ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

HAL પર વિશ્વાસ ના કરો! વાયુસેના પ્રમુખના નિવેદન બાદ કંપની સક્રિય થઈ, કહ્યું,  સપ્લાય ટૂંક સમયમાં શરૂ થશે

તેજસની સપ્લાયમાં વિલંબને લઈને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ ખાતરી આપી છે કે ટેકનિકલ સમસ્યાઓ ઉકેલાઈ ગઈ છે અને ભારતીય વાયુસેનાને એરક્રાફ્ટનો સપ્લાય ટૂંક સમયમાં શરૂ થશે. વિવિધ સ્તરે યોજાયેલી બેઠકો બાદ HAL ટૂંક સમયમાં જ એરફોર્સને એરક્રાફ્ટ આપશે.
03:51 PM Feb 12, 2025 IST | MIHIR PARMAR
તેજસની સપ્લાયમાં વિલંબને લઈને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ ખાતરી આપી છે કે ટેકનિકલ સમસ્યાઓ ઉકેલાઈ ગઈ છે અને ભારતીય વાયુસેનાને એરક્રાફ્ટનો સપ્લાય ટૂંક સમયમાં શરૂ થશે. વિવિધ સ્તરે યોજાયેલી બેઠકો બાદ HAL ટૂંક સમયમાં જ એરફોર્સને એરક્રાફ્ટ આપશે.
HAL Aircraft Tejas

Delay in the Supply of Tejas : કોમ્બેટ એરક્રાફ્ટ 'તેજસ'ના નિર્માતા હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ ખાતરી આપી કે તે ટૂંક સમયમાં ભારતીય વાયુસેનાને એરક્રાફ્ટની સપ્લાય કરવાનું શરૂ કરશે અને ટેકનિકલ સમસ્યાઓનું સમાધાન થઈ ગયું છે. વાયુસેનાના વડા એપી સિંહે આ સંબંધમાં ચિંતા વ્યક્ત કરી હોવાના અહેવાલો વચ્ચે આ જાણકારી સામે આવી છે.

એરફોર્સ ચીફની ચિંતા વ્યાજબી છે

HAL ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડી કે સુનિલે જણાવ્યું હતું કે વિલંબ ફક્ત ઉદ્યોગમાં મંદી હોવાને કારણે નથી થયો. તેણે એરો ઈન્ડિયા 2025 ઈવેન્ટમાં પત્રકારોને જણાવ્યું હતું કે, કેટલીક ટેકનિકલ સમસ્યાઓ હતી, જે ઉકેલાઈ ગઈ છે. એરફોર્સ ચીફની ચિંતા વ્યાજબી છે.

HAL ચેરમેને બીજું શું કહ્યું?

સુનીલના જણાવ્યા અનુસાર, વિવિધ સ્તરે બેઠકો યોજવામાં આવી છે અને કેન્દ્રીય જાહેર ક્ષેત્રની HAL ટૂંક સમયમાં એરક્રાફ્ટની સપ્લાય કરશે. ભારતીય વાયુસેનાને તેજસના પુરવઠામાં વિલંબ અંગે વાયુસેનાના વડા એર માર્શલ એપી સિંહે એક કથિત વીડિયોમાં ચિંતા વ્યક્ત કરી હોવાના અહેવાલો વચ્ચે તેમની પ્રતિક્રિયા આવી.

આ પણ વાંચો :  1984 Sikh Riots: સજ્જન કુમાર દોષી જાહેર, 18 ફેબ્રુઆરીએ સજા અંગે ચર્ચા

નિષ્ફળતા એ કોઈ વિકલ્પ નથી

ઈન્ડિયન એરફોર્સ ચીફે તેજસ માર્ક 1-Aને લઈને કેટલીક ટિપ્પણીઓ કરી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જો કે, ગુજરાત ફસ્ટ તે વીડિયોની જવાબદારી લેતું નથી. વાયુસેનાના વડાએ કહ્યું હતું કે અત્યારે મને HAL પર વિશ્વાસ નથી. મને 11 વિમાનોની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ અહીં અમારી પાસે માત્ર 4 જ છે. આ કોઈ Mk1A નથી; આ ત્યારે જ થશે જ્યારે આ હથિયાર ફાયર થશે. નિષ્ફળતા એ કોઈ વિકલ્પ નથી.

ભારતીય વાયુસેનાએ HALને 83 તેજસ MK-1Aનો ઓર્ડર આપ્યો છે. જેના પર 48 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

આ પણ વાંચો :  50 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાશે, બિનકાયદેસર દબાણો બાદ હવે સરકારનું ઓપરેશન હકાલપટ્ટી

Tags :
Aero India 2025Air Force Chief AP Singhcombat aircraft 'Tejas'delay in the supply of TejasDK SunilGujarat FirstHALHindustan Aeronautics LimitedIndian Air ForceMihir Parmarreporterssupply of the aircrafttechnical issuesViral on Social Media
Next Article