Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi : Pragati Maidan પાસે લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી,કોઈ જાનહાનિ

હરિયાણાના પલવલથી નવી દિલ્હી રેલવે સ્ટેશન તરફ જતી લોકલ ટ્રેન પ્રગતિ મેદાન પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ઘટનાને કારણે ભારતમાં G20 સમિટની તૈયારી કરી રહેલા લોકોમાં દોડ ઘામ મચી ગઈ હતી. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ...
delhi    pragati maidan પાસે લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી કોઈ જાનહાનિ
Advertisement
હરિયાણાના પલવલથી નવી દિલ્હી રેલવે સ્ટેશન તરફ જતી લોકલ ટ્રેન પ્રગતિ મેદાન પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ઘટનાને કારણે ભારતમાં G20 સમિટની તૈયારી કરી રહેલા લોકોમાં દોડ ઘામ મચી ગઈ હતી. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે G20 સમિટ 9 અને 10 સપ્ટેમ્બરના રોજ પ્રગતિ મેદાનમાં આયોજિત થવાની છે. અહીં દેશ વિદેશના મહેમાનો કાર્યક્રમમાં ભાગ લેશે.
આ ઘટના રવિવારે સવારે 9.47 કલાકે બની હતી. પલવલ નવી દિલ્હી લોકલ ટ્રેન નિઝામુદ્દીન અને તિલક બ્રિજ વચ્ચે અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી. મળતી માહિતી મુજબ માત્ર એક કોચ પાટા પરથી ઉતરી ગયો હતો. આ અકસ્માત ડાઉન મેઈન લાઈનમાં થયો હતો. બીજી મુખ્ય લાઇન અને EMU લાઇનથી આ રૂટ પર ટ્રેનો દોડવાનું ચાલુ રહેશે. આ ઘટના અંગે પ્રાથમિક માહિતી મળી રહી છે કે ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.

તમામ મુસાફરો સુરક્ષિતઃ ડીસીપી રેલવે
ડીસીપી રેલ્વેના જણાવ્યા અનુસાર, દિલ્હીના ભૈરોન માર્ગ પાસે લોકલ ઈએમયુ ટ્રેનનો એક કોચ પાટા પરથી ઉતરી ગયો હતો. કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી. તમામ મુસાફરો સુરક્ષિત છે. રેલવે કર્મચારીઓ સમારકામ માટે ઘટના સ્થળે પહોંચી ગયા છે. દિલ્હીના પ્રગતિ મેદાનમાં 9 અને 10 સપ્ટેમ્બરે યોજાનારી G20 કોન્ફરન્સને કારણે સુરક્ષાના દૃષ્ટિકોણથી તેને ખૂબ જ ગંભીર માનવામાં આવે છે. હાલ ઘટનાસ્થળે પહોંચેલા ભારતીય રેલવેના અધિકારીઓ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.

×