ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

MUDA Scam: MUDA કૌભાંડ કેસમાં EDની કાર્યવાહી, 100 કરોડની કિંમતની 92 સ્થાવર મિલકતો કરી જપ્ત

સિદ્ધારમૈયા સામે મુડા કૌભાંડ કેસ મામલો 100 કરોડની 92 સ્થાવર મિલકતો કરી જપ્ત અત્યાર સુધી રૂ400 કરોડ જપ્ત કર્યા MUDA Scam:સિદ્ધારમૈયા અને અન્ય લોકો સાથે સંબંધિત મુડા કૌભાંડ (MUDA Scam)કેસના સંદર્ભમાં ED બેંગ્લોર દ્વારા 9/06/2025 ના રોજ PMLA-2002 ની...
04:03 PM Jun 10, 2025 IST | Hiren Dave
સિદ્ધારમૈયા સામે મુડા કૌભાંડ કેસ મામલો 100 કરોડની 92 સ્થાવર મિલકતો કરી જપ્ત અત્યાર સુધી રૂ400 કરોડ જપ્ત કર્યા MUDA Scam:સિદ્ધારમૈયા અને અન્ય લોકો સાથે સંબંધિત મુડા કૌભાંડ (MUDA Scam)કેસના સંદર્ભમાં ED બેંગ્લોર દ્વારા 9/06/2025 ના રોજ PMLA-2002 ની...
MUDA Scam

MUDA Scam:સિદ્ધારમૈયા અને અન્ય લોકો સાથે સંબંધિત મુડા કૌભાંડ (MUDA Scam)કેસના સંદર્ભમાં ED બેંગ્લોર દ્વારા 9/06/2025 ના રોજ PMLA-2002 ની જોગવાઈઓ હેઠળ રૂ.100 કરોડ (આશરે) ની બજાર કિંમત ધરાવતી 92 સ્થાવર મિલકતો (MUDA સાઇટ્સ) કામચલાઉ રીતે જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધી રૂ. 400 કરોડની કુલ જપ્તી કરવામાં આવી છે.

100 કરોડ રૂપિયાની 92 સ્થાવર મિલકતો જપ્ત

મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (MUDA) કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 100 કરોડ રૂપિયાની 92 સ્થાવર મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત કરી છે. ED એ 9 જૂનના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 ની જોગવાઈઓ હેઠળ આ કાર્યવાહી કરી હતી, જે મૈસુરમાં લોકાયુક્ત પોલીસે નોંધેલી FIR ના આધારે શરૂ કરેલી તપાસમાંથી ઉદ્ભવી હતી. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું નામ પણ આ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે.

આ પણ  વાંચો -Delhi : દ્વારકામાં ફલેટના 6ઠ્ઠા માળે લાગી વિકરાળ આગ, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

MUDA સાઇટ્સ પર જપ્તી ક કરવાની  કાર્યવાહી

ED અધિકારીઓએ જણાવ્યું હતું કે, MUDA સાઇટ્સ પર જપ્તીની કાર્યવાહી કરવામાં આવી છે, જે હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટીઓ અને કેટલાક વ્યક્તિઓના નામે નોંધાયેલી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો MUDA અધિકારીઓ સહિત પ્રભાવશાળી વ્યક્તિઓના મહોરા કે એજન્ટો હતા. જણાવી દઈએ કે લોકાયુક્તે FIR નોંધ્યા પછી, ED એ તેની તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ  વાંચો -Indore Couple Case : સોનમ રઘુવંશીની ચેટથી થયો ચોંકાવનારો ખુલાસો

ED ની તપાસમાં બહાર આવ્યું છે કે વિવિધ કાયદાઓ અને સરકારી આદેશો-માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરીને અને અન્ય કપટપૂર્ણ માધ્યમો દ્વારા MUDA સ્થળોની ફાળવણીમાં મોટા પાયે કૌભાંડ આચરવામાં આવ્યું હતું.ED એ જણાવ્યું હતું કે GT દિનેશ કુમાર સહિત ભૂતપૂર્વ MUDA કમિશનરોની ભૂમિકા અયોગ્ય સંસ્થાઓ અને વ્યક્તિઓને વળતર સ્થળોની ગેરકાયદેસર ફાળવણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.કેન્દ્રીય તપાસ એજન્સીએ રોકડ, બેંક ટ્રાન્સફર, સ્થાવર અને જંગમ મિલકતોના રૂપમાં ગેરકાયદેસર ફાળવણી કરવા માટે લાંચના વ્યવહારના પુરાવા એકત્રિત કર્યા છે.

Tags :
ActionConfiscatesedKarnatakaMUDA Scamproperty
Next Article