Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MISSILE SYSTEM: તબાહી માટે તૈયાર રહે આતંકી પાડોશી! DRDOએ કર્યું પ્રલય ટેક્ટિકલ ક્વાજી સિસ્ટમનું સફળ પરીક્ષણ

અવરોધને પણ પાર કરીને 150થી 500 કિલોમીટરની રેન્જમાં તબાહી મચાવવાની ક્ષમતા ધરાવતી પ્રલય મિસાઈલ સિસ્ટમ આતંકના આકા પાકિસ્તાન માટે બનશે પ્રલંયકારી. પ્રલય મિસાઈલ માત્ર હાર્ડવેર અને ગાઈડન્સના સ્તર પર જ નહીં, પણ ડિજિટલ મિશન પ્લાનિંગમાં પણ સંપૂર્ણપણે ભારતીય ટેક્નીક પર નિર્ભર થઈ જશે. તેને રણનીતિક સ્વાવલંબનની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
missile system  તબાહી માટે તૈયાર રહે આતંકી પાડોશી  drdoએ કર્યું પ્રલય ટેક્ટિકલ ક્વાજી સિસ્ટમનું સફળ પરીક્ષણ
Advertisement
  • સંપૂર્ણ સ્વદેશી જીઆઈએસથી સજ્જ MISSILE SYSTEM
  • વોરહેડના હિસાબથી રેન્જ એનાલિસિસની પણ ક્ષમતા
  • 150થી 500 કિલોમીટરની રેન્જમાં પ્રહારની ક્ષમતા

નવી દિલ્હી : ભારતે પ્રલય ટેક્ટિકલ ક્વાજી -સિસ્ટમને (MISSILE SYSTEM) હવે સંપૂર્ણપણે સ્વદેશી જિયોગ્રાફિક ઈન્ફોર્મેશન સિસ્ટમ(INDIGIS)થી સજ્જ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ તે સિસ્ટમ છે જેને શરૂઆતમાં ડીઆરડીઓની લેબોરેટરી સેન્ટર ફોર આર્ટિફિશઇયલ ઈન્ટેલિજન્સ એન્ડ રોબોટિક્સ (CAIR)એ વિકસિત કરી હતી. તેના સામેલ થવાથી પ્રલય મિસાઈલ માત્ર હાર્ડવેર અને ગાઈડન્સના સ્તર પર જ નહીં, પણ ડિજિટલ મિશન પ્લાનિંગમાં પણ સંપૂર્ણપણે ભારતીય ટેક્નીક પર નિર્ભર થઈ જશે. તેને રણનીતિક સ્વાવલંબનની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

યુદ્ધ ક્ષેત્ર સંબંધિત ડેટા ચોક્સાઈપૂર્વક જોઈ શકાશે

આ ઈન્ટિગ્રેશનનો સૌથી મોટો ફાયદો એ છે કે મિસાઈલ બેટરીના કમાન્ડર હવે સંપૂર્ણપણે સુરક્ષિત, મજબૂત અને ઓફલાઈન ચાલનારી ડિજિટલ મેપિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકશે. આ પ્લેટફોર્મ પર લોન્ચરની સ્થિતિ, મિસાઈલના પ્રકાર, લક્ષ્ય ફોલ્ડર, રેન્જ રિંગ્સ અને જરૂર યુદ્ધ ક્ષેત્ર સંબંધિત ડેટા સટીકપણે જોઈ અને વિશ્લેષિત કરી શકાશે. આ સંપૂર્ણ પ્લાનિંગ હવે કોઈ વિદેશી સોફ્ટવેર પર નહીં, પણ ભારતમાં બનેલી સિસ્ટમથી થશે, જેનાથી ડેટા લીક, બેકડોર અથા સંકટની સ્થિતિમાં સેવાબાધિત થવાજેવા જોખમો સમાપ્ત થઈ જાય છે.

