત્રીજો ફાવી જાય છે કઇંક આવું જ દિલ્હી વિધાનસભાના પરિણામમાં જોવા મળી રહ્યું છે. જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહારાષ્ટ્રની ચૂંટણી દરમિયાન 'બટેગે તો કટેગે' સૂત્ર આપ્યું હતું, જે હિન્દુ એકતાના સંદર્ભમાં હતું. જોકે, આ સૂત્રમાંથી શીખીને, અન્ય પક્ષોએ પણ તેમના ગઠબંધનને મજબૂત બનાવ્યા. પરંતુ દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે ન આવી શક્યા. હરિયાણામાં, કોંગ્રેસ ખૂબ જ ઓછા માર્જિનથી સરકાર બનાવવામાં ચૂકી ગઈ હતી, તેમ છતાં, દિલ્હીમાં બંને પક્ષો એક સાથે આવ્યા નહી. આનાથી મતોનું વિભાજન થયું અને ભાજપને ફાયદો થયો.

Advertisement

આ પણ વાંચો : Delhi Election Results 2025 Live : AAPના ખરાબ પ્રદર્શન પર અન્ના હજારેની આવી પ્રતિક્રિયા

Tags :
Advertisement

.

×