Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કરોડોનું ડ્રગ્સ, લાખોનું સોનું અને વિદેશી કરન્સી જપ્ત, મુંબઇ એરપોર્ટથી બે તસ્કરની ધરપકડ

Smuggling Racket Busted At Mumbai Airport : મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરા,્ટ્રીય એરપોર્ટ પર તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે.
કરોડોનું ડ્રગ્સ  લાખોનું સોનું અને વિદેશી કરન્સી જપ્ત  મુંબઇ એરપોર્ટથી બે તસ્કરની ધરપકડ
Advertisement
  • મુંબઇ એરપોર્ટ બન્યું છે સ્મગલિંગ રેકેટનું હબ
  • એરપોર્ટ પરથી ડ્રગ્સ અને વિદેશી રોકડ મળતા ચકચાર
  • એરપોર્ટ ઓથોરિટી દ્વારા મોટા પ્રમાણમાં સોનું પણ ઝડપ્યું

Smuggling Racket Busted At Mumbai Airport : મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરા,્ટ્રીય એરપોર્ટ પર તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ત્રણ અલગ અલગ મામલે મોટા પ્રમાણમાં સોનું, ડ્રગ્સ અને વિદેશી રકમ જપ્ત કરવામાં આવી છે.

મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક

મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક (CSMIA) પર સોનું અને ડ્રગ્સની તસ્કરીનો મોટો મામલો સામે આવ્યો છે. ગત્ત બે દિવસમાં મુંબઇ એરપોર્ટ પર અધિકારીઓએ ગુપ્ત માહિતીના આધારે મોટી કાર્યવાહી કરતા 1.16 કિલોગ્રામ સોનું, કરોડોનું ડ્રગ્સ અન વિદેશી નાણું મળી આવ્યું છે. આ મામલે બે તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે અને તેની પુછપરછ ચાલી રહી છે.

Advertisement

આ પણ વાંચો : Art of Living દ્વારા આયોજિત “ભાવ 2025” સમિટમાં પ્રદર્શિત થઈ ભારતની શ્રેષ્ઠ સાંસ્કૃતિક ભવ્યતા

Advertisement

એરપોર્ટ કમિશ્નરેટે ઝડપી લીધા

ANI ના રિપોર્ટ અનુસાર 24-25 જાન્યુઆરી, 2025 દરમિયાન મુંબઇ એરપોર્ટ કમિશ્નરેટના અધિકારીઓએ 751 ગ્રામ એનડીપીએસ (ડ્રગ્સ) જપ્ત કર્યું છે. જપ્ત ડ્રગ્સનું બિનકાયદેસર બજાર લગભગ 7.51 કરોડ રૂપિયાનું આકવામાં આવ્યું છે.

સોનાની તસ્કરીનો મામલો

બીજા મામલે 1.16 કિલોગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું. જેની કિંમત 86.68 લાખ રૂપિયા છે. આ સોનું તસ્કરી દ્વારા દેશમાં લાવવામાં આવી રહ્યું હતું.

આ પણ વાંચો : ચીન અને અમેરિકી વિદેશ મંત્રી વચ્ચે ઉગ્ર બોલાચાલી, ડ્રેગને કહ્યું તમારી મર્યાદામાં રહો

વિદેશી નાણા જપ્ત થયા

ત્રીજા મામલે અધિકારીઓએ 22.40 લાખ રૂપિયા મુલ્યના વિદેશી રકમ જપ્ત કરી. તમામ ત્રણ મામલે અધિકારીઓએ ગુપ્ત ઇનપુટના આધારે કાર્યવાહી કરી. બંન્ને યાત્રીઓની ધપકડ કરવામાં આવી છે, જેની પુછપરછ ચાલી રહી છે.

હાલમાં જ મુંબઇ એરપોર્ટ પરથી 6 કિલોથી વધારે સોનું જપ્ત

મુંબઇ એરપોર્ટ પર સોનાની તસ્કરીનો મામલાઓ સત વધતા જઇ રહ્યા છે. હાલમાં જ મુંબઇ ડીઆઇરઆઇએ છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટથી સોનાની તસ્કરી કરનારા ચાર લોકોની ધરપકડ કરી હતી. એજન્સીએ ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી 4 કરોડ 84 લાખ રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતું. તસ્કર આ સોનાની ડસ્ટ વૈક્સ રૂપમાં કન્વર્ટ કરીને તસ્કરી રહ્યા હતા.

આ પણ વાંચો : Mahakumbh: મેં 12 વર્ષ સુધી કઠોર તપ કર્યું, બ્રહ્મચર્ય નિભાવ્યું છે: મહામંડલેશ્વર યમાઈ મમતાગિરિ

તસ્કરીની વિરુદ્ધ કડક પગલા

અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઇ એરપોર્ટ પર સતત સતર્કતા અને ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહીના કારણે તસ્કરોના નમસુબા નિષ્ફળ થઇ રહ્યા છે. આ જપ્તી ન માત્ર આર્થિક ગુનાઓ પર નકેલ છે પરંતુ ડ્રગ્સ તસ્કરીની વિરુદ્ધ એક મોટી મુહિમ પણ છે.

આ પણ વાંચો : ICC Men’s T20I Team: વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમ જાહેર, માત્ર 4 ખેલાડીઓને મળ્યું સ્થાન

Tags :
Advertisement

.

×