ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dholpur-Agra Expressway: 4612 કરોડના ખર્ચે બની રહેલા એક્સપ્રેસથી આ ત્રણ રાજ્યોને થશે મોટો ફાયદો

4612 કરોડના ખર્ચે બની રહેલા એક્સપ્રેસ હાઇવે નવેમ્બરથી શરૂ થશે એક્સપ્રેસ બનાવવાનું કામ આગ્રા ગ્વાલિયર વચ્ચે અંતર ઘટશે. ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે બનાવવાનો આટલો ખર્ચ થશે Dholpur-Agra Expressway:મધ્યપ્રદેશના ગ્વાલિયરને ઉત્તરપ્રદેશના આગ્રાને જોડવા માટે 88 કિલોમીટર લાંબો ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વે (Dholpur-Agra Expressway)બનવાનું...
03:45 PM Jun 05, 2025 IST | Hiren Dave
4612 કરોડના ખર્ચે બની રહેલા એક્સપ્રેસ હાઇવે નવેમ્બરથી શરૂ થશે એક્સપ્રેસ બનાવવાનું કામ આગ્રા ગ્વાલિયર વચ્ચે અંતર ઘટશે. ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે બનાવવાનો આટલો ખર્ચ થશે Dholpur-Agra Expressway:મધ્યપ્રદેશના ગ્વાલિયરને ઉત્તરપ્રદેશના આગ્રાને જોડવા માટે 88 કિલોમીટર લાંબો ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વે (Dholpur-Agra Expressway)બનવાનું...
Dholpur Agra Expressway

Dholpur-Agra Expressway:મધ્યપ્રદેશના ગ્વાલિયરને ઉત્તરપ્રદેશના આગ્રાને જોડવા માટે 88 કિલોમીટર લાંબો ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વે (Dholpur-Agra Expressway)બનવાનું કામ શરુ થવાનું છે. એક વખત બની ગયા બાદ આ બે શહેરો વચ્ચેનું અંતર ઘણુ ઓછુ થઈ જશે. આ એક્સપ્રેસ ત્રણ રાજ્યો ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ થઈને નીકળશે.

નવેમ્બરથી શરૂ થશે એક્સપ્રેસ બનાવવાનું કામ

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા(NHAI)એ 88.400 કિલોમીટર લાંબા આ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વે બનાવવાનું કામ ઉદયપુરની એક કંપનીને આપવામાં આવ્યું છે. જે વર્ષે નવેમ્બરથી એક્સપ્રેસ વે બનાવવાનું કામ શરૂ કરી દેશે. વર્ષ 2008 સુધીમાં તે બનીને તૈયાર થઈ જાય એવી આશા છે.એક્સપ્રેસ બનાવવા માટે NHAI એ મુરૈના, આગ્રા અને ધૈલપુરમાં જમીન અધિગ્રહણનું કામ પુરુ કરી લીધુ છે. આ એક્સપ્રેસ વે ગ્વાલિયરના નિરાવલી તિરાહાથી શરૂ કરીને આગ્રા-લખનૌ એક્સપ્રએસ સુધી જશે. કોટા પાસે તેને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે જોડવા માટે એક ઈન્ટરચેન્જ પણ બનાવવામાં આવશે.

આ પણ  વાંચો -'મેં બાળકોને દમ તોડતા જોયા', બેંગલુરુમાં થયેલી ભાગદોડ અંગે ડીકે શિવકુમાર ભાવુક થયા

આગ્રા ગ્વાલિયર વચ્ચે અંતર ઘટશે.

છ લેનના આ એક્સપ્રેસ વે માટે ઉત્તરપ્રદેશના 14, રાજસ્થાનના 18 અને મધ્યપ્રદેશના 30 ગામની જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે. આ ગ્રીન ફીલ્ડ એક્સપ્રેસ -વે પ્રોજેક્ટ સાથે કંપનીને ગ્વાલિયરને આગ્રા સાથે જોડનારા નેશનલ હાઈ-વે 44નું સમારકામ કરવું પડશે. જ્યાં હાલ ગ્વાલિયરથી આગ્રા અને આગ્રાથી ગ્વાલિયર પહોંચવામાં લગભગ 3 કલાક લાગે છે. આ પ્રોજેક્ટના બની ગયા પછી બંને શહેરો વચ્ચેનું અંતર અડધો કલાક ઓછુ થઈને દોઢ કલાક થઈ જશે.

આ પણ  વાંચો -Azamgarh: પ્રેમિકાના પરિવારે જ કરી પ્રેમીની કરપીણ હત્યા, વાંચો શું છે મામલો

ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે બનાવવાનો આટલો ખર્ચ થશે

ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે બનાવવા માટે કુલ રૂ. ૪,૬૧૨.૬૫ કરોડનો ખર્ચ થશે. ૪૨ અંડરપાસ, આઠ મોટા અને ૨૩ નાના પુલ, પાંચ એલિવેટેડ વાયડક્ટ, છ ફ્લાયઓવર અને એક રેલ્વે ઓવરબ્રિજ બનાવવામાં આવશે. એક્સપ્રેસવેમાં જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ અને અદ્યતન ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવશે. એક્સપ્રેસવે પર વાહનો ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે.

Tags :
AgraDholpur Agra ExpresswayGwaliorNHAI
Next Article