Emergency 50th Anniversary : કટોકટી એ લોકતંત્રનો કાળો અધ્યાય છે - વડાપ્રધાન મોદી
- 1975 માં દેશભરમાં લાદવામાં આવેલ કટોકટીના 50 વર્ષ પૂર્ણ થયા
- ભાજપે આજના દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવી રહ્યું છે
- અમિત શાહ 'ધ ઈમરજન્સી ડાયરીઝ - યર્સ ધેટ ફોર્જ્ડ અ લીડર' પુસ્તકનું વિમોચન કરશે
Emergency 50th Anniversary : વર્ષ 1975માં આજના દિવસે 25મી જૂનના રોજ કટોકટી લાદી દેવામાં આવી હતી. ભાજપે આજના દિવસને સંવિધાન હત્યા દિવસ (Constitution Assassination Day) તરીકે ઉજવી રહ્યું છે. રાજધાની દિલ્હીના રસ્તાઓ પર કટોકટીના ઘણા બેનરો લગાવવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ કટોકટીને લોકતંત્રનો કાળો અધ્યાય ગણાવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કટોકટીને સરમુખત્યારશાહી માનસિકતાનું પરિણામ હતું.
લોકતંત્રનો કાળો અધ્યાય
આજે કટોકટીને 50 વર્ષ પૂર્ણ થયા છે. ભાજપે આજના દિવસને સંવિધાન હત્યા દિવસ (Constitution Assassination Day) તરીકે ઉજવી રહ્યું છે. આજે વડાપ્રધાન મોદી (Prime Minister Modi) એ X પર સંવિધાન હત્યા દિવસ અંગે ઘણી પોસ્ટ્સ કરી છે. તેમણે લખ્યું કે, આપણી સરકાર કટોકટી વિરુદ્ધ લડેલા દરેકને સલામ કરે છે. આ લોકો ભારતના દરેક ક્ષેત્રના, વિવિધ વિચારધારાના હતા. જેમણે એક જ હેતુ સાથે એકબીજા સાથે મળીને કામ કર્યુ હતું. ભારતના લોકશાહી માળખાનું રક્ષણ કરવા અને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ જે આદર્શો માટે પોતાનું જીવન સમર્પિત કર્યુ હતું તેને જાળવી રાખવા માટે તેમના સામૂહિક સંઘર્ષે જ સુનિશ્ચિત કર્યું કે તત્કાલીન કોંગ્રેસ સરકારને લોકશાહી પુનઃસ્થાપિત કરવી પડી અને નવી ચૂંટણીઓ યોજવી પડી, જેમાં કોંગ્રેસ ખરાબ રીતે હારી ગઈ. કટોકટી આજે ભારતના લોકશાહી ઈતિહાસના સૌથી કાળા પ્રકરણો પૈકીની એક છે. 50 વર્ષ અગાઉ આજના દિવસે ભારતીય બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યોને કોરાણે મુકવામાં આવ્યા હતા. મૂળભૂત અધિકારોને સ્થગિત કરવામાં આવ્યા હતા. પ્રેસની સ્વતંત્રતા નાબૂદ કરવામાં આવી હતી અને ઘણા રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તે સમયે સત્તામાં રહેલી કોંગ્રેસ સરકારે લોકશાહીને બાનમાં લીધી હતી. જનસંઘર્ષથી દેશમાં લોકશાહીની પુનઃસ્થાપના થઈ હતી.
We salute every person who stood firm in the fight against the Emergency! These were the people from all over India, from all walks of life, from diverse ideologies who worked closely with each other with one aim: to protect India’s democratic fabric and to preserve the ideals…
— Narendra Modi (@narendramodi) June 25, 2025
આ પણ વાંચોઃ Emergency 50th Anniversary : આજે ભાજપ ઉજવશે સંવિધાન હત્યા દિવસ, દિલ્હીમાં ઠેર ઠેર લાગ્યા પોસ્ટર્સ
'ધ ઈમરજન્સી ડાયરીઝ - યર્સ ધેટ ફોર્જ્ડ અ લીડર' પુસ્તકનું વિમોચન
આજે દેશમાં લદાયેલ કટોકટીને 50 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) 'ધ ઈમરજન્સી ડાયરીઝ - યર્સ ધેટ ફોર્જ્ડ અ લીડર' ('The Emergency Diaries - Years That Forged a Leader') નામક એક પુસ્તકનું વિમોચન કરશે. પૂર્વ PM દેવેગૌડાએ આ પુસ્તકની પ્રસ્તાવના લખી છે. આ પુસ્તકમાં કટોકટી વિષયક અનેક સંવેદનશીલ માહિતી રજૂ કરવામાં આવી છે. PM મોદીની ભૂમિકા અંગે પુસ્તકમાં ઉલ્લેખ કરાયો છે. તત્કાલિન સમયે PM મોદી યુવા RSS પ્રચારક હતા. તેમણે ઈમરજન્સી સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Emergency 50th Anniversary Gujarat First----+
અડધી રાતે ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી - જે.પી. નડ્ડા
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા (J.P. Nadda) એ પણ કટોકટી મુદ્દે નિવેદન આપ્યા છે. તેમણે કહ્યું કે, સંવિધાનના મૂળ આત્મા સાથે છેડછાડ કરાઈ હતી. હજુ પણ કોંગ્રેસ કટોકટીની જ માનસિકતામાં જીવે છે. કોંગ્રેસની નિયત આજે પણ તાનાશાહીયુક્ત છે.
આ પણ વાંચોઃ Gram Panchayat Election : રાજ્યની 3895 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજે પરિણામ થશે જાહેર
Emergency 50th Anniversary Gujarat First----+


