ફરિયાદ માટે ગયેલી મહિલાને DSP બાથરૂમમાં લઇ ગયા અને... હવે વીડિયો વાયરલ
- DSP મહિલાને બાથરૂમમાં લઇ ગયા હતા
- મહિલા પાસે મુખમૈથુન કરાવવા લાગ્યા હતા
- સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડિંગ વાયરલ થયું
Viral Video : વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે. જેમાં રામચંદ્રપ્પા બાથરૂમની અંદર મહિલા સામે ઉભેલા દેખાય છે. તુમકુરુના એસપી અશોક કેવીએ મીડિયાને જણાવ્યું કે, તેઓ આ મામલે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ધ્યાનમાં લાવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
કર્ણાટકની સરકારે શુક્રવારે તુમકુરુ જિલ્લાના મધુગિરના પોલીસ ઉપાધિક્ષક (DSP) બી.રામચંદ્રપ્પાને સસ્પેન્ડ કરી દીધા છે. તેમનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે બાથરૂમમાં એક મહિલા સાથે અયોગ્ય રીતે વ્યવહાર કરતા દેખાય છે. રામચંદ્રપ્પા કર્ણાટકના ગૃહમંત્રી જી.પરમેશ્વરના વિસ્તારના જ ડીસીપી હતા.
આ પણ વાંચો : Nadiad: બાળકોને ભણાવવાનું છોડી શાળાના શિક્ષકો અને આચાર્ય આવ્યા સામસામે, ગ્રામજનો પણ ચોકી ગયા
35 સેકન્ડનો વીડિયો અને DSP સસ્પેન્ડ
ગુરૂવાર રાતથી જ 35 સેકન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં રામચંદ્રપ્પા બાથરૂમની અંદર મહિલાની સામે ઉભેલા જોઇ શકાય છે. તુમકુરૂના એસપી અશોક કેવીએ મીડિયાને જણાવ્યું કે, આ મામલે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ધ્યાનમાં લાવશે અને યોગ્ય કાર્યવાહી કરશે.
A woman went to the office of Madhugiri DYSP Ramachandrappa in Pavagada under @SPTumkur of Karnataka to file a complaint regarding a land dispute. The Dy SP allegedly took her to his restroom inside the office and engaged in sexual act with her on the pretext of doing favour to… pic.twitter.com/QAEC5dIjrN
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) January 3, 2025
પોલીસ વિભાગમાં સમગ્ર વીડિયોથી હડકંપ
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ પોલીસ સુત્રના હવાલાથી જણાવ્યુ કે, આ ઘટનાનો રિપોર્ટ એસપીએ કેન્દ્રીય ક્ષેત્રના પોલીસ નિરીક્ષક જનરલ (IGP) ને સોંપી દીધો છે. IGP એ પોલીસ મહાનિર્દેશક અને પોલીસ નિરીક્ષક જનરલ આલોક મોહન પાસે મોકલી દીધો છે. શુક્રવારે સાંજે રામચંદ્રપ્પાને સસ્પેન્ડ કરી દીધા છે.
આ પણ વાંચો : Surat: ડાયમંડ સિટીમાં તરખાટ મચાવનાર ગેંગને પકડવામાં પોલીસને મળી સફળતા
મહિલા ફરિયાદ દાખલ કરાવવા ગઇ હતી
તપાસમાં સામે આવ્યું કે, મહિલા ગુરૂવારે કેટલાક લોકો સાથે પોતાની ફરિયાદ દાખલ કરાવવા માટે મધુગિરી પોલીસ સ્ટેશન આવી હતી. બાકી લોકો તપાસ અધિકારી સાથે વાત કરી રહ્યા હતા. રામચંદ્રપ્પા મહિલાને લઇને પુછપરછના બહાને બાથરૂમમાં લઇ ગયા હતા. ત્યાર બાદ બંન્ને પોલીસ સ્ટેશનની બિલ્ડિંગના ખુણામાં જતા દેખાયા હતા. તે જ ખુણામાં બાથરૂમ હતું.
DSP મહિલા સાથે બાથરૂમમાં અશ્લીલ કૃત્ય કરવા લાગ્યા
પોલીસ સુત્રોએ જણાવ્યું કે, બંન્ને બાથરૂમમાં ગયા અને અશ્લીલ કૃત્ય કરવા લાગ્યા હતા. ત્યારે જ બાથરૂમની બહારની બહારની બારીમાંથી કોઇએ બંન્નેનો વીડિયો ઉતારી લીધો હતો. જો કે રેકોર્ડિંગ માત્ર 35 સેકન્ડ બાદ બંધ થઇ ગયું હતું. મહિલાએ રેકોર્ડિંગ થતું જોઇ લીધું હતું. જેના કારણે તે રામચંદ્રપ્પાની પાછળ છુપાઇ ગઇ હતી.
આ પણ વાંચો : ચિકન ખાવાનો ઇન્કાર કરનારા જીજાને સાળાએ લોખંડના સળીયા વડે મારી નાખ્યો


