Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શિંદે અને અજિત પવાર આવતીકાલે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે લેશે શપથ : સુત્ર

તાજેતરમાં સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસની સાથે શિવસેનાના નેતા એકનાથ શિંદે ગુરુવારે મુંબઈના આઝાદ મેદાનમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેટલું જ નહીં ANI ના અહેવાલ અનુસાર શિંદે ઉપરાંત, NCP નેતા અજિત પવાર પણ મહારાષ્ટ્રના બીજા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
શિંદે અને અજિત પવાર આવતીકાલે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે લેશે શપથ   સુત્ર
Advertisement
  • મહારાષ્ટ્રમાં સરકાર બનશે, ફડણવીસ મુખ્યમંત્રી, શિંદે અને પવાર નાયબ મુખ્યમંત્રી
  • મહાયુતિમાં સત્તા સંઘર્ષનો અંત, ફડણવીસ-શિંદે સરકાર નિશ્ચિત!
  • મહારાષ્ટ્રમાં સરકાર રચવામાં નવો વળાંક, ફડણવીસ સાથે શિંદે અને પવાર સત્તા પર!

Maharashtra Politics : મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી મુખ્યમંત્રી કોણ તેને લઇને મહાયુતિમાં ઘણા મતભેદો જોવા મળ્યા હતા. જોકે, આજે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે તે અંગે મોહર લાગી ગઇ હતી. જ્યારે તાજેતરમાં સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસની સાથે શિવસેનાના નેતા એકનાથ શિંદે ગુરુવારે મુંબઈના આઝાદ મેદાનમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેટલું જ નહીં ANI ના અહેવાલ અનુસાર શિંદે ઉપરાંત, NCP નેતા અજિત પવાર પણ મહારાષ્ટ્રના બીજા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

શિંદે અને પવાર બનશે નાયબ મુખ્યમંત્રી?

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોના લગભગ 10 દિવસ બાદ મહાયુતિ ગઠબંધને પોતાના મુખ્યમંત્રીની પસંદગી કરી છે. બુધવારે ભાજપના ધારાસભ્યોની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓ હવે ગુરુવારે ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. CM પદ માટે દેવેન્દ્ર ફડણવીસના નામને મંજૂરી મળ્યા બાદ, મહાયુતિ ગઠબંધને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને ગઠન પત્રો સોંપીને સરકાર બનાવવાનો દાવો કર્યો છે. રાજ્યપાલે પણ ગઠન પત્રોનો સ્વીકાર કરીને મહાયુતિને સરકાર રચવા આમંત્રણ આપ્યું છે. આવતીકાલે એટલે કે ગુરુવારે 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં સાંજે 5:30 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. વળી તાજેતરમાં સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, શિવસેનાના નેતા એકનાથ શિંદે અને NCP નેતા અજિત પવાર બંને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

Advertisement

Advertisement

દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત મુખ્યમંત્રી બનશે

સરકાર બનાવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવારનો આભાર માન્યો હતો. વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને જંગી બહુમતી મળ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ હવે તેમનો ત્રીજો કાર્યકાળ શરૂ કરવા તૈયાર છે. ભાજપના નેતૃત્વએ બુધવારે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદ માટે તેમની પસંદગી તરીકે અંતિમ રૂપ આપ્યું હતું, જેનાથી ટોચનું પદ કોને મળશે તે અંગે લાંબા સમયથી ચાલી રહેલા સસ્પેન્સનો અંત આવ્યો હતો. તરત જ, તેમનું નામ નવા ચૂંટાયેલા ધારાસભ્યો સમક્ષ મૂકવામાં આવ્યું હતું અને તેમની મંજૂરીથી તેમની પસંદગીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. એવી અપેક્ષા છે કે અજિત પવાર દેવેન્દ્ર ફડણવીસ સાથે ફરીથી ડેપ્યુટી સીએમ તરીકે શપથ લઈ શકે છે, જ્યારે એકનાથ શિંદે પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે.

આ પણ વાંચો:  Maharashtra Politics : શિંદેનો કટાક્ષ, અજિત દાદાને સવાર-સાંજ શપથનો વિશેષ અનુભવ

Tags :
Advertisement

.

×