Delhi: યમુના નદીની સફાઈને લઈ PM મોદીએ કરી ઉચ્ચ સ્તરીય બેઠક
- PM મોદીએ યમુના નદીની સફાઈ અંગે બેઠક યોજી
- બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી સહિત દિલ્હીના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા
- અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ભલામણ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સફાઈ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક દિલ્હીમાં યોજી હતી.આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના અને મુખ્ય સચિવ હાજર રહ્યા. વડાપ્રધાને લોકોને નદી સાથે જોડવા માટે 'જન ભાગીદારી આંદોલન' શરૂ કરવાની સલાહ આપી છે. પીએમ મોદીની ઉચ્ચ સ્તરીય બેઠકમાં યમુનાની સફાઈ માટે ટૂંકા ગાળા (3 મહિના), મધ્યમ ગાળા (3 મહિનાથી 1.5 વર્ષ) અને લાંબા ગાળાની (1.5 થી 3 વર્ષ) યોજનાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી.
PM મોદીની બેઠકમાં કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?
બેઠકમાં ડ્રેઈન મેનેજમેન્ટ, કચરા વ્યવસ્થાપન, ગટર અને ડેરી કચરા વ્યવસ્થાપન, ઔદ્યોગિક કચરો, નદીના પ્રવાહમાં સુધારો, પૂર વિસ્તાર સંરક્ષણ જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે દિલ્હીના જળ વ્યવસ્થાપન માટે 'શહેરી નદી વ્યવસ્થાપન યોજના' તૈયાર કરવામાં આવશે. આ યોજના શહેરના માસ્ટર પ્લાન સાથે જોડવામાં આવશે, જેથી શહેરના વિકાસ અને પાણી વ્યવસ્થાપન વચ્ચે સંકલન રહે. વડાપ્રધાને કહ્યું કે જનતાને સામેલ કરવા માટે 'જન ભાગીદારી આંદોલન' શરૂ કરવું જોઈએ અને આ અંતર્ગત લોકોએ નદીના પુનર્જીવન અને જાહેર કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લેવો જોઈએ. વડાપ્રધાને એમ પણ કહ્યું કે છઠ પૂજા દરમિયાન દિલ્હીવાસીઓને વધુ સારી સુવિધાઓ મળવી જોઈએ.
આ પણ વાંચોઃ Waqf Act : વિવાદ વચ્ચે PM મોદીને મળ્યો દાઉદી વોરા સમાજ,જાણો શું થઈ ચર્ચા
અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ભલામણ કરી
બેઠકમાં બ્રજ પ્રદેશ જેવા સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ વિસ્તારોને નદી પીપલ્સ મૂવમેન્ટ સાથે જોડવાની જરૂરિયાત પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સરકારે ડ્રેઈન ફ્લો અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિરીક્ષણ કરવા માટે રીઅલ-ટાઈમ ડેટા અને સ્પેસ ટેકનોલોજી જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે. આ બેઠક દરમિયાન યમુના નદીની સ્થિતિ હરિયાણા, દિલ્હી અને સંગમ (પ્રયાગરાજ) સુધી ફેલાયેલી છે તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ india vs pak : પાકિસ્તાનના સેના પ્રમુખના નિવેદન પર ભારતનો જડબાતોડ જવાબ