Delhi: રશિયન રાષ્ટ્રપતિએ મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ વિઝિટર બુકમાં લખ્યો સંદેશ
- Delhi માં પુતિને મહાત્મા ગાંધીને અર્પી પુષ્પાંજલી
- Visitor Book રશિયન ભાષામાં લખ્યો સંદેશ
- ગાંધીજીને મહાન દાર્શનિક અને માનવતાવાદી બતાવ્યા
- ગાંધીજીના વિચારો આજે પણ પ્રાસંગિક છેઃ પુતિન
Delhi: રશિયાના રાષ્ટ્રપતિ ભારત મુલાકાતે છે. ત્યારે તેઓ દિલ્લીમાં રાજધાટ પર પહોંચ્યા હતા. ત્યાં જઈને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. પુષ્પો અર્પણ કરીને તેમણે મહાત્મા ગાંધીને નમન કર્યા હતા. પુષ્પાંજલી આપ્યા પછી તેમણે વિઝિટર બુકમાં નોંધ પણ લખી હતી.
Delhi માં રશિયન રાષ્ટ્રપતિએ રુસી ભાષામાં લખ્યો સંદેશ
રાષ્ટ્રપતિ પુતિને રુસ ભાષામાં વિઝિટર બુક Visitor Bookમાં સંદેશો લખીને તમામ દેશોનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રીત કર્યું હતું. પુતિને મહાત્મા ગાંધીને ભારતના મહાન દાર્શનિક અને માનવતાવાદી બતાવ્યા હતા. સાથે જ તેમણે લખ્યું કે, ગાંધીજીના વિચારો આજે પણ પ્રાસંગિક છે. ગાંધીજીએ તેમના જીવન દરમિયાન શાંતિ માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે. સ્વતંત્રતા, પરોપરાકર અને સદગુણોના તેમના વિચારો આજે પણ જિવીત છે. ગાંધીજીએ ન્યાયપૂર્ણ બહુધ્રુવીય દુનિયાની પરિકલ્પના કરી હતી. પુતિને સંદેશ લખ્યા પછી આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપક પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
પુતિને મહાત્મા ગાંધીના વિચારોની વાત કરી
રુસી રાષ્ટ્રપતિએ લેવ નિકોલેવિચને લખેલા ગાંધીજીના પત્રના સંદર્ભ આપતા નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ગાંધીજીએ ભવિષ્યની દુનિયા પર ઊંડાણપૂર્વકના વિચારો રજૂ કર્યા હતા. જેની ઝલક આજે ભારત અને રશિયાના સંયુક્ત પ્રયાસોમાં દેખાઈ રહ્યા છે. પુતિનના અનુસાર બંને દેશ સાથે મળીને આંતરરાષ્ટ્રીય મંચ પર ગાંધીજીના સિંદ્ધાતોને સાકાર કરશે. અને તેમના સિંદ્ધાતો અને મૂલ્યોની રક્ષા કરશે. જેની પરિકલ્પના મહાત્મા ગાંધીજીએ કરી હતી. આમ કહીએ તો, પુતિનના વિચારોથી ભારત અને રશિયાના મજબૂત સંબંધો જોવા મળે છે.