Advertisement

MISSILE SYSTEM માં શત્રુઓના ઠેકાણાઓ નષ્ટ કરવાની શક્તિ

ગત વર્ષોમાં ભારતીય સૈન્ય પ્રણાલીઓ વિદેશી લાયસન્સવાળા જીઆઈએ પર નિર્ભર રહે છે, પરંતુ પ્રલય જેવી મિસાઈલ (MISSILE SYSTEM) જે સંઘર્ષની શરૂઆતમાં દુશ્મનના ઠેકાાણાઓ પર પ્રહાર કરવામાં સક્ષમ છે, તેથી સેના અને ડીઆરડીઓએ સંપૂર્ણપણે સ્વદેશી જીઆઈએસને અનિવાર્ય માન્યું. આ આવશ્યકતાના આધારે ડીઆરડીઓએ લાંબી પરીક્ષણ પ્રક્રિયા બાદ INDIGIS તકનીકના ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજી બેંગલુરુની માઈક્રોજેનેસિસ ટેક્સસોફ્ટ પ્રાઈવેટ લિમિટેડે કર્યું, જેણે આને પ્રલયની જરૂરિયાતો પ્રમાણે, કસ્ટમાઈઝ કરી એક પૂર્ણ ડેસ્કટૉપ જીઆઈએસ વાતાવરણ તૈયાર કર્યું. તેની મદદથી યૂનિટ્સ પોતાના મેપ્સને એક સમાન ફોર્મેટમાં તૈયાર કરી શકે છે અને યુદ્ધ ક્ષેત્રનું અધ્યયન તેજ અને ચોક્સાઈપૂર્વક કરી શકે છે.

Advertisement

આ પણ વાંચો : અમેરિકાથી આવ્યા INDIA માટે ચિંતાજનક સમાચાર, ટ્રમ્પની Pakistan સાથે મોટી ડિફેન્સ ડીલ

500 કિલોમીટરની રેન્જમાં તબાહી માટે સક્ષમ

પ્રલય મિસાઈલ 150થી 500 કિલોમીટર સુધીની રેન્જ પર પ્રહાર કરવામાં સક્ષમ છે. તેનો ઉડાણપથ ક્વાઝી બેલેસ્ટિક હોય છે, જેમાં તે વચ્ચે દિશાબદલીને પોતાને અવરોધવાની કોશિશોને પણ નિષ્ફળ બનાવી શકે છે. તેને એવા મોબાઈલ લોન્ચર્સથી છોડવામાં આવે છે, જે સતત પોતાની સ્થિતિ બદલતા રહે છે- આ શૂટ એન્ડ સ્કૂટની રણનીતિ છે. આવા ઓપરેશનને સફળ બનાવવા માટે કમાન્ડરોને એક એવી પ્રણાલી જોઈએ જે તાત્કાલિક દરેક લોન્ચરના લોકેશનને દેખાડી શકે, અલગ-અલગ વોરહેડના હિસાબથી રેન્જ વિશ્લેષણ કરી શકે, દુશ્મનના મોનિટરિંગથી બચવા માટે ટેરેન માસ્કિંગ જણાવી શકે, ફાયરિંગ બાદ નવો સુરક્ષિત માર્ગ તૈયાર કરી શકે અને દુશ્મનના રડાર તથા આર્ટિલરી પ્રતિરોધ ક્ષેત્રનો ઓવરલે જોઈ શકે. INDIGIS આ તમામ સુવિધાઓ એવા સિસ્ટમમાં ઉપલબ્ધ કરાવે છે જે ઉપગ્રહ લિંક જામ અથવા નિષ્ક્રિય હોવા પર પણ વિશ્વસનીયપણે કામ કરી શકે.

INDIGISના પ્રલયમાં સામેલ થવાથી ભારતને એક દુર્લભ સ્ટ્રેટજિક ટ્રાઈફેક્ટા પ્રાપ્ત કર્યો છે. આ સંપૂર્ણપણે દેશમાં બનેલી ક્વાઝી બેલેસ્ટિક મિસાઈલ હવે સંપૂર્ણપણે સ્વદેશી ડિજિટલ GIS - આધારીત મિશન પ્લાનિંગ સિસ્ટમ છે. આ સિદ્ધિ ભારતીય સંરક્ષણ તકનીકમાં આત્મનિર્ભરતાનો એક શક્તિશાળી સંદેશ આપે છે.

આ પણ વાંચો: અરુણાચલમાં PAK જાસૂસીના ષડયંત્રનો પર્દાફાશ : 2 કશ્મીરીઓની ધરપકડ, પાકને મોકલતા હતા સેનાની માહિતી

Tags :
Advertisement

.

×